તંદુરસ્તી અને ખાસ કરીને ત્વચાને સાચવવા જરૂરી ફેટ વાળો આહાર

0
381
Photo Courtesy: Partial Ingredients

ચરબી શરીરને નુકસાન જ કરે છે, એમ માનીને જે લોકોએ ચરબી સાવ ત્યજી દીધી છે એ લોકોને આરોગ્યના અનેક પ્રોબ્લેમ ઊભા થયા છે. નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થના અભ્યાસમાં સાબિત થયું છે કે, પોલીસેચ્યુરેટેડ ફેટ અને મોનો સેચ્યુરેટેડ ફેટ શરીર માટે સારી છે.

જરૂરી ફેટ શરીરને આરોગ્યવાન બનાવે છે. તેમજ, કોલેસ્ટેરોલ ઓછું કરીને હૃદયરોગનું જોખમ ઘટાડે છે.

જાણો, શરીરને સાચવવા અને તંદુરસ્ત રાખવા જરૂરી ચરબી ધરાવતા ખોરાક વિષે.

ચરબી આપશે સદાબહાર યુવાની

  • ગૂડ ફેટ કહેવાતી ચરબી શરીરની ત્વચા માટે અનિવાર્ય છે, કારણ કે ચામડીનું મેમ્બ્રેન નામનું પારદર્શક પડ જે ચામડીને આધાર આપે છે તે ચરબીથી જ બને છે.
  • હેલ્ધી ફેટમાં મહદઅંશે ઓમેગા-6 અને ઓમેગા-12 નામના ફેટી એસિડ્સ હોય છે. આ બંને ચામડીમાં ભેજ જાળવી રાખે છે, તેથી ચામડી નરમ અને મુલાયમ રહે છે.
  • ચામડી સુકાય નહીં તો એ બરડ પણ નથી બનતી અને તેમાં તિરાડ નથી પડતી. નરમ અને મુલાયમ ચામડીમાં કરચલીઓ પણ નથી પડતી. એટલે કે ઉંમર વધવાની નિશાનીઓ પણ હેલ્ધી ફેટ્સના કારણે ચામડી પર દેખાતી નથી.

કયો ખોરાક તમને હેલ્ધી ચરબી આપે છે!

  • હેલ્ધી ફેટ વિશે આટલું જાણ્યા પછી સ્વાભાવિક રીતે જ મનમાં સવાલ જાગે કે, શું ખાવાથી હેલ્ધી ચરબી આપણા શરીરને પૂરતા પ્રમાણમાં મળી શકે?
  • આ સવાલનો જવાબ અહીં અમો અહી આપીએ છીએ.

એવોકાડો પેટની ચરબી ઓછી કરી આપે

  • આ ફળ મૂળ મેક્સિકોનું છે.
  • તે આપણા જામફળ જેવું અને આજકાલ બજારમાં મળતા પેરૂ જેવું ફળ હોય છે. ફરક એટલો કે એની વચ્ચે આપણી કેરીમાં હોય એવો ગોટલો હોય છે.
  • તેની છાલ લીલા રંગની અને ગર આછા લીલા રંગનો હોય છે.
  • 100 ગ્રામ એવોકાડોમાં પોલીસેચ્યુરેટેડ ફેટ 2.1 ગ્રામ અને મોનો સેચ્યુરેટેડ ફેટ 10 ગ્રામ હોય છે. કોલેસ્ટેરોલ જરાય હોતું નથી અને સોડિયમ, પોટેશિયમ તથા ખનિજો ભરપૂર હોય છે.
  • વિટામિન A, C અને કેલ્શિયમ હોય છે.
  • 7 ગ્રામ રેસા હોય છે. તેથી પચવામાં સરળ છે અને પોષકતત્ત્વો ભરપૂર આપે છે.
  • શરીરમાં રખડતો કચરો દૂર કરી તાજગી અને યુવાની આપે છે.
  • પેટની આસપાસ જામતી ચરબીથી છુટકારો અપાવે છે.
  • સાથે જ ચામડીને નરમ અને મુલાયમ બનાવે છે. એટલે ચામડી ઓજસ્વી બનતી જાય છે.
  • ઓલિવ ઓઈલ સાથે એવાકાડોનો માવો મિક્સ કરી ફેસમાસ્ક લગાડવાથી ચામડી ખીલી ઊઠે છે.

ચીઝ નિયમિત લો તો ત્વચા નરમ રહે છે

  • હેલ્ધી ચરબી આપનાર બીજો ખોરાક છે, ચીઝ.
  • એના પોષણનો અંદાજ મેળવવો હોય તો એટલું જાણી લો કે, એક સ્લાઈસ ચીઝ બનાવવામાં એક ગ્લાસ જેટલું દૂધ વપરાઈ જાય છે.
  • તેમાં કેલ્શિયમ, વિટામિન B-12, ફોસ્ફરસ અને સોડિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે.
  • એમાંથી પ્રોટીન પણ ખૂબ સારું મળી રહે છે.
  • તાજું ચીજ ખાવાનું રાખો તો ટાઈપ-ટુ ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે અને ડાયાબિટીસ ન હોય તો થતો નથી.
  • સાથે જ નિયમિત ચીઝ ખાવાથી ચામડી નરમ ને મુલાયમ રહે છે. કદી સૂકી ચામડીની તકલીફ થતી નથી. એમાં રહેલી હેલ્ધી ચરબી ચામડીને અનેરું ઓજ આપે છે.

ચોકલેટ ડાર્ક હોય તો આરોગ્ય ઉજળું બને છે

  • ચોકલેટ સામાન્ય રીતે તરત એનર્જી આપનાર ખોરાક ગણાય છે, પરંતુ ડાર્ક ચોકલેટમાં ખાંડ ઓછી હોય છે, દૂધ પણ ઓછું હોય છે અને કોકોનું પ્રમાણ વધારે હોય છે.
  • તેથી એમાં હેલ્ધી ચરબીનો ખજાનો હોય છે.
  • ડાર્ક ચોકલેટમાં 11% ફાઈબર એટલે કે રેસા હોય છે, આયર્ન, મેગ્નેશિયમ, તાંબું અને મેંગેનીઝ હોય છે.
  • એમાં એન્ટિ ઓક્સિડેન્ટ્સ પણ વિપુલ પ્રમાણમાં હોય છે. એટલે એ ચામડીમાં રખડતા કચરા ફ્રી રેડિકલ્સને દૂર રાખે છે.
  • એથી ત્વચા ચિરયુવાન રહે છે.
  • ડાર્ક ચોકલેટ હૃદયને નિરાંતમાં રાખે છે અને બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે.
  • આ બધો લાભ સામાન્ય ચોકલેટમાં નથી મળતો. એ માટે ડાર્ક ચોકલેટ જ ખાવી.
  • ડાર્ક ચોકલેટની ઓળખાણ એ છે કે એમાં 70% કોકો હોય છે.
  • જો એથી ઓછો કોકો હોય તો એનાથી ધાર્યો લાભ થતો નથી.

અસલી નારિયેળનું તેલ વજન ઘટાડે છે 

  • નારિયેળ, કોપરું અને નારિયેળનું તેલ પણ હેલ્ધી ચરબીનો મોટો સ્ત્રોત છે.
  • એમાં સેચ્યુરેટેડ ફેટ અને ફેટી એસિડ્સ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે.
  • એક મહત્ત્વની વાત એ છે કે, નારિયેળમાં જે ફેટ હોય છે એ બીજી તમામ પ્રકારની ચરબી કરતાં અલગ હોય છે.
  • એમાં સૌથી વધારે પ્રમાણમાં મીડિયમ ચેઈન ફેટી એસિડ હોય છે. એ તમારી ભૂખ ઘટાડે છે અને તમારું મેટાબોલિઝમ દરરોજની ૧૨૦ કેલરી જેટલું વધારી દે છે. એટલે વજન ઓછું કરવા માટે નારિયેળનું તેલ અને કોપરું આદર્શ બની રહે છે.
  • નારિયેળનું તેલ માથામાં નાંખવાનું જે મળે છે તે ખાવાયોગ્ય હોતું નથી.
  • ખાવા માટે કોપરેલ કોઈ ઘાણીવાળા પાસેથી જ ખરીદવું જોઈશે. ત્યાં જ તમને અસલી શુદ્ધ નારિયેળ તેલ મળી શકશે.

દહીં આરોગ્ય અને ચામડી બંને સુધારે છે

  • દહીંના અનેક લાભ વખતોવખત આપણને જાણવા મળે છે, કારણ કે દહીં ખરેખર આપણા આરોગ્ય અને પાચન માટે અનિવાર્ય છે.
  • દહીંમાં પાચનતંત્રને મદદરૂપ થાય એવા લાભકારી પ્રોબાયોટિક બેક્ટેરિયા હોવાથી એ પાચન સુધારી આપે છે. પાચન સુધરે તો તમારું આરોગ્ય પણ આપોઆપ સુધરી જાય!
  • એ ઉપરાંત દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, ચરબી, ફોસ્ફરસ અને વિટામિન B-12 (બી પ્રકારના બારેય વિટામિન) હોય છે.
  • ખોરાકમાં દહીંનું નિયમિત સેવન કરનારની ત્વચા હંમેશાં યુવાન, સુંવાળી અને નરમ રહે છે.
  • કદી કોરી પડીને ફાટતી કે બરડ બનતી નથી.
  • આરોગ્ય સુવાંગ સરસ રહે છે. તેથી શરીરમાં દરેક પ્રકારની પોઝિટિવ અસરો જોવા મળે છે.
  • અહીં એક મહત્ત્વની વાત સમજી લેવાની જરૂર છે.
  • આ બધા ફાયદા તમારા ઘેર જમાવેલા દહીંમાં જ મળી શકે છે.
  • બજારમાં મળતું કોઈપણ પ્રકારનું દહીં એવો લાભ કરી શકતું નથી, કારણ કે એમાં પ્રિઝર્વેટિવ્સ અને ટ્રાન્સ ફેટ ઉમેરેલી હોય છે.
  • એટલે બજારમાંથી તૈયાર પેકિંગમાં મળતા દહીંને બદલે ઘેર જમાવ્યું હોય એ દહીં જ ખાવું લાભકારક બની રહેશે.

તમને ગમશે: શિયાળો અને રીંગણ- હમ કાલે હૈ તો ક્યા હુવા અચ્છે દિલ વાલે હૈ

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here