હેલ્થ: રાત્રે ઊંઘ સારી આવે તે માટે કસરતો કરવાનો યોગ્ય સમય

0
299
Photo Courtesy: topsante.com

શારીરિક તંદુરસ્તી અને સારી ઊંઘ બંને માટે જરૂરી છે યોગ્ય કસરત.  હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે ફિટનેસ અને વાયરસનો ડર બંને વચ્ચે કેમ બેલેન્સ કરવું તે પ્રશ્ન છે. સાથેજ  જો સમય અનુકૂળ પડે તો વર્કઆઉટ શેડ્યુલ બનાવવા માટે અત્યારે જ તક છે કેમકે ઘણાં લોકો હજુ પણ ઘરે રહી કામ કરી રહ્યા છે.  હકીકત એ છે કે કયા સમયે કઈ કસરતો કરીએ છીએ તે આપાણી ઊંઘ પર અસર કરે છે.

સારી ઊંઘ ક્યારે આવે?

જો કે આ માટેનો કોઈ રામબાણ ઈલાજ હજુ સુધી શોધાયો નથી પણ કેટલીક કસરતો ચોક્કસપણે આપણી ઊંઘને આકાર આપી શકે.  થોડી એરોબેટિક એક્સરસાઇઝ ગાઢ ઊંઘમાં વધારો કરે છે.  શરીરને અંદરથી રિલેક્સ કરવા માટે તે સહાય કરી શકે છે.

ઊંઘની અસર માણસના મૂડ પર અને માનસિક શાંતિ પર પણ પડે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે કસરત કરતા હોઇએ ત્યારે શરીરના તાપમાનમાં થતો વધારો અને એથી થતો પરસેવો પણ ઊંઘ પર અસર પડી શકે છે.

કયા સમયે કસરતો કરશો જેથી ઊંઘ પર પોઝીટીવ અસર પડે?

બહુ વહેલી સવારે કસરત કરવાથી શરીરનું તાપમાન ખાસ વધતું નથી અને તેથી તે ઊંઘ વધારવા માટે ખાસ ફાયદો કરતી નથી.  એ જ રીતે સૂતા પહેલાં કરેલી કસરત પણ શરીરની ઘડિયાળ વિખેરી નાખે છે.

સરવાળે દિવસના મધ્ય ભાગમાં જો વ્યાયામ કરવામાં આવે તો ફાયદો થાય છે.  જો બપોરે વ્યાયામ કરીએ તો શરીરનું તાપમાન યોગ્ય ઊંચાઈએ પહોંચી પછી સૂવાનો સમય થાય તે પહેલાં નીચું પણ આવી જાય છે. સાંજના સમયે કસરતો કરવાથી એ ઊંઘ પર વિપરીત અસર કરે છે.  તેનું કારણ તાપમાન માં થતી વધઘટ માટે ઓછો સમય અને નર્વસ સિસ્ટમને શાંત પાડવા માટે પણ.

જો કે થોડી હળવી કસરતો સૂતા પહેલા કરવાથી સારી અસર પડી શકે છે.  દિવસના કોઈ પણ ભાગમાં કરેલી વેઈટ ટ્રેનિંગ ઊંઘ ને સારી બનાવે છે. કાર્ડિયો કરતાં આ વ્યાયામ ઊંઘના સમય પહેલા કરીએ તો પણ સારી રહે છે.  માંસપેશીઓને સરખી કરવા પણ આ વેઇટ ટ્રેનિંગ પછીની ઊંઘ સારું પરિણામ આપે છે.

આમ છતાં તમે જાતે જ તમારા શરીરને સમજી શકો છો.  સવારે વહેલા ઉઠવાની ટેવ હોય તો સવારે જ કસરત કરવી યોગ્ય છે.  મોડાં ઉઠવાની આદત હોય તો સાંજે અમુક પ્રકારની  કસરતો કરવી.  ક્યારે વ્યાયામ કરવાથી સારું રહે છે તે થોડા પ્રયોગો પછી કદાચ વધુ સારી રીતે જાણી શકાય.

તમને ગમશે: દિવસભરની રઝળપાટ બાદ રાત્રે શરીરમાં ઊંઘ દરમિયાન શું થતું હોય છે?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here