સરળતા: ગેસનું સિલિન્ડર હવે માત્ર એક મિસ્ડ કોલથી શક્ય બનશે!

0
322
Photo Courtesy: New Indian Exresss

LPG ગેસ સિલિન્ડર ધારકો માટે એક નવીન સમાચાર; હવે મિસ્ડ કોલથી થઈ શકશે ગેસ સિલિન્ડર નું બુકિંગઆ ઉપરાંત ગેસ કનેક્શન ધારકો માટે જાણવા જેવી બીજી થોડી માહિતી.

નવી દિલ્હી: પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને સ્ટીલ મિનિસ્ટર શ્રી ધર્મેન્દ્ર પ્રધાને મિસ્ડ કોલથી થતા ગેસ સિલિન્ડર બુકિંગને તાજેતરમાં લોંચ કર્યું છે.

ઇન્ડિયન ઓઇલ ગેસના ગ્રાહકો 8454955555 નંબર પર મિસ્ડ કોલ કરીને રિફિલ માટે નોંધણી કરાવી શકશે.

“ભારતીય ડિજિટલ પ્રગતિનું એક નવું સોપાન સાથે ખૂલે છે.  ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત આ રીતે બુકિંગ કરાવી શકવું એક સિદ્ધિ છે.  સરકાર ટેકનોલોજી થકી દરેક નાગરિકને એક સમાન રીતે જ સેવા આપી શકે તેમજ સરળતાથી દરેક સેવા તેમના સુધી પહોંચે તે જ હેતુ છે.  આ નવી વ્યવસ્થા હાલ ભુવનેશ્વરમાં શરૂ કરાઇ છે પણ ટુંક સમયમાં તે આખા ભારત દેશમાં ઉપયોગમાં લઇ શકાશે.” શ્રી. પ્રધાને પત્રકારો સાથે ચર્ચા કરતાં જણાવ્યું હતું.

IVRS કરતાં આ મિસ્ડ કોલથી થતું બુકિંગ કઈ રીતે ચડિયાતું છે? નીચે ટાંકેલા કેટલાક મુદ્દાઓથી આ વાત સ્પષ્ટ થશે.

૧. ત્વરિત બુકિંગ થવાથી કોલ હોલ્ડ કરવો નહિ પડે અને ગ્રાહકનો સમય બચશે.

૨. કોઈ કોલ ચાર્જ લાગશે નહી જે IVRS માં  નોર્મલ દર પર લાગુ પડતો.

૩.જેમને IVRS થી બુક કરતાં તકલીફ પડતી હોય અથવા મોટી ઉંમર ના લોકોને આ પ્રશ્ન નડતો હોય તો હવે માત્ર મિસ્ડ કોલથી જ કામ પતી જશે.

૪. ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો ને સરળ પડશે.

વધુમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઉમેર્યું હતું કે LPG ને લગતી કામગીરીમાં આપણા દેશે ઘણી મંઝિલો પસાર કરી છે.  તેમને તમામ એજન્સીઓ અને વિક્રેતાઓને તાકીદ કરી છે કે સિલિન્ડર એક દિવસ નહી બલ્કે અમુક કલાકોમાં જ પહોંચી જાય તેવું શક્ય બનાવવાનું છે.

૧૯૫૫થી ૨૦૧૪ સુધીમાં આપણે ત્યાં લગભગ ૧૩ કરોડ લોકોને ગેસ કનેક્શન અપાયું છે. પણ છેલ્લા છ વર્ષ દરમ્યાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની મહેનત બાદ હાલમાં આ આંકડો ૩૦ કરોડ સુધી પહોંચ્યો છે જે સરકારની આ દિશામાં મહેનત અને ધગશ બતાવે છે.

સ્વચ્છ ઇંધણ મળે તેવા સરકારના આગ્રહને કારણે ગૃહિણીઓને બળ મળ્યું છે.

તમને ગમશે – આશીર્વાદ: ઉજ્જવલા યોજનાએ મહિલાઓની તંદુરસ્તીમાં નોંધપાત્ર સુધારો કર્યો

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here