બોર્ડર–ગાવસ્કર ટ્રોફી: લોકેશ રાહુલ ઈજાગ્રસ્ત; ઘરે પરત આવશે

0
331
Photo Courtesy: DNA India

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી બોર્ડર–ગાવસ્કર ટ્રોફીના મધ્યાન્હે ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન લોકેશ રાહુલ એટલેકે કે એલ રાહુલ કાંડાની ઈજા થવાથી પ્રવાસ અડધે મુકીને ભારત રવાના થશે.

મેલબર્ન: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બે ટેસ્ટ મેચો હજી રમાવાની બાકી છે એવામાં ભારતના આધારભૂત બેટ્સમેન લોકેશ રાહુલ (કે એલ રાહુલ) ઈજાગ્રસ્ત થયો છે અને ભારત પરત ફરી રહ્યો છે. મળતાં સમાચાર અનુસાર ગત શનિવારે મેલબર્નના પ્રખ્યાત MCG એટલેકે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નેટ પ્રેક્ટિસ કરતી વખતે રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો.

થોડાં સમય અગાઉ BCCIએ આ બાબતે એક નિવેદન પ્રકાશિત કર્યું છે જે આ મુજબ છે;

જાન્યુઆરી 05, 2021

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 2020-21

કે એલ રાહુલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાંથી બહાર

શનિવારે ટિમ ઇન્ડિયાના MCG ખાતે નેટ પ્રેક્ટીસ સેશન દરમ્યાન કે એલ રાહુલના કાંડામાં મચકોડ આવી ગઈ છે. વિકેટકિપર બેટ્સમેન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની અગામી બે મેચ માટે ઉપલબ્ધ નહીં હોય કારણકે તેને ઈજામુક્ત થતા તેમજ સંપૂર્ણપણે ફિટ થતાં લગભગ ત્રણ અઠવાડિયાનો સમય લાગશે.

પોતાની ઈજાની વધુ સારવાર માટે હવે તે ભારત પરત થશે અને ત્યારબાદ નેશનલ ક્રિકેટ એકેડમી બેંગલુરુ ખાતે જશે.

લોકેશ રાહુલ ભલે ટીમ છોડીને સ્વદેશ પરત થઇ રહ્યો હોય પરંતુ તેનાથી ટિમ ઇન્ડિયાને કોઈ ખાસ તકલીફ પડશે એવું હાલમાં નથી લાગતું. રાહુલ અત્યારસુધીમાં રમાયેલી બંને ટેસ્ટમાંથી એક પણ ટેસ્ટમાં રમ્યો નથી.

આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીના પૈતૃક રજા અર્થે ભારત પરત ફર્યા બાદ ઉપકપ્તાન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે અને આવતીકાલથી શરુ થનારી સિડની ટેસ્ટ માટે તે ઉપલબ્ધ છે.

તમને ગમશે: વિરાટ કોહલીની પિતૃત્વ રજાને વિવાદમાં ઘસેડવી જરૂરી છે?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here