પ્રિન્સ ચાર્લ્સ દ્વારા ચેરીટી માટે થયું એક લક્ઝુરિયસ સ્કાર્ફનું અનાવરણ

0
454
Photo Courtesy: Daily Mail

બ્રિટીશ રાજવી ખાનદાનના વારસદાર પ્રિન્સ ચાર્લ્સએ તાજેતરમાં એક જૂજ ગણી શકાય તેવા ઊનનો સ્કાર્ફ ખુલ્લો મૂક્યો છે.

મધર ઓફ પર્લ અને જોહનસ્ટન ઓફ એલ્ગીના સહિયારા કોલાબ્રેશનમાં આ લક્ઝરી સ્કાર્ફ લોંચ થયો છે.

અમુક પર્યાવરણ હેતુથી ટકાવવી પડે તેવી ખાસ બનાવટની સંભાળ લેવી જોઈએ તેવું પ્રિન્સ ચાર્લ્સ દ્રઢપણે માને છે.

મળતા અહેવાલો મુજબ તેઓ પોતે આ પ્રકારના ઊનની માવજતના કામમાં છેલ્લા દસેક વર્ષથી જોડાયેલા છે. લોકોને ઊનના ફાયદા બતાવી આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો તેમનો આશય રહ્યો છે.   એથી જ આ સ્કાર્ફની ડીઝાઈનમાં તેમણે ઘનિષ્ઠ રસ લીધો હતો.

વેચાણમાંથી મળેલી ભંડોળની રકમ આ ઉદ્યોગમાં કામ શીખનારને તેમજ પ્રિન્સની ભવિષ્યની ટેકસટાઇલ કામગીરીના ભાગરૂપે વાપરશે.

People magazine ના જણાવ્યા અનુસાર આ ઊન ઓસ્ટ્રેલિયા, યુ.કે. ન્યુઝીલેન્ડ તેમજ સાઉથ આફ્રિકામાંથી લેવાયું છે અને આ સ્કાર્ફ ત્રણ જુદીજુદી કલર અને પેટર્નમાં બનાવાયો છે.

આ સ્કાર્ફની કિંમત 150 પાઉન્ડ એટલે કે રૂ. 14,830 આસપાસની છે.  સ્કાર્ફમાં ચેક્સ અને લીટા, હાઉન્ડ્સ ટુથ અને ટ્વિસ્ટેડ ફ્રિંજીંગ ડિઝાઇન છે.

 

View this post on Instagram

 

A post shared by Clarence House (@clarencehouse)

પીપલ મેગેઝિન અનુસાર પ્રિન્સ કહે છે,

લોકોને એ યાદ અપાવવું જરૂરી છે કે ઊન કેટલું જરૂરી છે, અને એક કુદરતી ફાઈબર તરીકે તેની સંભાળ લેવી જરૂરી છે. ઊન એવી અભેદ્ય વસ્તુ છે જે હાઇ ટેક લેબમાં બનાવી શકાતું નથી.

તમને ગમશે: વિશ્વના સમુદ્રો બચાવવાની અનોખી પહેલમાં બનાવી અધધધ… કિંમતની બેગ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here