ખોવાયા છે: અલીબાબાના સ્થાપક જેક મા છેલ્લા બે મહિનાથી ગુમ છે

0
529
Photo Courtesy: inc.com

અલીબાબાના સ્થાપક અને કરોડો યુવાનોના આદ્યપુરુષ એવા ચીની બિઝનેસ મેન જેક મા ખોવાયા હોવાનું જાણવા મળ્યું છે, છેલ્લા બે મહિનાથી જેક મા ક્યાં છે તેની કોઈને ખબર નથી.

મુંબઈ: ચીનમાં લોકશાહી ન હોવાને કારણે કોઇપણ વ્યક્તિ સરકાર વિરુદ્ધ એક પણ શબ્દ બોલી શકતો નથી પછી તે ગમે તેટલો શક્તિશાળી અથવાતો શ્રીમંત પણ કેમ ન હોય. આવું જ બન્યું છે અલીબાબાના સ્થાપક જેક મા સાથે જે કદાચ સરકાર વિરુદ્ધના તેમના એક નિવેદનને કારણે છેલ્લા બે મહિનાથી ગુમ થઇ ગયા છે અથવાતો તેમને ગુમ કરવામાં આવ્યાં છે.

ગયા વર્ષે 24 ઓક્ટોબરે શાંઘાઈ ખાતે એક ભાષણમાં જેક મા એ ચીનની બેન્કિંગ નીતિ અંગે ચીની સરકારની ટીકા કરતાં આ નીતિને વૈશ્વિક બેન્કિંગ સિસ્ટમ સામે જરીપુરાણી હોવાનું કહ્યું હતું. તેમણે સિસ્ટમમાં યુવાનોને સામેલ કરીને હાલની સિસ્ટમમાં પરિવર્તન લાવવાની માંગ કરી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જેક મા ના ગુમ થવા પાછળ આ કારણ જ જવાબદાર છે અને તેમના આ નિવેદનની નોંધ ખુદ ચીની રાષ્ટ્રપતિ શી જીનપિંગે લીધી હોવાનું જાણવા મળે છે.

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જેક મા ના જ એક ટીવી શો આફ્રિકાઝ બિઝનેસ હિરોઝની ફાઈનલમાં તેઓ જોવા મળ્યાં ન હતા. અહીંથી જ તેમના ખોવાયા હોવાના તર્ક વિતર્કો ફેલાવાના શરુ થયા હતા.

આ કાર્યક્રમ આફ્રિકાના ઉભરતા બિઝનેસ મેન્સમાંથી એકને 1.5 મિલિયન અમેરિકન ડોલર્સનું ઇનામ મળવાનું હતું અને ફાઈનલમાં જેક મા ને બદલે અલીબાબાના જ એક એક્ઝીક્યુટીવને જજ તરીકે બોલાવવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે ખુલાસો આપતાં અલીબાબાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમયમાં થયેલા પરિવર્તનને કારણે જેક મા હાજર રહી શક્યા નથી.

જેક મા ના વિવાદાસ્પદ ભાષણના એક અઠવાડિયા બાદ તેમની કંપની એન્ટ ઇન્ટરનેશનલના IPO જેનું મૂલ્ય 37 બિલીયન અમેરિકન ડોલર્સ હતું અને જેને ચીની શેરબજાર અધિકારીઓ તરફથી અગાઉથી જ લીલી ઝંડી મળી ગઈ હતી તેને અચાનક જ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ ઉપરાંત જેક મા એ છેલ્લે 10 ઓક્ટોબરે ટ્વિટ કરી હતી અને ત્યારબાદ તેમની એક પણ ટ્વિટ નજરે પડી નથી. આ પહેલાં તેઓ સમયાંતરે ટ્વિટ કરતાં રહેતાં હતાં. આમ આ રીતે વિવિધ કારણોસર જેક મા ની જાહેરજીવનની લાંબી ગેરહાજરી તેમના ખોવાયા હોવાની પુષ્ટિ કરી રહી છે.

તમને ગમશે: ચીનના સહુથી નિષ્ફળ વ્યક્તિની સફળતાની કથા – મેરે પાસ જેક મા હે… (1)

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here