આઘાતજનક: વર્ષ અગાઉ જ નક્કી થયેલું ફોર્ડ અને મહિન્દ્રાનું જોડાણ તૂટ્યું!

0
316
Photo Courtesy: Hindustan Times

મળતા અહેવાલ મુજબ ફોર્ડ અને મહિન્દ્રા હવે સાથે મળીને કામ નહી કરે.  ફોર્ડ પોતાની રીતે પોતાના  ભારતમાંના ઓપરેશન ચાલુ રાખશે.

ઑક્ટોબર 2019માં ફોર્ડ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એ જોઇન્ટ વેન્ચર તરીકે જોડાઈ કામ કરવા અંગે જાહેરાત કરેલી જે તાજેતરમાં મોકૂફ જાહેર કરાઈ છે.  2020નું વર્ષ અંત પર આવ્યું ત્યારે ફોર્ડ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એ પોતાનું એસોસિયેશન બંધ રાખવા નક્કી કર્યું છે.

આ કરારનો અંત આવવાની પુષ્ટિ પહેલાં ફોર્ડ અને ત્યારબાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ કરી છે.  ડિસેમ્બર 31એ આ ‘લોંગસ્ટોપ’ લાદવા અંગે નિર્ણય લેવાયો હોઇ જાહેરાત થઈ છે.

તો જોઈએ આ કરાર રદ્દ થવાથી શું ફેરફાર થશે.

ફોર્ડ અને મહિન્દ્રા બંને મળીને કેટલાય વાહનો બનાવનાર હતા તે હવે નહી બને.

ફોર્ડ ભારતમાં સ્વતંત્ર યુનિટ તરીકે કાર્યરત રહેશે.

કેટલીક પ્રોડક્ટ મેન્યુફેકચર કરવા અંગે ફોર્ડ મહિન્દ્રા સાથે ભવિષ્યમાં કામ કરશે.

પહેલી ઓકટોબર, 2019માં પસાર કરેલા બંને કંપની વચ્ચેના ઠરાવમાં કયા કયા મુદ્દાઓ હતા ?

મુંબઈમાં થયેલા કોન્ટ્રાક્ટ મુજબ આ બંને કંપનીઓ પૈકી ફોર્ડના વાહનોની બનાવટ, માર્કેટિંગ અને વહેંચણી મહિન્દ્રાએ લીધેલી. આ માટે ભારતની બહાર પણ કાર્યરત થવા મહિન્દ્રા કટિબદ્ધ હતું.

નિયત થયેલ કરાર મુજબ જોઇન્ટ વેંચરમાં મહિન્દ્રાના 51 ટકા અને ફોર્ડનો 49 ટકા જેટલો હિસ્સો નક્કી થયેલો.

ફોર્ડએ પોતાના કાર્યકરો અને એસેમ્બ્લી પ્લાન્ટ  જે હાલ ચેન્નાઇ અને સાંણદ ખાતે છે તે મહિન્દ્રા સાથે બનેલી આ જોઇન્ટ વેંચરને સોંપ્યું હતું.

પરંતુ તે સાણંદ ખાતેનું પ્લાન્ટ એન્જિન ઓપરેશન, અને ગ્લોબલ સર્વિસ યુનિટ, ફોર્ડ ક્રેડિટ અને ફોર્ડ મોબિલીટી પોતાને હસ્તક રાખનાર હતું.

આ આખી વ્યવસ્થા, વાહન વિષયક એક અલગ વ્યૂહરચના બની શકે તેવી રચના 2017 આસપાસ આકાર પામી હતી.

જોઇન્ટ વેન્ચરનો હેતુ, ફોર્ડ બ્રાન્ડને ભારતમાં વિકસાવી, વિદેશમાં નિકાસ થઈ શકે તે હતો.  વૈશ્વિક સ્તરે આને કારણે ઘણું આવરીને, પડતર કિંમત ઘટાડવામાં ફાયદો થઈ શક્યો હોત.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here