દાદાગીરી: ખેડૂતોની માફી માંગ્યા બાદ જ જાહ્નવી કપૂરની ફિલ્મનું શુટિંગ શરુ થઇ શક્યું

0
284

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓ સામે વિરોધ કરી રહેલા પંજાબના ખેડૂતોની દાદાગીરી દરરોજ વધી રહી છે, અગાઉ જીઓના ટાવર્સને નુકશાન પહોંચાડ્યા બાદ હવે બોલિવુડ એક્ટર જાહ્નવી કપૂરની ફિલ્મને સહન કરવાનું આવ્યું છે.

મુંબઈ: કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન ચલાવી રહેલા પંજાબના ખેડૂતો હવે ચોખ્ખી દાદાગીરી પર ઉતરી આવ્યા છે.

અગાઉ જીઓ ટેલિકોમમાં ટાવર્સને નુકશાન પહોંચાડ્યા બાદ આ તોફાનીઓએ રાજ્યમાં હિન્દીમાં લખેલા સાઈન બોર્ડ્સ પર કુચડો ફેરવી દીધો હતો અને હવે તેમણે બોલિવુડ ફિલ્મનું શુટિંગ અટકાવી દીધું હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.

પંજાબના બસ્સી પઠાનામાં જાહ્નવી કપૂરની ફિલ્મ ‘ગુડ લક જેરી’નું શુટિંગ ગત રવિવારે શરુ થવાનું હતું.

પરંતુ શુટિંગ શરુ થાય તે પહેલાં જ તોફાની ખેડૂતોનું એક જૂથ ત્યાં આવી ગયું હતું અને તેમણે શુટિંગ શરુ કરવા દીધું ન હતું.

ત્યારબાદ જ્યારે જાહ્નવી કપૂરે ઇન્સ્ટાગ્રામમાં ખેડૂતોને સમર્થન આપતું સ્ટેટ્સ પોસ્ટ કર્યું ત્યારે જ શુટિંગ શરુ થઇ શક્યું હતું.

જો કે કેટલાક રાષ્ટ્રીય મિડિયા હાઉસે જાહ્નવીના આ સ્ટેટ્સને ‘વધુ એક બોલિવુડ કલાકારનું ખેડૂતોને સમર્થન’ પ્રકારનો ટ્વિસ્ટ આપીને સમાચાર પ્રકાશિત કર્યા હતા.

ગૂડ લક જેરીની ટીમ જ્યારે શૂટિંગના સ્થળે પહોંચી ત્યારેજ આ તત્વોએ તેમને રોકી દીધા હતા, ટીમના સભ્યોએ તેમને સમજાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ તે નિષ્ફળ નીવડ્યા હતા.

ત્યારબાદ અહીં પોલીસ પણ આવી ગઈ હતી પરંતુ તેમ છતાં તોફાનીઓ શુટિંગ શરુ કરવા માટે રાજી થયા ન હતાં.

આ તત્વોએ ત્યારબાદ કેન્દ્ર સરકાર તેમજ બોલિવુડ કલાકારો વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. તેમનું માનવું હતું કે બોલિવુડના કલાકારો ફક્ત અહીં આવીને શુટિંગ કરે છે પણ તેઓ ખેડૂતોના સમર્થનમાં એક શબ્દ પણ નથી બોલતા.

ત્યારબાદ તેમના દબાણ હેઠળ જાહ્નવી કપૂરે ઈસ્ટાગ્રામમાં એક સ્ટેટ્સ મુક્યું હતું અને એ પછી જ આ આખો મામલો થાળે પડી શક્યો હતો.

જાહ્નવી કપૂરે પોતાના સ્ટેટ્સમાં લખ્યું હતું કે,

ખેડૂતો આપણા દેશના હ્રદયમાં વસે છે. હું દેશનું પેટ ભરવામાં રહેલા તેમના યોગદાનને જાણું છું. હું આશા કરું છું કે જલ્દીથી તેઓ કોઈ પરિણામ પર પહોંચશે જે તેમના ફાયદામાં હશે.

Photo Courtesy: Dainik Bhaskar

તમને ગમશે – મહિલાઓના અપમાનની કિંમત: યોગરાજ સિંગ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મમાંથી બહાર

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here