અમદાવાદ: અજાણ્યું પ્રાણી દીપડો ન હતો પરંતુ ભય હજી ટળ્યો નથી

0
371
Original Photo: CGTN

બે દિવસ પહેલાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક અજાણ્યા પ્રાણીના પગ માર્કસ દેખાયા હતા જેને દીપડો માની લેવામાં આવ્યો હતો પરંતુ તાજા સમાચાર અનુસાર તે દીપડો ન હોવાનું કહેવાઈ રહ્યું છે.

અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં થોડા દિવસો પહેલા દેખાયેલા અજાણ્યા પ્રાણીના પગ માર્ક્સ દીપડાના ન હોવાનું જાણવા મળ્યું છે.

જંગલ ખાતાએ શનિવારે વસ્ત્રાલ વિસ્તારમાં મોટી સંખ્યામાં પાંજરા ગોઠવ્યાં હતાં, કારણકે સ્થાનિકોએ અહીં દીપડો જોયો હોવાની ફરિયાદ કરી હતી.

મળતાં સમાચાર હવે જંગલ ખાતાએ જણાવ્યું છે કે તેમને મળેલા પગ માર્કસ અને વિડીયો પુરાવા દીપડાના નહીં પરંતુ ઝરખના હોઈ શકે છે.

જંગલ ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે કેવી રીતે આ પ્રાણી રહેવાસી વિસ્તારમાં આવી ગયું તેની તપાસ તેઓ કરી રહ્યા છે અને પ્રાણીને પકડવા માટે ચાર સભ્યોની ટીમ પણ  બનાવવામાં આવી છે.

શનિવારે દીપડો દેખાયાની ફરિયાદ મળ્યા બાદ તુરંતજ જંગલ ખાતાએ તપાસ આદરી હતી અને ત્યારબાદ તેમણે પગ માર્કસના વિડીયો પુરાવાનું અધ્યયન કર્યું હતું અને જાણવા મળ્યું હતું કે એ પ્રાણી દીપડો નહીં પરંતુ ઝરખ છે.

આ ઝરખ ઉત્તર ગુજરાતના જંગલોમાંથી અહીં આવ્યું હોવાનું જંગલ ખાતાના અધિકારીઓ કહી રહ્યા છે.

વસ્ત્રાલ વિસ્તારમાં જે જગ્યાએ આ પ્રાણી જોવા મળ્યું હતું તે વિસ્તારમાં એક પોલ્ટ્રી ફાર્મ પણ આવેલું છે આથી આ ઝરખ ખોરાકની શોધમાં ત્યાં આવી ગયું હોય તેવી શક્યતાઓ રહેલી છે.

અગાઉ 2018ના નવેમ્બર મહિનામાં ગાંધીનગર સચિવાલમાં એક દીપડો અડધી રાત્રે ઘુસી આવ્યો હતો, ત્યારબાદ અમદાવાદ અને આસપાસના શહેરી વિસ્તારમાં જંગલી પ્રાણી ઘુસી આવ્યું હોવાનો આ પ્રથમ બનાવ હોઈ શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here