આશ્ચર્ય: UKના વડાપ્રધાનના પિતાએ જ UK છોડીને ફ્રાન્સ જવાની જાહેરાત કરી!

0
291

બ્રિટનના યુરોપિયન છોડી દીધા બાદ UKના વડાપ્રધાન બોરીસ જોહન્સનના પિતાએ જ પોતે બ્રિટન છોડીને ફ્રાન્સ જતા રહેવાની જાહેરાત કરી છે જેણે આશ્ચર્ય ફેલાવ્યું છે.

લંડન: બ્રિટને યુરોપિયન યુનિયન છોડી દીધું છે, આમ થવા પાછળ જે ચળવળ ચાલી હતી તેમાં મુખ્ય નેતાગીરી ભજવનાર UKના વડાપ્રધાન બોરિસ જોહન્સનના પિતા સ્ટેન્લી જોહન્સને ગઈકાલે એક આશ્ચર્ય ફેલાવતી જાહેરાત કરતાં જણાવ્યું છે કે તેઓ બ્રિટન છોડીને ફ્રાન્સ જઈ રહ્યા છે.

આટલું જ નહીં પરંતુ સ્ટેન્લી જોહન્સને એમ પણ ઉમેર્યું હતું કે તેઓ ફ્રાન્સની નાગરિકતા મેળવવા માટે પણ અરજી કરશે. જ્યારે સ્ટેન્લીને એમ પૂછવામાં આવ્યું કે તેઓ ફ્રેંચ કેમ બનવા  માંગે છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી તેઓ ફ્રેંચ જ છે, કારણકે તેમના માતા ફ્રાન્સમાં જન્મ્યા હતા અને તેમના માતાના માતા સંપૂર્ણપણે ફ્રેંચ હતા કારણકે તેમના દાદા ફ્રેંચ હતા.

80 વર્ષના સ્ટેન્લી જોહન્સને જણાવ્યું હતું કે તેમને આનંદ છે કે તેઓ ખરેખર જે છે તેને જ પરત મેળવી રહ્યા છે.

1973માં જ્યારે યુરોપિયન યુનિયન અસ્તિત્વમાં આવ્યું ત્યારે UKના પ્રતિનિધિઓ જેમને પહેલીવાર યુરોપિયન યુનિયનમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમાં સ્ટેન્લી જોહન્સન પ્રમુખ હતા, તેમની નિયુક્તિ UKના પ્રતિનિધિ તરીકે બ્રસેલ્સમાં થઇ હતી.

અગાઉ તેમણે UK યુરોપિયન યુનિયન છોડે તેની વિરુદ્ધ પ્રચાર કર્યો હતો, પરંતુ જ્યારે UKના નાગરિકોએ 2016માં BREXITના સમર્થનમાં પોતાનો મત આપ્યો હતો ત્યારે તેમણે પોતાનું મન બદલ્યું હતું.

એક રેડિયો મુલાકાતમાં સ્ટેન્લી જોહન્સને કહ્યું હતું કે તેઓ પહેલેથી જ યુરોપિયન છે અને તમે કોઈ ઈંગ્લીશ વ્યક્તિને તે યુરોપિયન નથી એમ ન કહી શકો, મારા માટે યુરોપ સાથેનું જોડાણ વધુ મહત્ત્વનું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

જાણકારો કહે છે કે સ્ટેન્લી જોહન્સનનું આ નિવેદન એ તરફ ઈશારો કરે છે કે તેમને યુરોપિયન પાસપોર્ટ જોઈએ છીએ.

સ્ટેન્લીની પુત્રી અને બોરીસ જોહન્સનની બહેન રેચેલે પોતાના પુસ્તકમાં સ્ટેન્લીના UK છોડી જવાની વાતનો ઈશારો કરી દીધો હતો, આ પુસ્તક ગયા વર્ષે માર્ચ મહિનામાં પ્રકાશિત થયું હતું. રેચેલે એમ પણ ઉમેર્યું હતું કે એક વખત તેના પિતા ફ્રેંચ નાગરિક બની જશે પછી તે પણ ફ્રાન્સ તરફ પોતાના ડગલાં માંડશે.

તમને ગમશે: ચીનની એક ‘ના’ થી UK પર પર્યાવરણનું સંકટ ઘેરું બન્યું

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here