રિલાયન્સ-જીઓ : મોબાઈલ ટાવરને થયેલા નુકસાન સામે કરશે કોર્ટ સમક્ષ અપીલ

0
279

પોતાના કોમ્યુનિકેશન ઇન્ફ્રાને પહોંચેલા નુકસાન સામે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કડકપણે ગુનેગારોને સજા મળે તે માટે સક્રિય બની છે

ચંડીગઢ: રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડ પંજાબ અને હરિયાણા કોર્ટ સમક્ષ પગલાં લેવા માટે અરજી કરશે.  તોફાની તત્વો દ્વારા થયેલા નુકસાનની સામે સરકારનો હસ્તક્ષેપ જરૂરી જણાય છે તેવું કંપની દ્વારા આજરોજ જાહેર કરાયું છે.

તાજેતરમાં કંપનીની મીડિયા સાથે થયેલી વાતચીત દરમિયાન બહાર આવ્યું છે કે ગુંડાગીરી અને મારામારી જેવા ત્રાસને કારણે પોતાના હજારોના સ્ટાફ સહિત કિંમતી તેવા કોમ્યુનિકેશન યુનિટ આખાને ભયમાં મુકાયા છે.  પંજાબ અને હરિયાણા ખાતેના સર્વિસ આઉટલેટને પણ અસર થઈ છે.

ખેતી વિષયક નવા ફાર્મ બિલના વિરોધમાં પંજાબના ખેડૂતોએ કરેલાં આંદોલનો દરમિયાન લગભગ ૧૫૦૦ જેટલા મોબાઈલ ટાવર અને ટેલિફોન ગિયરને નુકસાન થયાનું જાણવા મળ્યું છે.

નવેમ્બરમાં કેટલાક ખેડૂતોએ જબરદસ્તી કરીને અમુક રિલાયન્સ ફ્રેશ સ્ટોર્સને બંધ કરાવ્યા હતા.  ખેડૂતોને એવો ભય છે કે નવા ફાર્મ બિલ અંતર્ગત એમની જમીન જપ્ત થઈ જશે અને તે મોટા બિઝનેસ યુનિટને ફાળવાઈ જશે.

રિલાયન્સે એવો આરોપ મૂક્યો છે કે આ તમામ હિંસક ગતિવિધિઓ પાછળ કેટલાક પ્રતિસ્પર્ધીઓ અને પોતાનો ફાયદો હોય તેવા તત્વો જવાબદાર છે.

કોઈક ચોક્કસ તત્વોએ આ તોડફોડ નું ખૂબ વિકૃત, પ્રપંચી અને ભેદી કાર્ય હાથ ધર્યું છે અને ખેડૂતોની લડાઈને નામે નુકસાન પહોંચાડવું શરૂ કર્યું છે.

કંપની ઈચ્છે છે કે ગુનેગારને સજા મળવી જ જોઈએ જેથી આ બંને રાજ્યોમાં તે સરળતાથી કામ કરી શકે.

અમારી પાસે પાકી માહિતી છે જેનાથી સાબિત થાય છે કે દેશમાં ચર્ચિત બનેલા ત્રણ ફાર્મ બિલથી કંપનીને  કંઈ લેવાદેવા નથી અને અન્ય કોઈ રીતે  ફાયદો થવાનો નથી. અને અમે આ વાત માનનીય કોર્ટ સમક્ષ મૂકી જ છે.

આ રીતે અમારાં નામની સંડોવણી કરી અમારા બિઝનેસ અને નામને નુકસાન પહોંચાડે તેવું આ ષડયંત્ર છે.

૨૫ નવેમ્બરે દિલ્હીથી જાહેર થયેલા ત્રણ ફાર્મ બિલને લઇને ખેડૂતોએ, ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં ધારણા ધર્યાં છે.  આ ફાર્મ બિલ અમલી ના બને તથા MSP સિસ્ટમ ચાલુ રહે તેવી તેમની માંગ છે.

રિલાયન્સ પોતે ખેડૂતોના અધિકાર મજબૂત બને અને કોર્પોરેટ ફાર્મિંગ થાય એ માટે કરાર કરવા પણ તૈયાર છે.  કોઈ જાતના કોર્પોરેટ અથવા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે જમીનની ખરીદી અંગે કંપનીએ ક્યારેય પ્રયત્ન કર્યો નથી એમ જણાવવામાં આવ્યું હતું.

કંપની ખેડૂતો પાસેથી સીધી કોઈ ખરીદી કરતી નથી અને MSP અથવા અન્ય સરકારી ધોરણો મુજબ જ ખરીદી કરે છે. સસ્તા ભાવે ખરીદી કરી ફાયદો કરવા કોઈ કામ કંપનીએ કર્યું નથી અને કરશે પણ નહી તેવી ખાતરી અપાઈ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here