અનઇન્સ્ટોલ: ટોચના ભારતીય CEO અને કંપનીઓએ WhatsApp છોડ્યું…

0
392

જ્યારથી WhatsApp દ્વારા તેની પ્રાઈવસી પોલીસી બદલવામાં આવી છે અને તે તેના યુઝર્સની માહિતી ફેસબુક સાથે શેર કરશે ત્યારથી તેને છોડી દેનારાઓની લાઈન લાગી ગઈ છે જેમાં હવે ટોચના ઉદ્યોગપતિઓ તેમજ કંપનીઓ સામેલ થઇ છે.

મુંબઈ: ગયા અઠવાડિયે WhatsApp દ્વારા તેની પ્રાઈવસી પોલીસી બદલવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ જાહેરાત અનુસાર તે તેની પેરન્ટ કંપની ફેસબુક સાથે પોતાના યુઝર્સની માહિતી શેર કરશે તેમ જણાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કે પોતે WhatsApp છોડીને Signal એપ અપનાવી રહ્યા છે તેવી જાહેરાત કરી હતી.

ઈલોન મસ્કની આ જાહેરાતની જબરી અસર પડી હતી અને ભારતીય યુઝર્સ વારાફરતી Signal એપ ડાઉનલોડ કરીને તેમાં રજીસ્ટર થવા લાગ્યા હતા.

Signal ઉપરાંત Telegram પર પણ નવા રજીસ્ટ્રેશન્સનો ધસારો જોવા મળ્યો હતો.

યુઝર્સ પોતાના WhatsAppથી જ મિત્રોને Signalમાં જોડાવાનું આમંત્રણ પણ પાઠવવા લાગ્યા હતા.

હવે સામાન્ય યુઝર્સ સાથે કેટલીક મોટી ભારતીય કંપનીઓ તેમજ ઉદ્યોગપતિઓ પણ આ ગાડરિયા પ્રવાહમાં જોડાયા છે અને પોતે WhatsAppને Bye Bye કરી રહ્યા હોવાનું સોશિયલ મિડિયા પર જણાવ્યું છે.

PhonePeના CEO સમીર નિગમ તેમજ કંપનીના 1000 જેટલા કર્મચારીઓએ પોતાના મોબાઈલ ફોનમાંથી WhatsApp દૂર કરીને Signal એપને અપનાવી લીધી છે.

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા તેમજ તાતા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરને પણ આ જ પ્રકારની જાહેરાત કરી છે.

આ ઉપરાંત PayTmના CEO વિજય શેખર શર્માએ પોતે પણ WhatsApp છોડીને Signal એપને અપનાવી લીધી હોવાની જાહેરાત કરી દીધી છે.

જો કે WhatsApp દ્વારા ગઈકાલે એવી જાહેરાત કરવામાં આવી છે કે તેની નવી પ્રાઈવસી પોલીસી ફક્ત તેના બિઝનેસ વર્ઝન પર લાગુ પડે છે નહીં કે સામાન્ય યુઝર્સ માટે.

તમને ગમશે: હવે એકથી વધુ ડિવાઈસ પર વોટ્સએપનો ઉપયોગ શક્ય બનશે!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here