IMDB અનુસાર 2020ની 10 એવી બોલિવુડ ફિલ્મો જેનું રેટિંગ કંગાળ રહ્યું!

0
385

૨૦૨૦નું વર્ષ આપણામાંના ઘણાં માટે ખૂબ પીડાદાયક રહ્યું અને એ ગણતરીના કલાકોમાં વિદાય લઈ રહ્યું છે ત્યારે, ફિલ્મજગત માટે પણ આ વર્ષ કેવું કપરું રહ્યું તે પણ દેખીતું છે. દર્શકો જે વેબસાઈટ પર ફિલ્મને રેન્કિંગ આપે છે તે IMDB પર કેટલીક ફિલ્મોને જે કંગાળ રેટિંગ મળ્યાં છે તેની માહિતી આપણે જોઈએ.

૨૦૨૦ દરમિયાન જાણીતા અને ચહિતા કલાકારો ઋષિ કપૂર, ઈરફાન ખાન અને સુશાંત સિંહ રાજપૂત જેવા કલાકારોએ ચિર વિદાય લઈ લીધી. દાયકાની અમુક અતિ કંગાળ ફિલ્મો પણ આ સમય દરમિયાન આવી.  આવનારા વર્ષમાં હવે તમે કોઈ વધુ ખરાબ અનુભવો સાથે આગળ ન વધો તે માટે કંઈ ફિલ્મોને બિલકુલ ન જોવી તેનું લીસ્ટ અહીં શેર કરીએ છીએ.

10. લવ આજકલ – 5/10

Photo Courtesy: New Indian Express

આજકાલની ફિલ્મો અને લવ આજકલમાં કોઈ તાર્કિક ભેદ નથી.  પરાણે લંબાવાયેલી, કંટાળાજનક અને વધુપડતી  લાગે તેવી આ ફિલ્મ, ભલે કલાકારો દ્વારા સારી રીતે ભજવાઈ હોય, એમાં મૂળ મુદ્દો ચોક્કસ ખૂટતો હતો એવું જરૂર લાગ્યું અને કદાચ એટલેજ તેને દર્શકોને IMDB પર પચાસ ટકા માર્ક આપ્યા.

9.Ghost Stories – 4.3/10

Photo Courtesy: ED Times

ફિલ્મ ક્રિટીક નીશિતા ન્યાયાપતિ અનુસાર આ ફિલ્મમાં કુલ ચાર ટુંકી ભૂત વિષયક વાર્તાઓનો સમાવેશ કરાયો હતો, જે પૈકી અનુરાગ કશ્યપ અને દિબાકરનું કામ જ નજરે ચડે તેવું હતું અને બાકીની બે વાર્તાઓ અત્યંત બોરિંગ હતી.

8. દુર્ગામતી – 3.8/10

Photo Courtesy: The Indian Express

ખૂબ ચકચાર જગાવનાર પણ કોઈ વિશેષ છાપ કે પકડી રાખવામાં નિષ્ફળ જનાર અન્ય એક ફિલ્મ એટલે ભૂમિ પેડનેકર અને અરશદ વારસી અભિનીત દુર્ગામતી જે હજી આ મહીને જ રિલીઝ થઇ હતી.

7. ખાલીપીલી – 4/10

Photo Courtesy: Film Companion

ઈશાન ખટ્ટર અનન્યા પાંડેને લઈને બનેલી આ ફિલ્મ એક એવા ડ્રાઈવર પર આધારિત છે જે પોતે ભાગેડુ છે અને રસ્તામાં તેને એક છોકરી મળે છે.  આ પછી અગણિત અટપટા બનાવી બને છે. નેપોટીઝમના આરોપો વચ્ચે IMDB પર આ ફિલ્મને અત્યંત નબળું રેટિંગ મળ્યું હતું.

6. લક્ષ્મી – 3/10

Photo Courtesy: India.Com

તમિલ હોરર કોમેડી ‘ કંચના’ પર આધારિત ફિલ્મ જે ચર્ચિત તો બની પણ રિલીઝ ડેટને લઈને અટવાઈ ગઈ અને છેવટે દર્શકો તેની વાર્તા અને ટ્રીટમેન્ટમાં અટવાઈ ગયા હતા.  આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકાઓમાં છે. દર્શકોએ આ ફિલ્મને માત્ર કે બે સ્ટાર આપી વખોડી છે.

5. ગુલ મકાઈ – 1/10

Photo Courtesy: National Herald

મલાલા યુઝાફસાઈ પર બનેલી આ ફિલ્મ તાલિબાની વિરોધનો શિકાર બની છે.  કાશ્મીર વેલીમાં શિયા કાયદાઓ અનુસાર છોકરીઓને ભણવા ઉપર પ્રતિબંધ છે તેવામાં આ વાત અંગે મલાલાએ જો કે પોતાનો અવાજ ઊંચો કર્યો છે પરંતુ IMDB પર તેનો અવાજ નીચો જ રહ્યો હતો.

4. બાગી ૩- 2.1/10

Photo Courtesy: DNA India

બાગી ફિલ્મ ની સિક્વલ એટલી બની છે કે દર્શકો ધરાઈ ગયા છે. IMDB પર તેને ફકત 2.1 નું રેટિંગ અને 8787 વોટ્સ મળ્યા છે.

3. ઇન્દુ કી જવાની – 3/10

Trend Around Us

કોરોના કાળ દરમિયાન સિનેમાના પરદે રિલીઝ થનારી આ ફિલ્મ ને IMDB પર 1.3 રેટિંગ અને 2545 વોટ્સ મળ્યા છે. આદિત્ય સિલ અને કિયરા અડવાણી આ ફિલ્મના અદાકારો છે.

2. કુલી નં. 1- 3/10

Photo Courtesy: Business Today

ગોવિંદાના નામને ડુબાડે તેવી તેના ફિલ્મના નામના આધારે બનેલી ફિલ્મ એક રકાસ છે. 2020માં બનેલી વાહિયાત ફિલ્મોમાં આ ફિલ્મ આવે છે.

1. સડક 2- 1/10

સ્ટાર સંતાનો અને નેપોટીઝમને સાબિત કરે તેવી સડક 2, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર અને સંજય દત્તને લઈને બનેલી છે.  આ મુવી માત્ર ૨૦૨૦ ની જ નહી પણ આખા દાયકાની સૌથી ખરાબ ફિલ્મ કહી શકાય તેવી છે.  1.1 સ્ટાર આપીને તેને તેનું સ્થાન બતાવી દેવામાં આવ્યું છે.

તમને ગમશે – રસભરી: સ્વરાની સિરીઝનું IMDBનું રેટિંગ ઐતિહાસિક તળીયે પહોંચ્યું!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here