આવી ગયો છે PUB Gનો જવાબ; અક્ષય કુમારની FAU G નું રજીસ્ટ્રેશન શરુ

0
314
Photo Courtesy: twitter.com/akshaykumar

આત્મનિર્ભરતા તરફ આગેકૂચ અક્ષય કુમારે કરી જાહેરાતદેશમાં બનેલી ઑનલાઇન મલ્ટિપ્લેયર એક્શન ગેમ FAU G થશે લોંચ.

ફિયરલેસ એન્ડ યુનાઈટેડ ગાર્ડ્ઝ -FAU G અંગે અક્ષયે એક મહત્વની જાહેરાત ગત રવિવારે કરી છે. આ ગેઇમ બેંગલોર સ્થિત nCore Games એ બનાવી છે.

આંતરિક સુરક્ષા હોય કે બાહ્ય, ભારતીય જવાનો હંમેશા અડીખમ ઊભા રહે છે, તેઓ છે આપણા ફિયરલેસ અને યુનાઈટેડ ગાર્ડ્સ FAU G 

તેમ અક્ષયે ટ્વીટ કરી જણાવ્યું હતું.  આ માટેનું એંથમ સોંગ રિલીઝ કરી આ ગેમ આગામી પ્રજાસતાક દિને લોંચ થશે તેમ ઉમેર્યું હતું.

તમામ ઉત્સાહી રમતવીરો માટે આ ગેમમાં રજીસ્ટર થવા તેણે લિંક પણ શેર કરી છે.

ખાસ તો એ કે આ ગેઇમ આમ તો ૨૦૨૦ નાં સપ્ટેમ્બરમાં આવનારી હતી પણ ઠેલાઈને હવે તેની રિલીઝ ડેટ જાન્યુઆરી ૨૦૨૧માં રાખવામાં આવી છે.

અક્ષયે પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર પણ આ રીતની જાહેરાત કરી છે.  અગાઉ આ ગેઇમની એક ઝલક આપવામાં આવી હતી પણ હવે ભારતીય સશસ્ત્ર સૈનિકોને તેના એંથમ સોંગમાં જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ડિસેમ્બરમાં જ આ ગેઇમ માટે ફક્ત ચોવીસ કલાકની અંદર દસ લાખ ઉપર રજિસ્ટ્રેશન આવેલાં હતાં.

PUB G પર પ્રતિબંધ લાગતાં, અક્ષય કુમાર જે આ ગેઇમના એમ્બેસેડર છે તેમણે લોંચ વિશે જાહેરાત કરી છે.  હવે જાતે જ વિકસાવેલી એપની માંગ છે ત્યારે FAU G બનાવાઈ છે. જો કે PUB G માં રોયલ બેટલ મોડ હતો અને આમાં એપિસોડ અને મીશન રહેશે.

ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીત દરમિયાન nCore નાં કો ફાઉન્ડર વિશાલ ગોંડલે કહ્યું હતું કે PUB G સાથે આ ગેઇમની સરખામણી કરવી યોગ્ય નથી કેમકે આ ગેઇમ બનાવવી ક્યારની શરૂ થઈ ચૂકેલી.

FAU G માંથી જે આવક થશે તેમાનાં વીસ ટકા રકમ ‘ભારત કે વીર ટ્રસ્ટ’ને આપવામાં આવશે.

અક્ષય કુમારે સપ્ટેમ્બરમાં જણાવેલું કે આ ગેઇમને કારણે લોકો ભારતીય જવાનોના બલિદાનને વધુ સારી રીતે સમજી શકશે.  ભારતના સૈનિકોના લાભાર્થે બનેલા ટ્રસ્ટને આ ગેઇમમાંથી થનારી નેટ આવકના વીસ ટકા ફાળવાશે.

બેંગલોર ખાતેની nCore Games  જે ભારતીય થીમ / બેઝ સાથે બનેલી, જકડી રાખનાર મલ્ટિપ્લેયર ગેમ બનાવવા માટે જાણીતી છે.  વૈશ્વિક સ્ટુડિયોમાં બનેલી ગેમ્સ ભારતમાં લાવી અને પબ્લિશ કરવાનું કામ પણ આ કંપની કરે છે.

તમને ગમશે: જરા વિચારો તો ખરા કે PUBG વગરની દુનિયા કેવી હશે??

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here