ફંડમાં રોકાણ કેમ કરવું? મ્યુચ્યુઅલફંડ ડીસ્ટ્રીબ્યુટર, સલાહકાર કે ડાયરેક્ટ?

0
358
The Economic Times

મ્યુચ્યુઅલફંડના જુદાં જુદાં પ્રકારો જેવાકે ડેબ્ટફંડ, ઇક્વિટીફંડ, સેકટોરીયલફંડ. ઇન્ડેક્સફંડ, અને એમાં પણ પાછાં પેટા વિભાગો આમ મુખ્ય ૨૧ પ્રકારના ફંડ છે તો એમાં કેવા ફંડમાં રોકાણ કરવું એની પસંદગી કઈ રીતે કરવી ?

આ માટે ત્રણ મુખ્ય રસ્તા છે એક તો મ્યુચ્યુઅલફંડના ડીસ્ટ્રીબ્યુટર મારફત. તો ડીસ્ટ્રીબ્યુટર એટલે શું?

ડીસ્ટ્રીબ્યુટર એટલે ફંડ હાઉસના એજન્ટ. તમે એમના દ્વારા રોકાણ કરો તો ફંડ હાઉસ એમને એના પર કમીશન આપે અને એથી એ તમારી પાસે કોઈ ચાર્જ ના લે. આ ડીસ્ટ્રીબ્યુટર સેબી રજીસ્ટ્રેશન ધરાવતા હોય છે એ માટે એમણે સેબીની એક પરીક્ષા ફરજીયાત આપવી પડતી હોય છે. તો હવે પ્રશ્ન એ થાય કે શું તેઓ સાચી સલાહ આપશે? કે જ્યાં વધુ કમીશન મળે એમાં જ રોકાણ કરાવશે?

હવે સેબીએ આ કમીશન પર બંધનો મુક્યા છે એથી તમામ ફંડ હાઉસના કમિશનના દર સરખા છે એથી વધુ કમીશન કમાવવા તમને પોતાની સ્કીમ ગળામાં પધરાવી દે એ શક્યતા ઘટી ગઈ છે. વળી જયારે તેઓ કયા ફંડમાં રોકાણ કરવું એ સમજાવતા હોય ત્યારે જો તમે સારી રીતે સમજો તો આપમેળે જ એમની નિષ્ઠાની જાણ તમને થઇ જાય એથી તમે એને બદલી પણ શકો અથવા એક પાસે સમજી બીજા મારફત રોકાણ કરી શકો.

આમ આ ભય કે તેઓ ખોટા ફંડ ગળામાં ભેરવી દેશે એની શક્યતા ઘટી ગઈ છે કહો નહીવત થઇ ગઈ છે. હા શક્ય છે એ તમને વારંવાર રીશફલ કરવા કહે પરંતુ ત્યાં પણ એથી એની આવકમાં ઝાઝો ફરક નથી પડતો અને આખરે એ જેટલો વધુ વિશ્વાસ તમારો મેળવે એટલો એનો ધંધો વધુ ચાલશે એથી એ હંમેશા ખોટું કરતા પહેલા દસ વખત વિચારશે.

હા અહી તમારી શંકાઓ અને સવાલો વારંવાર પૂછી સમાધાન મેળવવું એ તમારું કામ. માટે રોકાણના જોખમો એમાં રીટર્ન એમાં લીક્વિડીટી ડેબ્ટ ફંડ એટલે શું? ઇક્વિટી ફંડ એટલે શું? જેવા અનેક સવાલો પૂછી શંકાનું સમાધાન કરો તો તમને આપમેળે જ યોગ્ય અને નિષ્ણાત માર્ગદર્શન મળી રહે. તમે એમને એમ પણ પૂછી શકો કે આ અમુક ફંડ હાઉસ જ કેમ? બીજો કેમ નહિ? તો એ તમામ ફંડ હાઉસના પરફોર્મન્સ તમને જણાવી શકશે? હવે આ તમામ માહિતીઓ એના મોબાઈલ પર એને હાથવગી હોય છે. એથી તમને એમની પાસે પણ સાચી માહિતીઓ મળી રહે છે.

મ્યુચ્યુઅલફંડ સલાહકાર એ જે તમારી પાસે સલાહ આપવાની ફી લે અને ફંડ હાઉસ પાસે કમીશન નહિ લેતા હોય આ સલાહકારો પણ સેબી રજીસ્ટ્રેશન ધરાવતા હોય છે અને ના પણ ધરાવે કારણકે સલાહ તો કોઈ પણ આપી શકે. ઘણીવાર આ સલાહકારો કંપની સાથે સંકળાયેલા હોય જે કંપની રજીસ્ટ્રેશન ધરાવતી હોય ટીવી પર દેખાતા નિષ્ણાત સલાહકારો મોટેભાગે કોઈને કોઈ કંપની સાથે સંકળાયેલા હોય છે અથવા એમની પોતાની કંપની હોઈ શકે. આ સલાહકારો તમારી રિસ્ક પ્રોફાઈલ સમજી કૌટુંબિક જવાબદારી સમજી તમારા ગોલ એટલેકે લક્ષ્ય સમજી એની અનુસાર જો સલાહ આપે તો એ સારા સલાહકારો કહી શકાય.

ડાયરેક્ટ રોકાણ એટલે તમે જાતે સમજી ગુગલ પર જઈ રીસર્ચ કરી યુટ્યુબ પર જાણી સમજી રોકાણ કરો તો આહી ઓનલાઈન રોકાણ પણ કરી શકો તો અને ત્યારે તમારે વધુ રીસર્ચ કરવું પડે વધુ માહિતીઓ મેળવવી પડે.

હવે તમે પ્રશ્ન પૂછશો કે કઈ રીતે રોકાણ કરવું સારું ?

તો મારો જવાબ છે કે જો તમે કમીશન બચાવવા સીધા રોકાણ કરો તો એ તમારી ભૂલ છે કારણકે ફંડ હાઉસને અમુક ટકા આશરે ૨.૫ ટકા ખર્ચ કરવાની પરવાનગી હોય છે એથી કોઈપણ રીતે એ એ ખર્ચ કરતી જ હોય પગાર પેઠે સોફ્ટવેર પાછળ ઓફીસ ભાડા પેઠે વગેરે એથી આડકતરી રીતે તમને એમાં કોઈ ફાયદો થતો નથી. માટે કમીશન બચાવવા સીધું રોકાણ એ મૂર્ખતા છે. સલાહકાર જોડે ફીમાં બાંધછોડ કરી શકાય જયારે ડીસ્ટ્રીબ્યુટર પાસે એ શક્ય નથી પરંતુ અહી પણ સલાહકારની ફી પર પણ સેબીની માર્ગદર્શિકા છે અને એ .૫૦ ટકા અડધો ટકો થી એક ટકા જેટલી હોય છે અને ડીસ્ટ્રીબ્યુટર તરીકે પણ એટલું જ કમીશન મળતું હોય છે ફરક એ જ કે કોણ ફી આપે છે.

હવે એ જુઓ કે તમે કમીશન પેઠે કે ફી પેઠે ખર્ચ કર્યા બાદ કેટલા ટકા વળતર છૂટે છે? શેરમાં પણ દલાલનું કમીશન લાગે જ છે. આમ જો નિષ્ણાતની સલાહથી પૈસા ની સલામતી વધે છે અને વળતર વધે છે આમ બંને રીતે ફાયદો થાય છે.

આજે જેમ ડોકટરની જેમ આ રોકાણ સલાહકારો ફાવે તેવી ફી લઇ શકતા નથી કારણકે તો કોઈ એમની પાસે જાય જ નહિ. પરંતુ આજે આ નાણાકીય સલાહકારની એક ડોકટર જેટલી જ જરુર છે તમારા નાણાકીય હેલ્થ માટે કારણકે આજે બજારમાં નાણાકીય રોકાણના ઘણાં વિકલ્પો આવ્યા છે. હવે તો ક્રીપ્ટો કરન્સી અને વિદેશમાં શેરમાં રોકાણ પણ શક્ય બન્યું છે.

તો જેમ શેરમાં રોકાણ માટે કંપની અંગે માહિતી જરૂરી બની જાય છે જેટલી માહિતી જરૂરી છે એટલી જ માહિતીઓ એક મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કરવા ફંડ હાઉસ અંગે અને પ્રોડક્ટ અંગે માહિતી મેળવવી જરૂરી છે અને તમે જો એ માટે ગુગલ અને યુટ્યુબ પર અવલંબિત રહો તો નુકશાન થવાના ચાન્સ અને રોકાણનું જોખમ વધે છે. જયારે નિષ્ણાંતની સલાહથી જોખમ ઘટે છે અને ખાસ તો તમારા ઉદ્દેશો એ સમજે તો અને એ મુજબ રોકાણ કરાવે તો તમારા ટૂંકાગાળાના અને લાંબાગાળાના ઉદ્દેશો પાર પાડવામાં ખુબ ઉપયોગી થાય છે.

એથી જ બધું જ જાતે ન કરતા નિષ્ણાતોની સલાહ લેવી યોગ્ય રહેશે. આજે કંપનીઓ પણ જુદાં જુદાં નિષ્ણાતોની સેવા લેતી જ હોય છે અને જ્યાં પ્રોફેશનલ મેનેજમેન્ટ હોય ત્યાં એવી કંપની ઉત્તમ એ જ રીતે નિષ્ણાતની સલાહ થી તમે ઉત્તમ વળતર મેળવી શકો છો.

અહી એક વાત સમજવાની છે કે નિષ્ણાત તમને તમે અહી શા માટે રોકાણ કરો અને અહી કેટલું જોખમ છે એ કહી શકે છે કારણકે એનો એ અંગે અભ્યાસ છે આખરે જોખમ કેટલું અને ક્યાં લેવું એ તો તમારે જાતે જ નક્કી કરવાનું છે.

તો મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કરવા પણ કોઈ વિશ્વાસુ સલાહકાર અથવા નજીકનો કોઈ ડીસ્ટ્રીબ્યુટર શોધવા માંડો જેથી તમારા રોકાણની સલામતી વધે અને જોખમ તમે વધુ લઇ શકો અને વળતર પણ વધુ મેળવી શકો.

અહીં આપવામાં આવેલી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here