ભવિષ્યમાં આવનારી ફિલ્મો માટે ખાસ્સો ઉત્સાહિત છે વીકી કૌશલ!

0
262
Photo Courtesy: Universal Communications

વીકી કૌશલના ફેન્સ માટે તેના આવનારા પ્રોજેક્ટ્સ અંગે જાણવા જેવી વાતો.  વીકી છે નવી વાર્તાઓ માટે હંમેશા તૈયાર.

વીકી કૌશલ પોતાની આગવી છબી ઊભી કરનાર એક અનોખો યુવા કલાકાર છે.  વરુણ ધવન, ટાઈગર શ્રોફ કે એવા બીજા કોઈ તેની ઉંમરના હરીફાઈ કરી શકે તેવા કલાકાર કરતાં તેણે બોલિવુડમાં પોતાની વિશિષ્ટ જગ્યા બનાવી છે.

વીકી નેશનલ ફિલ્મ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ બંનેથી નવજાયેલ છે.  ‘મસાણ ‘ નામની ફિલ્મથી બોલીવુડમાં દાખલ થનાર વીકીની રાઝી અને સંજુ લેટેસ્ટ ફિલ્મો રહી જેમાં તેણે ખૂબ સુંદર અભિનય કર્યો.

32 વર્ષીય વીકી કૌશલે લોક ડાઉન પહેલાં ‘સરદાર ઉધમ સિંઘ‘ નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું.   આ સિવાય પણ અન્ય પ્રોજેક્ટ્સ લાઈનમાં છે.

હાલમાં વીકીએ પોતાના આવનારા પ્રોજેક્ટની વાત કરી હતી.  તેણે કહ્યું કે લગભગ પૂર્ણ થવા આવેલ એક ફિલ્મના નિર્માતા નિર્દેશક, અન્ય નિર્માતાઓની જેમ, થીયેટરો પૂરી રીતે કાર્યરત થાય તેની રાહ જોઈ રહ્યા છે.  લોકો ફરી એકવાર ફિલ્મો જોવા જવા શરૂ કરશે ત્યારે આ ફિલ્મ રિલીઝ થવાની શક્યતા છે.

‘ધ ઇમમોર્ટલ અશ્વત્થામા’ માટે તે ઉત્સાહિત છે.  એક સુપર હીરો પર બનેલી આ ફિલ્મ તેના માટે પ્રથમ આવી ફિલ્મ હશે.

‘સામ માણેકશા‘  નામની ફિલ્મ માટે પણ તૈયારીઓ શરૂ થઈ છે અને તે આ પ્રોજેક્ટ માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે.

એક કલાકાર તરીકેની પોતાની સફર વિશે વાત કરતાં તેને ઉમેર્યું હતું કે  તે હંમેશા નવીન અને સારી વાર્તાઓ માટે તૈયાર છે. ખાસ કરીને તેવી ફિલ્મો જે તેને નવા પડકારો આપે અને તેની અભિનય ક્ષમતાને વધારે.

આવનારી ફિલ્મોમાં શુજીત સિરકાર અને મેઘના ગુલઝાર જેવા દિગ્દર્શકો સાથે કામ કરી રહ્યો છે અને તેનું તેને ગર્વ છે.  વળી આ બંને કામ કરવાની મજા  રહી કે તે બંને રોલ એકબીજાથી તદ્દન ભિન્ન અને પોતપોતાની રીતે આગવા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here