આતુરતાનો અંત: KGF ચેપ્ટર 2ના ટીઝરનો સમય જાહેર કરવામાં આવ્યો

0
277
Photo Courtesy: Times of India

જે ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે KGF ચેપ્ટર 2ના ટીઝરનો સમય સોશિયલ મિડિયામાં જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ બોલિવુડ અભિનેતા સંજય દત્ત છે.

બેંગલુરુ: કન્નડ ફિલ્મોમાં એક નવો જ ઈતિહાસ રચનાર ફિલ્મ KGFની સિક્વલ બહુ જલ્દીથી સિનેમાગૃહોમાં આવી રહી છે.

આ સિક્વલને KGF ચેપ્ટર 2 નામ આપવામાં આવ્યું છે.

સિક્વલના પહેલા ભાગને બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મળી હતી એટલુંજ નહીં તેનું હિન્દી ડબ કરેલું વર્ઝન પણ ખૂબ સફળ રહ્યું હતું.

થોડા દિવસો અગાઉ KGF ચેપ્ટર 2ના ટીઝરને રિલીઝ કરવાની તારીખ જાહેર કરવામાં આવી હતી, આ તારીખ 8 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી જે આવતીકાલે છે.

હવે આજે આ ટીઝરને રિલીઝ કરવાનો સમય પણ આજે નક્કી કરી દેવામાં આવ્યો છે.

આવતીકાલે KGF ચેપ્ટર 2નું ટીઝર સવારે 10.18 વાગ્યે રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મમાં અધીરાની મહત્ત્વની ભૂમિકા ભજવનાર સંજય દત્તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ બાબતની જાહેરાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sanjay Dutt (@duttsanjay)

KGF ચેપ્ટર 2માં સંજય દત્ત ઉપરાંત અભિનેતા યશ તેમજ રવિના ટંડનની મુખ્ય ભૂમિકાઓ છે અને તેનું નિર્દેશન પ્રશાંત નીલે કર્યું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here