IPO: IRCTC બાદ હવે ભારતીય રેલવે ફરીથી શેરબજારમાં ઉતરી રહી છે!

0
382

ગયા વર્ષે રેલવે કેટરિંગ સર્વિસ કરતી IRCTC દ્વારા ભારતીય શેરબજારોમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર ભારતીય રેલવે હવે એક નવા IPO સાથે ફરીથી બજારમાં ઉતરી રહી છે.

નવી દિલ્હી: ભારત સરકારના સાહસ ભારતીય રેલવે તેની ગત વર્ષની IRCTCની સફળતાને ફરીથી અંકિત કરવા માટે એક નવા IPO સાથેથી મકરસંક્રાંતિની રજાઓ બાદ આવી રહી છે.

આ વખતે ભારતીય રેલવે ઓફર કરવાની છે ઇન્ડિયન રેલવે ફાઈનાન્સ કોપોરેશન (IRFC)નો IPO જે 18 જાન્યુઆરીએ ખુલશે અને 20 જાન્યુઆરીએ બંધ થશે.

આ શેરની કિંમત રૂ. 25 અથવાતો રૂ. 26 રહેશે અને ઓછામાં ઓછા 575 અથવાતો તેના ગુણાંકમાં તેના ઇક્વિટી શેર્સ ખરીદવાના રહેશે.

આ IPO દ્વારા IRFC જે ભારતીય રેલવેનો જ એક હિસ્સો છે તે બજારમાંથી રૂ. 4,633.4 કરોડની મૂડી ભેગી કરવાનો લક્ષ્યાંક ધરાવી રહ્યું છે.

178 કરોડ ઇક્વિટી શેર્સના આ IPOમાં 118 કરોડ ઇક્વિટી શેર્સ છે જેમાંથી 59 કરોડ જેટલા ઇક્વિટી શેર્સ ભારત સરકાર દ્વારા વેંચવાની ઓફર છે.

આ ઉપરાંત આ IPOમાં IFRCના પાત્રતા પામેલા કર્મચારીઓને ખરીદવા માટે રૂ. 50 લાખના શેર્સ અનામત પણ રાખવામાં આવ્યા છે.

IFRC સંપૂર્ણપણે ભારત સરકારની માલિકીની કંપની છે અને તે રેલ મંત્રાલય થકી પોતાનું કાર્ય કરે છે અને તેને નોન ડિપોઝીટ ટેકિંગ નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની તરીકે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી  માન્યતા મળી છે.

આ કંપનીનું મુખ્ય કાર્ય રેલવે દ્વારા ખરીદી કરવામાં આવતા રોલિંગ સ્ટોક એસેટ્સ અને પ્રોજેક્ટ એસેટ્સની ખરીદી માટે ફાઈનાન્સ કરવાનું છે.

છેલ્લા ત્રણ દાયકામાં IRFC દ્વારા રેલવેને કરવામાં આવેલા ફાઈનાન્સ દ્વારા દેશભરમાં રેલવેની ભૂમિકા અત્યંત નોંધપાત્ર બની છે.

તમને ગમશે: શેર બજારના IPOમાં દરેક હોલ્ડરને કેટલા મત મળે છે અને શા માટે?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here