સકંજો: હિંદુફોબીક વેબસિરીઝ તાંડવ વિરુદ્ધ સરકાર અને નાગરિકો દ્વારા કાર્યવાહી શરુ

0
297

થોડા દિવસ અગાઉ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલી વેબસિરીઝ તાંડવને દર્શકો દ્વારા હિંદુફોબીક ગણવામાં આવી હતી અને હવે તેના વિરુદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા તેમજ કોર્ટમાં કાર્યવાહી શરુ થઇ ગઈ છે.

નવી દિલ્હી: એમેઝોન પ્રાઈમની નવી વેબસિરીઝ તાંડવ રિલીઝ થવાની સાથેજ વિવાદમાં ફસાઈ ગઈ છે.

સિરીઝના પ્રથમ એપિસોડમાં જ ભગવાન શિવ માટે કેટલાક અપમાનજનક શબ્દો ઉપયોગમાં લેવામાં આવ્યા છે, આ ઉપરાંત સમગ્ર સિરીઝમાં હિંદુફોબીક સંવાદો તેમજ દ્રશ્યો પણ જોવા મળ્યા છે.

સોશિયલ મિડિયામાં આ અંગે કડક વિરોધ નોંધાવવામાં આવતાં કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે અને માહિતી અને પ્રસારણ ખાતાં દ્વારા એમેઝોનને ધાર્મિક લાગણીઓનું અપમાન કરવા બદલ સમન્સ પાઠવવામાં આવ્યું છે.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં સિરીઝ અને એમેઝોન વિરુદ્ધ અલગ અલગ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

આ એફઆઈઆર એમેઝોન પ્રાઈમના ઓરીજીનલ કન્ટેન્ટ હેડ અપર્ણા પુરોહિત, સિરીઝના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર, નિર્માતા હિમાંશુ ક્રિશ્ના મેહરા, લેખક ગૌરવ સોલંકી સામેલ છે.

ઉપરોક્ત એફઆઈઆર લખનઉના હઝરતગંજ કોતવાલી ખાતે નોંધવામાં આવી છે.

ગઈકાલે મુંબઈના ઘાટકોપર ખાતે ભાજપના નેતા રામ કદમે પણ ફરિયાદ નોંધાવી છે અને ભાજપના સંસદ સભ્ય મનોજ કોટકે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ ઝાવડેકરને ફરિયાદ કરીને સિરીઝ પર પ્રતિબંધ મુકવાની માંગણી પણ કરી છે.

આ સિરીઝ વિવાદાસ્પદ હોવા ઉપરાંત તેને અત્યંત નબળા રિવ્યુ પણ મળ્યા છે.

અગાઉ eછાપુંના રિવ્યુમાં પણ આ સિરીઝમાં હિંદુ વિરોધી એજન્ડા કેટલી હદે ફેલાવવામાં આવ્યો છે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here