VIDEO: પાકિસ્તાનીઓ દ્વારા હિંદુ મંદિર તોડાયું અને પછી તેને સળગાવ્યું

0
345

ભારત કરતાં પાકિસ્તાનમાં લઘુમતિઓને વધુ સન્માન મળે છે તેવો પ્રચાર કરતાં કેટલાક ભારતીય તત્વોને તમાચો મારતી ઘટના પાકિસ્તાનીઓ દ્વારા દેખાડવામાં છે જેમાં એક મંદિર તોડીને બાળી નાખવામાં આવ્યું હતું.

લાહોર: પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખવા પ્રોવિન્સના ટેરી વિસ્તારમાં આવેલા કરક જીલ્લામાં એક આક્રમક ટોળાએ એક હિંદુ મંદિરને તોડી પાડ્યું હતું અને ત્યારબાદ તેમાં આગ પણ લગાડી દેવામાં આવી હતી.

આ મંદિરનું ઐતિહાસિક મહત્ત્વ હતું અને એવું કહેવાય છે કે આ મંદિર વર્ષ 1920માં બનાવવામાં આવ્યું હતું. પાકિસ્તાનીઓ દ્વારા તોડી પાડવામાં આવેલા અને બાદમાં આગને હવાલે કરી દેવામાં આવેલા આ મંદિરની આ હાલત કરવા પાછળ કેટલાક મૌલાનાઓ જવાબદાર હોવાની વાત સામે આવી છે.

એક મૌલાના જેને જેહાદી આતંકવાદીઓનું સમર્થન પ્રાપ્ત છે અને તે કરક વિસ્તારમાં રહે છે તેણે સ્થાનિક પાકિસ્તાનીઓ ને આ મંદિરને તોડવા માટે પ્રોત્સાહન આપ્યું હતું એટલુંજ નહીં તેણે અહીંના હિંદુ સમુદાય વિરુદ્ધ પણ ઝેર ઓકતું ભાષણ કર્યું હતું.

એક સ્થાનિકના કહેવા અનુસાર આ મંદિર સાથે પાકિસ્તાનીઓ દ્વારા એક હિંદુનું બની રહેલું ઘર પણ આ સાથે તોડી નાખ્યું હતું. સ્થાનિકોના કહેવા અનુસાર નજીકના કોઈ ગામડાના રહેવાસીઓએ અગાઉથી જ આ મંદિરને તોડી પાડવાની માંગ કરી હતી અને જો માંગ ન સ્વીકારવામાં આવે તો તેઓ પ્રદર્શન કરશે તેવી વાત પણ તેમણે કરી હતી, પરંતુ સ્થાનિક પોલીસે આ વાતની સદંતર અવગણના કરી હતી.

જાણીતા પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે આ ઘટનાનો એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો હતો જેમાં અત્યંત ઘૃણાસ્પદ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યોમાં પાકિસ્તાનીઓ મંદિર તેમજ બની રહેલા મકાનને તોડી અને બાળી રહ્યા છે.

કરક જીલ્લા પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. અહીંના જીલ્લા પોલીસ અધિકારી ઈરફાનુલ્લાએ કહ્યું હતું કે સ્થાનિકોએ આં પ્રકારના પ્રદર્શન અંગે જાણકારી તો આપી હતી પરંતુ સાથે એ વચન પણ આપ્યું હતું કે આ પ્રદર્શન શાંતિપૂર્ણ રહેશે. જો કે મૌલાનાએ ટોળાને મંદિર તોડવા માટે ઉત્તેજન આપ્યું હતું પરિણામે આ હુમલો થયો હતો.

ભારતમાં લઘુમતિઓ પર થતાં અત્યાચાર વખતે સોશિયલ મિડિયા ગજવનારાઓ કાયમ પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ પર થતાં અત્યાચાર અંગે મૌન સેવી લેતાં હોય છે, હવે જોવાનું એ રહેશે કે આ ઘટના અંગે તેઓ કોઈ પ્રતિક્રિયા આપે છે કે નહીં.

તમને ગમશે: લો બોલો, પાકિસ્તાની નાગરિકો માટે કાશ્મીર કોઈ મુદ્દો જ નથી

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here