રેસિપી: શું ઓવન વગર પણ બનાવી શકાય છે મિની પિત્ઝા??

0
331
Photo Courtesy: YouTube

પિત્ઝા કોને ન ભાવે ? ક્યારેક માઇક્રોવેવ અને OTG ન હોવાને કારણે બેકિંગ ન થાય એવું માની અમુક વસ્તુઓ ન બને તેવી માન્યતા છે. પરંતુ શું તમને ખબર છે કે ઓવન વગર પણ મિની પિત્ઝા બનાવી શકાય છે?

ચાલો આજે જોઈએ યિસ્ટ અને ઓવન બંને વગર બનતા મીની પિત્ઝા જે નાના મોટા દરેકને ભાવશે.

સામગ્રી

મેંદો ૨ કપ

બેકિંગ સોડા ૧/૪ ચમચી

બેકિંગ પાઉડર ૧ ચમચી

મીઠું ૧/૨ ચમચી

દહીં ૧/૪ કપ

તેલ ( ઓલિવ ઓઈલ ) ૩ ચમચા

દૂધ અડધો કપ

ડુંગળી-એક નાની

ટામેટું-નાનું

કેપ્સીકમ-અડધું

હલાપીનો ૧૦-૧૨ નંગ

સ્વીટ કોર્ન થોડા દાણા

ડ્રાય મિક્સ ૧ ચમચી

ચીલી ફ્લેક્સ ૧/૨ ચમચી

ટમેટાં નો સોસ અડધો કપ

ચીલી સોસ ૨ ચમચા

ચીઝ-બે છમચા, મોટું છીણેલું

રીત:

એક ઊંડા વાસણમાં મેંદો, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર અને મીઠું મિક્સ કરો. તેમાં દહીં  અને દૂધ નાખી મુલાયમ લોટ બાંધો.  જરૂર પડે તો વધુ દૂધ ઉમેરી જ લોટ બાંધવો. લોટ બંધાઈ જાય એટલે બે ચમચા તેલ નાખી મસળો. ત્યારબાદ તેને ફરતે એક ચમચા જેટલું તેલ લગાડી,ઢાંકી એક કલાક માટે રાખી મૂકો.

સોસ બનાવવાની રીત : એક મોટા વાડકામાં અડધો કપ ટામેટાનો સોસ અને બે ચમચા ચીલી સોસ ભેળવો.  આને બદલે તૈયાર મળતાં પિત્ઝા સોસ અથવા હોટ એન્ડ સાવર ટમેટો સોસ પણ લઈ શકાય.

તેમાં મિક્સ herbs અને ચીલી ફેલકસ નાખી હલાવો.

લોટને એક કલાક બાદ સહેજ મસળી તેના ત્રણથી ચાર મોટા લુવા બનાવો.  તેને પુરીથી મોટી સાઈઝમાં ગોળ વણી નાખો. લુવામાં  તિરાડ ન પડે તેમ બનાવવા જેથી પિત્ઝા સરળતાથી વણી શકાય.

એક નોન સ્ટિક તવાને ગરમ કરો.  તેમાં વણેલા પિત્ઝા મધ્યમ આંચ પર બંને બાજુ શેકી લો. પિત્ઝા બેઝ તૈયાર થશે.

પિત્ઝા બેઝ પર ઘરે બનાવેલો સોસ લગાવો.  લગભગ એક ચમચા જેટલી માત્રામાં સોસ લગાડી તેના પર કટકા કરેલી ડુંગળી, ટામેટાં અને કેપ્સીકમ મૂકો.  સ્વીટ કોર્ન પાથરો. હલાપીનો ૩-૪ નંગ મૂકો. તેના પર મોટી છીણેલી ચીઝ પાથરો.

હવે ફરી તવા પર પિત્ઝા ગોઠવી ચીઝ પીગળે નહી ત્યાં લગી ધીમા તાપે ઢાંકીને પકવો. ઉપર મિક્સડ herbs અને ચીલી ફ્લેક્સ ભભરાવી ગરમ પીરસો.

તમને ગમશે – લહેજત: ડોમીનો’ઝ પિત્ઝા હવે લાવી રહ્યું છે એક નવી વાનગી ‘એક દમ’!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here