કમલમ્: ડ્રેગન ફ્રૂટના ખેડૂતોએ સરકાર પાસે સહાયતાની માંગણી કરી

0
344
Original Photo: Healthline

ડ્રેગન ફ્રૂટ હવે ગુજરાતમાં કમલમ્ ના નામે ઓળખાશે, પરંતુ કચ્છમાં આ ફળ પકવતા ખેડૂતોને સરકાર પાસે એક મદદની ઈચ્છા રાખી રહ્યા છે અને તેની તેમણે માંગ પણ કરી છે.

ભુજ: થોડા દિવસ અગાઉ જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડ્રેગન ફ્રૂટને તે કમળ જેવું દેખાતું હોવાથી તેને ગુજરાતમાં કમલમ્ તરીકે ઓળખવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

આ જાહેરાતના થોડા દિવસો બાદ જ મુખ્યત્વે કચ્છમાં ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન કરતાં ખેડૂતોએ રાજ્યના બાગાયત વિભાગને આ ફળની ખેતીને પ્રોત્સાહન આપવા માટે સબસીડી આપવાની વિનંતી કરી છે.

કચ્છમાં ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન શરુ કરનાર વિશાલ ગડાનું કહેવું છે કે ડ્રેગન ફ્રૂટને વિદેશી ફળ ગણવામાં આવે છે જેથી તેના પર સબસીડી મળતી નથી.

એક અંદાજ અનુસાર ખેડૂતને એક એકરમાં ડ્રેગન ફ્રૂટ ઉગાડવા માટે લગભગ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જે કચ્છના મોટાભાગના ખેડૂતો માટે પોસાય તેવી રકમ નથી.

હાલમાં ખેડૂતોને સ્થાનિક ફળને ઉગાડવા માટે છોડ, ફેન્સીંગ અને સિંચાઈ માટે એક સમયની સબસીડી આપવામાં આવે છે.

આથી, કચ્છના આ ખેડૂતોએ ગુજરાત સરકારને વિનંતી કરતાં કહ્યું છે કે ડ્રેગન ફ્રૂટને કમલમ નામ આપવાના નિર્ણયનું તો તેઓ સ્વાગત કરે છે પરંતુ તેમને સ્થાનિક ફળની જેમ જ આ ફળને ઉગાડવા માટે પણ સબસીડી મળવી જોઈએ.

ખેડૂતોની આ માંગણીને ભુજ ચેમ્બર ઓફ કોમર્સે પણ સમર્થન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

તમને ગમશે: ગુજરાતનો ખેડૂત જો આધુનિક ખેતી તરફ વળશે તો એની ધરતી જરૂર સોનું ઉપજાવશે

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here