ટેક્નોલોજી: વોટ્સએપ હવે જીઓ માર્ટમાંથી ખરીદીનું માધ્યમ બનશે!

0
308

રિલાયન્સ માર્ટ હવે ફેસબુક સાથે તેના થયેલા જોડાણનો લાભ લેવાનું શરુ કરી રહ્યું છે અને બહુ જલ્દીથી વોટ્સએપથી જ જીઓ માર્ટ પ્રોડક્ટ્સ તમારે ઘરઆંગણે ડિલીવર થઇ જશે.

મુંબઈ: રિલાયન્સ જીઓ અને ફેસબુકના જોડાણની અસરો હવે વર્તાવાની શરૂઆત થઇ ચૂકી છે.

બહુ જલ્દીથી રિલાયન્સ માર્ટની એપ ફેસબુકની માલિકીના વોટ્સએપ સાથે જોડાઈ જશે તેવા સંકેતો મળ્યા છે.

જીઓ માર્ટ તેના રિટેઈલ અને ગ્રોસરી વ્યાપારને સમગ્ર દેશમાં બહુ ઝડપથી આગળ વધારવા માંગે છે અને તેના થકી રિલાયન્સ પણ તેના ઓઈલ અને એનર્જીના વ્યાપાર ઉપરાંત વિવિધતા તરફ જવા માંગે છે.

ભારતમાં હાલમાં ઓનલાઈન રિટેઈલ બિઝનેસમાં એમેઝોન અને વોલમાર્ટના સમર્થનથી ચાલી રહેલા ફ્લિપકાર્ટનો ડંકો વાગે છે અને રિલાયન્સ જીઓ માર્ટ હવે તેમાં પોતાનો હિસ્સો ઉભો કરવા માટે તૈયાર છે.

આ માટે રિલાયન્સે ગયે વર્ષે લોકડાઉન દરમ્યાન જ ગુગલ અને ફેસબુક સાથે કરીને લગભગ 26 બિલીયન ડોલર્સનું રોકાણ મેળવ્યું હતું.

હવે જીઓ માર્ટ અને વોટ્સએપ જોડાઈ જશે ત્યારે કરોડો વોટ્સએપ યુઝર્સ પોતાની એપ છોડ્યા વગર જ રિલાયન્સની પ્રોડક્ટ્સ ઘેરબેઠાં સરળતાથી મેળવી શકશે.

જીઓ માર્ટ અને વોટ્સએપના જોડાણ દ્વારા એક જ ઝાટકે 400 મિલિયન ભારતીય યુઝર્સ મેળવી શકશે.

વોટ્સએપ યુઝર્સ માટે આ સુવિધા શરુ થતાં હજી બીજા છ મહિના થઇ જશે તેમ જાણવા મળ્યું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here