ફરિયાદ: સોનુ સુદ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાનો આરોપ

0
276
Photo Courtesy: DNA India

લોકડાઉન દરમ્યાન પ્રવાસી મજૂરોને પોતપોતાને ગામ પહોંચાડીને લોકપ્રિયતા હાંસલ કરનારા બોલિવુડ એક્ટર સોનુ સુદ પર BMCએ કાર્યવાહી કરી છે અને પોલીસ ફરિયાદ કરી છે.

મુંબઈ: આજે બૃહ્નમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા એક્ટર સોનુ સુદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.

સોનુ સુદ પર આક્ષેપ છે કે તેણે તેના છ માળના આવાસીય બિલ્ડીંગને હોટલમાં વગર મંજૂરી મેળવે પરિવર્તિત કરી દીધી છે.

સોનુ સુદનું આ આવાસીય બિલ્ડીંગ મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલું છે.

BMCએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે

તપાસ બાદ એવું જોવા મળ્યું છે કે સોનુ સુદે જમીનના માલિક તરીકે મંજૂરી મળેલી શરત કરતાં અલગ બાંધકામ કર્યું છે. આ બાંધકામમાં મંજૂરી મળેલા પ્લાન કરતાં અલગ બાંધકામ અથવા ફેરફાર કરીને રહેવાસીમાંથી રહેવાસી હોટેલ બનાવી છે જેની ટેક્નિકલ અધિકૃત સંસ્થા પાસેથી મંજૂરી લેવામાં આવી નથી.

ફરિયાદમાં એમ પણ લખવામાં આવ્યું છે કે ગયે વર્ષે આ બાબતે સોનુ સુદને નોટીસ ફટકારવામાં આવી હોવા છતાં તેણે આ બાંધકામ ચાલુ રાખ્યું છે.

સોનુ સુદે આ આરોપોનું ખંડન કરતા કહ્યું છે કે તેણે BMC પાસેથી જરૂરી મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરુ કરી દીધી હતી અને તેને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટી પાસેથી જરૂરી પ્રકિયામાંથી પસાર થવાનું બાકી હતું પરંતુ COVID 19ને કારણે તેમાં વાર લાગી રહી છે.

સોનુ સુદે ઉમેર્યું હતું કે જો તેને આ અંગે જરૂરી મંજૂરી નહીં મળે તો તે ફરીથી હોટલને આવાસીય બાંધકામમાં પરિવર્તિત કરી દેશે.

સોનુ સુદે BMCના નિર્ણય વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરવાનો પણ નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું છે.

તમને ગમશે – સોનુ સૂદ: સવારે સામનામાં ટીકા અને સાંજે માતોશ્રીમાં સામનો

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here