ચાપલુસી: સોનિયા ગાંધી અને માયાવતીને ભારત રત્ન આપવામાં આવે

0
333

કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે ભારત સરકાર સમક્ષ માંગણી કરી છે કે કાર્યકારી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીને ભારત રત્ન આપવામાં આવે.

દહેરાદૂન: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ તેમજ ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે ભારત સરકાર પાસે વિચિત્ર માંગણી કરતા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીને ભારત રત્ન આપવાની માંગણી કરી છે.

ફેસબુક પર પોતાની માંગણી રાખતા હરીશ રાવતે કહ્યું છે કે સોનિયા ગાંધી અને માયાવતીએ મહિલા સશક્તિકરણ માટે બહુ મોટું યોગદાન આપ્યું છે.

રાવતે લખ્યું હતું કે આદરણીય સોનિયા ગાંધી જી તેમજ સન્માનીય બહેન માયાવતી બંને પ્રખર રાજનૈતિક વ્યક્તિત્વ છે. તમે તેમના રાજકારણથી સહમત અથવાતો અસહમત હોઈ શકો છહો પરંતુ તમે એ હકીકત સાથે ઇનકાર નથી કરી શકતા કે સોનિયાજીએ ભારતીય મહિલાની ગરીમા અને સમાજીક સમર્પણ તેમજ જનસેવાના માપદંડોને નવી ઉંચાઈ તેમજ ગરીમા પ્રદાન કર્યા છે.  આજે તેમને ભારતના નારીત્વના ગૌરવશાળી સ્વરૂપ માનવામાં આવી રહ્યા છે.

સુશ્રી માયાવતીજીએ વર્ષોથી પીડિત અને શોષિત લોકોના મનમાં એક અદભુત વિશ્વાસનો સંચાર કર્યો છે, આથી ભારત સરકારે આ બંને વ્યક્તિત્વને આ વર્ષનો ભારત રત્ન આપીને સન્માનિત કરવા જોઈએ.

જો કે હરીશ રાવતની આ માંગણીને ઉત્તરાખંડ પ્રદેશ બહુજન સમાજ પાર્ટીએ ફગાવી દીધી હતી અને તેને જનતાને બેવકૂફ બનવાની ટેક્નિક ગણાવી હતી.

તો ભાજપાના ઉત્તરાખંડ પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ મિડિયા પ્રભારી ડૉ દેવેન્દ્ર ભસીને કહ્યું છે કે સોનિયા ગાંધીને ભારત રત્ન આપવાની માંગણી કરીને શું રાવત એમ ઈચ્છે છે કે આ સન્માન કોઈ એવી વ્યક્તિને આપવું જોઈએ જે જામીન પર બહાર ફરી રહી છે?

ભસીને ઉમેર્યું હતું કે આ પ્રકારની માંગણી કરીને તેઓ કેવા પ્રકારનો ચીલો ચાતરવા માંગે છે? આમ થવું શક્ય નથી.

તમને ગમશે: બેજવાબદાર નેતાઓ પર પ્રતિબંધ યોગ્ય પરંતુ ભેદભાવ નહીં!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here