સફેદ જુઠ: નિધિ રાઝદાનનું અસત્ય હાર્વર્ડના પ્રોફેસરે જ ખુલ્લું પાડી દીધું!

0
288

ન્યૂઝ ચેનલ NDTVના પૂર્વ ન્યૂઝ એન્કર નિધિ રાઝદાન દ્વારા જે દાવો કરવામાં આવ્યો હતો કે તેમને હાર્વર્ડ યુનિવર્સીટીમાં પત્રકારત્વના પ્રોફેસર તરીકે નોકરી આપવાની લાલચ આપીને ફસાવવામાં આવ્યા હતા તે અસત્ય વધુ ઉજળું બન્યું છે.

અમદાવાદ: આજકાલ નિધિ રાઝદાનને લીધે અમેરિકાની પ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સીટી ખાસીએવી ચર્ચામાં છે.

જો કે હાર્વર્ડને પ્રસિદ્ધિ માટે નિધિ રાઝદાનની જરૂર નથી પરંતુ નિધિને પોતાની કારકિર્દી ચમકાવવા માટે કદાચ આ ખ્યાતનામ યુનિવર્સીટીની જરૂર પડી હોય એ શક્ય છે.

નિધિ રાઝદાને થોડા દિવસો અગાઉ એવો દાવો કર્યો હતો કે તેને હાર્વર્ડમાં પત્રકારત્વના પ્રોફેસર તરીકે નોકરી અપાવવા બાબતે ઓફર આવી હતી જે છેવટે ઓનલાઈન ફ્રોડ હોવાનું તેને માલુમ થયું હતું.

આ બાબતે જોશુઆ બેનટન જે નીમૈન ફાઉન્ડેશનના સ્થાપક છે અને હાર્વર્ડમાં ટીચર તરીકે તેઓ વર્ષોથી સેવા આપે છે તેમણે કેટલીક બાબતો સ્પષ્ટ કરી હતી.

જોશુઆનું કહેવું છે હાર્વર્ડ યુનિવર્સીટીમાં કોઈ સ્કુલ ઓફ જર્નાલિઝમ (જેમાં નોકરી મળ્યા હોવાનો દાવો  નિધિ રાઝદાને કાર્યો હતો) છે જ નહીં, અને એટલુંજ નહીં પરંતુ આ શિક્ષા સંસ્થામાં જર્નાલિઝમમેં સમર્પિત હોય તેવો કોઈ વિભાગ પણ નથી.

જોશુઆ બેનટને આગળ જણાવ્યું હતું કે હાર્વર્ડમાં નીમૈન ફાઉન્ડેશનના નામે જર્નાલિઝમની ફેલોશીપ જરૂર આપવામાં આવે છે પરંતુ અહીં આ વિષયની કોઈ ફેકલ્ટી અથવાતો ક્લાસ નથી.

જોશુઆએ વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે કદાચ નિધિને એવો વ્હેમ હોઈ શકે છે કે તેઓ હાર્વર્ડની ફેકલ્ટી ઓફ આર્ટ્સ એન સાયન્સનો હિસ્સો બનવા જઈ રહ્યાં છે પરંતુ અહીં પણ જર્નાલિઝમ અંગે કોઈજ વિશેષ જગ્યા રાખવામાં આવી નથી.

એક દલીલ હાલમાં એવી પણ પ્રસ્તુત કરવામાં આવે કે નિધિએ જ પોતે હાર્વર્ડ જઈને જર્નાલિઝમ ભણાવશે એવી અફવા ફેલાવી હતી અને ત્યારબાદ જ્યારે ભંડો ફૂટી ગયો ત્યારે તેના પર હાર્વર્ડ યુનિવર્સીટી કેસ કરી શકે છે એવી શક્યતા લાગતા તેણે ફિશિંગ વાળી વાત ઉપજાવી કાઢી છે.

કારણકે, હાર્વર્ડની વેબસાઈટ પર સર્ચ કરવામાં આવે તો પણ અહીં જર્નાલિઝમના કોર્સનું દૂરદૂર સુધી ક્યાંય નામોનિશાન નથી.

આ ઉપરાંત એક બીજી દલીલ અનુસાર નિધિ રાઝદાને અમેરિકાથી પરત આવ્યા ભારતીય પત્રકારત્વમાં પ્રભાવ પાડી શકે તે માટે તેણે હાર્વર્ડનું નાટક રચ્યું હોઈ શકે છે અને બાદમાં જેમ આગળ જણાવ્યું તેમ મુકદમાની બીકે ફિશિંગનું બહાનું બનાવી દીધું હોઈ શકે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here