ફુલાય પિંજારા: બોરિસ જોહન્સનના રદ્દ થયેલા પ્રવાસને જીત ગણાવતા ખેડૂત નેતાઓ

0
265

યુકેના વડાપ્રધાન બોરિસ જોહન્સનનો આગામી ભારત પ્રવાસ રદ્દ થયો છે. રદ્દ થયેલા આ પ્રવાસ પાછળનું કારણ દીવા જેવું સ્પષ્ટ છે કે જોહન્સન તેમના દેશમાં કોરોનાના મળેલા નવા પ્રકારને રોકવા ભારત નથી આવી રહ્યાં પરંતુ દિલ્હીને બાનમાં લઈને બેસેલા પંજાબના ખેડૂત નેતાઓ તેને પોતાની જીત માની રહ્યા છે.

નવી દિલ્હી: થોડા દિવસ અગાઉ યુકેમાં કોરોના મહામારીનો નવો પ્રકાર સામે આવ્યો હતો અને વડાપ્રધાન બોરિસ જોહન્સને યુકેમાં મધ્ય ફેબ્રુઆરી સુધી ચાલનાર નવું લોકડાઉન અમલમાં મૂકી દીધું હતું.

નવા કોરોનાનો ફેલાવો ઝડપથી સમગ્ર યુકેમાં થવા લાગતાં બોરિસ જોહન્સને પોતાનો ભારત પ્રવાસ રદ્દ કરી દીધો હતો.

જોહન્સન આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડ સમયે મુખ્ય મહેમાન હતાં.

પરંતુ દેશની રાજધાની દિલ્હીને છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી બાનમાં લઈને બેસેલા પંજાબના ખેડૂતોના આગેવાનોએ બોરિસ જોહન્સનની રદ્દ થયેલી ભારત યાત્રાને પોતાની ‘રાજકીય જીત’ ગણાવી છે.

સંયુક્ત કિસાન મોરચાના એક નિવેદન અનુસાર તેઓ 26મી જાન્યુઆરીએ નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર પોતાની ટ્રેક્ટર રેલીનું આયોજન ચાલુ રહેશે અને તેમના કહેવા અનુસાર બ્રિટીશ વડાપ્રધાને તેમનો ભારતનો પ્રવાસ પોતાના મોરચાની તૈયારીઓને ધ્યાનમાં લઈને રદ્દ કર્યો છે.

વડાપ્રધાન બોરિસ જોહન્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તેમણે પોતાના દેશમાં રસીકરણ અને અન્ય બાબતો પર ધ્યાન રાખવાનું હોવાથી તેઓ ભારતની  મુલાકાત લેવા માટે અસમર્થ છે.

જોહન્સને એમ પણ ઉમેર્યું હતું કે તેઓ આ વર્ષના પ્રથમ ભાગમાં G7ની બેઠકમાં ભાગ લેવા પહેલાં જ ભારતની મુલાકાત લેશે.

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હિસ્સો લેવાનાં છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here