નિબંધ: આવી શિયાળાની ઋતુ આવી; સાથે સાથે સ્ફૂર્તિ પણ લાવી!

2
885
Photo Courtesy: India.com

અરે! આ આવ્યો ઓશિયાળો શિયાળો .. તમને થશે કે ઓશિયાળો કેમ કીધું ???? હા તો કોઈ બહાર ન દેખાય .. કોઈના અણસાર સુદ્ધાં ન વર્તાય એટલે ઓશિયાળો જ ગણાય ને .. ના પણ મને તો ગમે છે હો શિયાળો .. એમાંય શિયાળાની સવાર .. સોનેરી કિરણોની ઝાંખી એ જાણે પૃથ્વીના માનસપટ પર સામ્રાજ્ય સ્થાપ્યું ..

શિયાળાની સવારની વાત જ નિરાળી હોય .. રસોડે ચા ની મહેક અને એજ કપ જ્યારે હાથમાં આવે ત્યારે ક્ષણિકમાં ચા ના ચોસલા પડે એવી હાલત માટે શિયાળો જ જવાબદાર .. પણ મોસમ મજાની ..

નાના હતા ત્યારની એક વાર્તા યાદ આવે .. સૂર્ય અને શિયાળુ પવનની .. બે વચ્ચે થઈ હરીફાઈ .. રસ્તે જતાં એક મુસાફરની શાલ કોણ કઢાવે .. સૂર્ય એ જોર કર્યું ખૂબ તપ્યો ..

ગરમી લાગવા માંડતા પેલા મુસાફરે શાલ કાઢી નાખી .. વારો આવ્યો પવનનો .. એણે ખૂબ જોરથી ફુંકાવાનું શરૂ કર્યું .. પેલા મુસાફરને ઠંડી લાગતાં એણે ફરી શાલ ઓઢી લીધી .. આવી નાની નાની વાતો ઋતુઓ સાથે સંકળાયેલી મળે ..

શિયાળની ઋતુમાં વસાણાં ખાવાની મજા જ કાંઈક અલગ છે .. ગુંદરપાક, મેથીપાક, અડદિયા .. હાય ! પાણી આવી જાય .. વળી બધા શાકના સમન્વયમાં ઊંધિયું બને .. આ નામ ઊંધિયું પણ ભલભલા સીધા થઈને ખાય પ્રેમથી ..

શિયાળાની આવી ખુશખુશાલ ઋતુમાં મને એક કવિની કવિતા યાદ આવે :-

પરમમિત્ર શિયાળાએ એના એલચી ધુમ્મસને પાઠવ્યો છે

  ઘણીવખત ઝાકળના માધ્યમથી પત્રવ્યવ્હાર કર્યો છે

  સહેજ અટવાયો મલકાયો ઠૂઠવાયો .. પછી વંચાયો

  મિત્રતાનો માળો શિયાળો જ કહેવાયો.

આમ તો શિયાળો મોટાભાગની વ્યક્તિ માટે મહાભારત નું સંગ્રામ છે .. વહેલી સવારે કૃષ્ણરૂપી રજાઈ અને અર્જુનરૂપી મનુષ્ય વચ્ચે સંગ્રામ ચાલતો હોય .. હાહાહા સમજી ગયા ને .. ઊઠવુંજ ન ગમે ..

કાવો પીવાની મજા જ કાઈક અલગ હોય .. વહેલી સવારની કસરત આખા દિવસની સ્ફૂર્તિ પ્રેરક હોય છે ..

 Spring, Summer and Fall

                     Fill us with hope ;

  Winter alone reminds us

                     Of the human condition.

તો ચાલો માણીએ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી થી ભરેલી સવાર ને.. ..

તાજગીનો અને સ્ફુરતીનો સમુહ શિયાળો સર્વ ને મુબારક ..

લેખન: પૃથા મંકોડી

તમને ગમશે: શિયાળામાં વહેલી સવારે મીઠી ઊંઘ છોડી કસરત કરવાના એકદમ સરળ ઉપાયો

eછાપું

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here