વિડીયો: જલ જીવન મિશન હેઠળ નળમાં પાણી આવતાં મહિલાએ આભાર માન્યો

0
354
Photo Courtesy: Tapp Water

નરેન્દ્ર મોદી સરકારની અનેક મહત્ત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક છે જલ જીવન મિશન યોજના જે હેઠળ સરકાર આવનારા 2 વર્ષમાં દેશના તમામ આવાસોમાં નળથી પાણી પૂરું પાડવાની નેમ ધરાવી રહી છે.

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારે તેના પ્રથમ કાર્યકાળ દરમ્યાન અનેક નવી યોજનાઓ શરુ કરી હતી અને તેનો સફળતાપુર્વક અમલ પણ કર્યો હતો.

સરકારની બીજી ટર્મમાં વર્ષ 2022 સુધીમાં દેશના દરેક આવાસો સુધી નળમાં પાણી પહોંચાડવાનું જલ જીવન મિશન હેઠળ અતિમહત્ત્વાકાંક્ષી કદમ ઉઠાવવામાં આવ્યું છે.

આ યોજના હેઠળ આસામમાં એક મહિલાએ જીવનમાં પહેલીવાર પોતાના ઘેરે નળમાંથી પાણી આવતું જોયું હતું અને તે ભાવુક થઇ ગઈ હતી.

કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંગ શેખાવતે આ મહિલાનો વિડીયો ટ્વિટ કર્યો હતો જે વિડીયોમાં આ મહિલા ભગવાનને પ્રાર્થના કરતી જોવા મળે છે.

શેખાવતે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે,

આસામની આ બહેન પોતાના ઘરમાં ‘નલ સે જલ’ નું સ્વાગત પોતાનું માથું ઝુકાવીને અને ઈશ્વરનો ધન્યવાદ કરીને કરી રહી છે. પ્રધાનમંત્રી મોદીજી દ્વારા સંકલ્પિત જલ જીવન મિશન સ્વતંત્રતાના વર્ષો પછી પણ જળ જેવી મૂળભૂત આવશ્યકતાની ઉણપ સહન કરી રહેલા લોકોના જીવનને કેવી રીતે પરિવર્તિત કરી રહ્યાં છે તે આ વિડીયોથી સ્પષ્ટ થાય છે.

ભારતમાં હાલમાં કુલ 19 કરોડ આવાસો છે જેમાંથી 2019ના આંકડા અનુસાર ફક્ત 3.2 કરોડ આવાસોને જ સરકાર દ્વારા તેમના આવાસોમાં નળ દ્વારા સીધું પાણી પૂરું પાડવામાં આવતું હતું.

પરંતુ જલ જીવન મિશન – હર ઘર જલ દ્વારા અત્યારસુધીમાં આ સંખ્યાને બમણી કરી દેવામાં આવી છે.

મંત્રીની આ ટ્વિટ અંગે વિવિધ યુઝર્સે પોતાના મંતવ્યો જણાવ્યા છે.

કેટલાક યુઝર્સે કહ્યું છે કે નરેન્દ્ર મોદી આ રીતે સમાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે કેટલાક લોકો આવનારા વર્ષોમાં સંસદને ઘેરો ઘાલીને તેમની સરકારને ઉથલાવી દેવાના સપનાં જોઈ રહ્યાં છે.

તો અમુક યુઝર્સનું માનવું હતું કે ઘર સુધી જળ લાવવાના સરકારના પ્રયાસોને સફળતા મળ્યા બાદ 2024માં પણ મોદી તરફી લહેર ઉભી થાય તો કોઈને નવાઈ ન લાગવી જોઈએ,

પોતાની પ્રથમ ટર્મમાં નરેન્દ્ર મોદી સરકારે ઘેર ઘેર રાંધણ ગેસનો બાટલો મફતમાં પહોંચાડ્યો હતો અને આયુષ્માન ભારત યોજના દ્વારા પાંચ લાખ સુધીની સારવાર મફત કરી આપી હતી.

તમને ગમશે: ભૂટાનને ભારતે કરેલી મદદને મળ્યો UKનો અતિ પ્રતિષ્ઠિત બ્રુનેલ એવાર્ડ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here