ભણવાની કોઈ ઉમર નથી હોતી-73 વર્ષે કંપની સેક્રેટરીની પરીક્ષા આપી

1
298
Photo Courtesy: Gira Pathak

1947 ભારતની આઝાદીનું વર્ષ,  ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા અને જવાહરલાલ નેહરુ આઝાદ ભારતના પેહલા પ્રાઈમ મીનીસ્ટર બન્યા. જોગાનુજોગ નેહરુજીના જન્મદિવસ (બાદમાં બાળદિન)ના દિવસે જ તેમનો જન્મ થયો. તેમનું નામ નલિનભાઈ

તેમનુ બાળપણ ખુબ કપરું રહ્યું. ઘરમાં 5 ભાઈ, નોકરી કરતી મા. ઘણીવાર ભૂખને પાણી પી ને મારવી પડતી તેવા સંજોગોમાં બાળપણ વીત્યું. નાની ઉમરે જ પૈસાની જરૂરિયાત સમજાઈ ગયેલી. એ પણ સમજાયું કે નોકરી કરવા માટે ભણવું પડશે. સવારે છાપા નાખવા જવાનું કામ કરતા અને બાકીના સમયમાં ભણવાનું. ભાવનગરમાં એક કંપનીમાં ગ્રેજ્યુએશન પછી નોકરી મળી ગઈ. મહીને પગાર આવવા લાગ્યો. જે ત્યારે બહુ સારો લાગતો. કંપનીમાં ધીમે ધીમે ધ્યાન આપીને કામ કરવા લાગ્યા. વધુ ભણવું છે એમ વિચારી ને ઇન્ટર C.A. ની પરીક્ષા આપી. પણ નોકરીની સાથે ઘણો મોટો કોર્સ હતો જે પૂરો થઇ ન શક્યો અને ઈચ્છા મનમાં રહી ગઈ.

વર્ષ 1979માં તેમના લગ્ન થયા. અને ધીમે ધીમે પોતાનો સંસાર શરુ કર્યો. પત્ની પણ સામે એવી જ મળી જેને ભણવાની મહત્તા ખબર હતી. પોતાની પત્નીને વધુ ભણવા માટે encorage કરી. પત્ની માત્ર ઘરના કામ માટે જ હોય તેવી વિચાર ધારા થી અલગ વિચારતા હતા. ઘણીવાર પત્ની ભણવા બેસે તો તેને ચા નો પ્યાલો આપતા. 80ના દાયકામાં આવી વિચારધારા સાથે અલગથી રેહવું અઘરું હતું પણ તોય તેઓ હમેશા દરેક સંઘર્ષ માટે તૈયાર રેહતા. અને આવા વિચારો આપનાર તેમના પત્ની જ હતા તેવું તે આજે પણ સ્વીકારે છે! જીવનની દરેક સારી કે ખરાબ બાબતોમાં હમેશા તેઓ સાથે જ હોય. બંનેને એકબીજા સાથે મતભેદ ઘણા થાય પણ ક્યારેય મનભેદ થયો નથી.

ધીમે ધીમે પોતાના વિચારોને પાંખ આપવા 90ના દાયકામાં અમદાવાદ આવ્યા. થોડા થોડા પૈસા ભેગા કરીને પોતાનું મકાન લીધું. મેહનત કરવા માટે હમેશા તૈયાર. એકસાથે બે જગ્યા પર એકાઉન્ટ લખવા જતા. પેલી મનની ઈચ્છા ઘરની જવાબદારી નિભાવવામાં ક્યાંક એક ખૂણા માં દબાઈ ગઈ.

પોતાના અધૂરા સપના પોતાના સંતાન પુરા કરે તેવું દરેક માં બાપ ઈચ્છતા હોય છે, પણ તેમણે ક્યારેય પોતાના સંતાન ને દબાણ ન કર્યું. પોતાની દરેક જવાબદારી નિભાવી અને જયારે એ જવાબદારી માંથી મુક્ત થયા ત્યારે તેમને તેમના વિષે વિચારવાનો સમય મળ્યો. પણ

કુદરત કઈંક જુદું વિચારી રહી હતી. તેમને બેલ્સ પાલ્સી નામનો રોગ થયો. આ રોગ એક ન્યુરોલોજીકલ ડીસઓર્ડર છે. જેમાંથી રીકવર થતા તેમને લગભગ 6 મહિના જેટલો સમય થયો. શરીરમાં મોઢાનો એક બાજુ ના ભાગમાં પેરાલીસીસ ની અસર થાય છે. મક્કમ મનોબળ સાથે તેઓ આ રોગમાંથી રીકવર થયા.

કેહવાય છે ને કે , What you are seeking is seeking you ! – Rumi

દરેક વ્યક્તિ ધડપણમાં એવું વિચારે છે કે અમે આવું ન કરી શક્યા પણ તેમને અફસોસ નહતો કરવો. તેમણે નક્કી કર્યું કે કઈ પણ થાય ભણવું  જ છે.પોતાની ભણવાની અધુરી ઈચ્છા, પોતાનું સપનું પૂરું કરવા 73 વર્ષે કંપની સેક્રેટરીની પરીક્ષાનું ફોર્મ ભર્યું. ઘડપણમાં શારીરિક તકલીફો હોવાની જ પણ તોય પુસ્તકો લાવી અને વાંચવાનું શરુ કર્યું.

આટલા વર્ષે  ભણવાનું યાદ નહતું રેહતું પણ  હિમત હાર્યા વગર ફરી ભણ્યા. જયારે પરીક્ષાનો દિવસ આવ્યો ત્યારે નર્વસ પણ થયા. પરીક્ષા સેન્ટરમાં ૩ કલાક બેસીને પેપર લખ્યો. આ એક અસામાન્ય લાગતી વાત હતી.

સીનીયર સીટીઝન તરીકે આ એક સિદ્ધિ છે.

eછાપું

1 COMMENT

  1. ઘણી બધી આવી સામાન્ય લાગતી વાતો પોતાની અંદર જ અસામાન્ય હોઈ છે…જેના સપના અધૂરા રહી ગયા હોય એજ સમજી શકે કે 73 વર્ષે આવી હિંમત રાખવી એ ઘણી મોટીવેશનલ વાત છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here