આપણે જોયું કે મ્યુચ્યુઅલ ફંડ તમારી પાસે પૈસા લઇ કાં બીજાને વ્યાજે પૈસા આપે જે બોન્ડ્સ સ્વરૂપે હોય અને ડેબ્ટફંડ કહેવાય છે અથવા ઇક્વિટી શેરમાં રોકાણ કરે જે ઇક્વિટીફંડ કહેવાય છે. આ મ્યુચ્યુઅલફંડનું બહોળું સ્વરૂપ થયું પરંતુ સિક્યુરીટી નિયમનકાર SEBIની માર્ગદર્શિકા મુજબ મ્યુચ્યુઅલફંડના મુખ્ય 21 પ્રકાર છે.
આ પ્રકારો જોતા પહેલાં એ સમજી લો કે મ્યુચ્યુઅલફંડ એના ઓબ્જેક્ટ એટલેકે ઉદ્દેશ મુજબ જ રોકાણ કરી શકે અને એ ગમેત્યારે ગમેતે પ્રકારમાં રોકાણ કરી ના શકે એણે એના ઉદ્દેશને વળગી રહેવું પડે તો આ કારણથી એક તો રોકાણકારને એ જાણ થાય છે કે એના પૈસાનું કેવી રીતે રોકાણ થશે અને અને એનો ઉદ્દેશ શું હશે અને એથી એની સલામતી પણ વધુ થાય છે. ટૂંકમાં અસલામતી ઘટે છે. દાખલા તરીકે ડેબ્ટ ફંડ ઇક્વિટીમાં રોકાણ ના કરી શકે અને વાઈસ એ વરસા.
હવે આપણે પ્રકરો જોઈએ. મ્યુચ્યુઅલફંડના મુખ્ય ત્રણ પ્રકાર છે. ડેબ્ટફંડ, ઇક્વિટીફંડ અને ત્રીજો સેક્ટોરીઅલફંડ
ડેબ્ટફંડમાં લીક્વીડફંડ અથવા શોર્ટ ડયુરેશનફંડ કે લોંગ ડયુરેશન ફંડ જેવા પ્રકાર છે લીક્વીડફંડ માત્ર ત્રણ મહિનાથી છ મહિના કે એક વર્ષ સુધીના ડેબ્ટ પ્રોડક્ટ જેવાકે મની માર્કેટ ફંડ ટ્રેશરીમાં રોકાણ કરશે જયારે લોંગ ડયુરેશન ફંડ લાંબાગાળાના બોન્ડ્સમાં રોકાણ કરશે.
આમ જો તમારે ટૂંકાગાળા માટે રોકાણ કરવું હોય તો ડેબ્ટફંડમાં રોકાણ કરવું જે એક દિવસથી લઈને એક વર્ષ કે ત્રણ વર્ષનો સમય માટે હોય છે. પરંતુ ત્રણ વર્ષથી વધુ સમય રોકાણ કરવું હોય તો ઇક્વિટી ફંડમાં રોકાણ કરી શકાય કારણકે ટૂંકા ગાળા માટે ઇક્વિટી ફંડ વધુ જોખમી છે ડેબ્ટફંડ કરતા.
હવે જોઈએ ઇક્વિટીફંડ એમાં મુખ્ય ચાર પ્રકાર છે 1) લાર્જકેપ 2) મિડકેપ 3) સ્મોલકેપ 4) મલ્ટીકેપ
લાર્જકેપમાં શેરબજારની મોખરાની 100 કંપનીઓ આવે જેનું માર્કેટ કેપિટલાઇઝેશન સૌથી વધુ હોય મીડકેપમાં જે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 101 થી 250ના ક્રમમાં આવે એવી કંપનીઓ હોય અને સ્મોલકેપમાં 250 ક્રમથી પછીની કંપનીઓ હોય અને મલ્ટીકેપમાં આવતી હોય છે.
મ્યુચ્યુઅલફંડ હાઉસે લાર્જ કેપ મિડકેપ અને સ્મોલકેપ દરેકમાં એના કુલ રોકાણના 25% રોકાણ કરવું જરૂરી છે અને વધેલા 25% ફંડ મેનેજર પોતાની મરજી મુજબ અન્ય જગ્યાએ રોકાણ કરી શકે
બેલેન્સ ફંડ એટલે ડેબ્ટ અને ઇક્વિટીમાં સરખું રોકાણ અહી ફંડ મેનેજેર 60 ટકા અને 40 ટકા એમ ડેબ્ટ અને ઇક્વિટીમાં ફાળવી શકે જે ઇક્વિટી ફંડ કરતા ઓછું જોખમી કહેવાય.
સેક્ટોરીઅલ ફંડ એટલે કોઈએક ઇન્ડસ્ટ્રીની કંપનીઓમાં જ માત્ર રોકાણ થાય જેમકે ફાયનાન્સ કંપનીઓ કે સિમેન્ટ સેક્ટર કે FMCG સેક્ટર આમ સેક્ટર સ્પેસિફિક રોકાણ થાય. આમ સેક્ટર સ્પેસિફિક મ્યુચ્યુઅલફંડ સૌથી વધુ જોખમી છે કારણકે એક જ સેક્ટરમાં કઈ બધી જ કંપનીઓ સારું વળતર આપે એ શક્ય નથી અને જે થોડીઘણી સારું વળતર આપતી હોય એને સેક્ટરમાં મંદી હોય તો એ નડે અને વળતર પણ માર્યાદિત રહે. FMCG સેક્ટર સિમેન્ટ કરતા વધુ સલામત અને આમ સેક્ટર મુજબ પણ સલામતી જાણી શકાય.
ટૂંકમાં મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કરતી વખતે તમારે સૌથી પહેલા એ જોવાનું છે કે તમારો ઉદ્દેશ શું છે? એ લાંબાગાળાનો રીટાયમેન્ટ પ્લાન છે કે સંતાનના 10 વર્ષ પછીના શિક્ષણ માટે ભંડોળ જોઈએ છે કે ત્રણ વર્ષમાં કાર લેવી છે એ માટે પૈસા ભેગા કરો છો કે વિદેશ પ્રવાસ માટે પૈસા જોઈએ છે?
પાંચ વર્ષથી વધુ લાંબાગાળા માટે ઇક્વિટી ફંડ શ્રેઠ કારણકે ત્યાં 12% સુધીનું વળતર આસાનીથી છૂટી શકે જયારે ત્રણ વર્ષથી ઓછા સમય માટે ડેબ્ટફંડ યોગ્ય કારણકે ત્યાં જોખમ ઓછું અને વળતર બેંક ફિક્સ ડીપોઝીટ કરતા બે ટકા વધુ મળે છે. પરંતુ હા, જો તમે માત્ર એક લાખ કે ત્રણ લાખ જેટલી રકમ બે ટકા વધુ માટે મ્યુચ્યુઅલફંડના ડેબ્ટફંડમાં રોકો તો એ નજીવા વધારા માટે જોખમ વધુ કહેવાય આવા સંજોગોમાં બેંક ફિક્સ ડીપોઝીટ ઉત્તમ હા જો મોટી રકમ હોય જેમકે 10 લાખ તો બે ટકા 20,000 રૂપિયા થાય એથી જોખમ લઇ શકાય જે તમને એક વર્ષમાં વધુ મળે.
આપણે પાછલા લેખમાં જોયું કે મ્યુચ્યુઅલફંડમાં જોખમ છે પરંતુ હવે એના પ્રકારો જોતા ખ્યાલ આવશે કે જોખમ કેટલું ઘટે છે અને કયા પ્રકારમાં ઓછું જોખમ છે જેમકે અમુક ફંડ ડેબ્ટ ફંડ માત્ર સરકારી બોન્ડ્સમાં રોકાણ કરે તો એ સૌથી ઓછું જોખમી. અમુક ફંડ માત્ર ત્રિપલ એ રેટિંગના બોન્ડમાં રોકાણ કરે તો એ ઓછુ જોખમી.
મારા મતે તમારે સેક્ટોરીઅલ ફંડમાં રોકાણ ટાળવું જોઈએ અથવા એમાં તમને ગતાગમ પડતી હોય કે તમે એ સેક્ટરમાં ધંધો કરતા હોવ તો જ એમાં જોખમ લઇ શકાય અને ઇક્વિટી ફંડ બેસ્ટ અહી ઇક્વિટી ફંડમાં જેટલો લાંબો સમય રોકાણ તમે જાળવી રાખો એટલું વળતર વધારે મળે અને એ 10 વર્ષથી વધુ સમય માટે હોય તો અને ત્યારે સારા પ્રતિષ્ઠિત ફંડ હાઉસમાં 12% ગણીને ચાલી શકો
ડેબ્ટફંડનો એક જ ફાયદો કે એમાં લોકઇન પીરીયડ નથી હોતો અને ટૂંકાગાળામાં બે દિવસમાં તમે પૈસા પાછા મેળવી શકો જયારે ફિક્સ ડીપોઝીટમાં તમારા પૈસા લોકઇન થઇ જાય.
મારા મતે તમારે 10 વર્ષના ગળાથી વધુ સમય માટે રોકાણ કરવું હોય તો સીધા ઇક્વિટીમાં રોકાણ કરવું વધુ સારું કારણકે ત્યાં વળતર તમને 15% થી વધુ મળી રહે અને એક જ સ્ક્રીપ તમને મલ્ટીબેગર મળી રહે. આ માટે તમને નિષ્ણાત ફંડ મેનેજરની સલાહ લેવું પણ પરવડે કારણકે મ્યુચ્યુઅલફંડમાં પણ 2.5 ટકા સુધી ખર્ચ મ્યુચ્યુઅલફંડ હાઉસ કરે જ છે અને નિષ્ણાત ઇક્વિટી સલાહકારની ફી પણ ૨ ટકાથી વધુ નથી હોતી જેમ ફંડ વધુ એમ આ ટકા ઓછા એક ટકો પણ થઇ શકે.
ટૂંકમાં નિવૃત્તિ માટેના પ્લાનિંગ માટે સીધા ઇક્વિટીમાં રોકાણ કરતા શીખી જવું બહેતર એ તમે વીસ પચીચ્સ હજાર ગુમાવો તો જલ્દી શીખી જાઓ અને અને લાંબાગાળે સારું વળતર મેળવી શકો.
નિવૃતોએ કે જેમણે ઇક્વિટીમાં રોકાણ નથી કર્યું એમના માટે હું મ્યુચ્યુઅલ ફંડમાં અને એ પણ ઇક્વિટીમાં રોકાણ કરવાની સલાહ આપીશ એ પણ કુલ બચતના 20% થી 30% જેથી ટેક્સ બચે અને મોંઘવારી સામે ટક્કર ઝીલી શકાય એટલું વળતર મળે.
અહીં આપવામાં આવેલી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું અહીં આપેલી સલાહને પોતાના તરફથી કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.
eછાપું