આક્રોશ: રાહુલ ગાંધીના સેના વિષેના નિવેદનથી પૂર્વ સૈનિકો ગુસ્સે થયાં

0
317

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ તમિલનાડુમાં સૈનિકો વિરુદ્ધ જે નિવેદન આપ્યું હતું તેનાથી પૂર્વ સૈનિકોમાં આક્રોશ ફેલાયો છે અને તેમણે રાહુલ ગાંધીની આકરા શબ્દોમાં ટીકા કરી છે.

નવી દિલ્હી: થોડા દિવસ અગાઉ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તમિલનાડુમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના સૈનિકો અંગે અપમાનજનક નિવેદન આપ્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,

તમે (કેન્દ્ર સરકાર) ચીનથી ભારતનું રક્ષણ કરવા માટે સેના અને નૌસેનાનો ઉપયોગ કરી રહ્યા છો. પરંતુ જો તમે ભારતના ખેડૂતો, કામદારો અને કારીગરોનો ઉપયોગ કરશો તો તમને સેના, નૌસેના અને વાયુસેનાની જરૂર નહીં પડે.

રાહુલ ગાંધી ઇરોડ ખાતે વણકરોની સભાને સંબોધિત કરી રહ્યા હતા અને તેમણે ઉમેર્યું હતું કે તે બાબત ખાતરીપૂર્વક કહી શકે છે કે જો ભારતના કામદારો, ખેડૂતો અને વણકરોને મજબૂત બનાવવામાં આવે અને તેમને જરૂરી તક આપવામાં આવે તો ભારતમાં ઘુસવાની ચીનની હિંમત પણ નહીં થાય.

રાહુલ ગાંધીના ઉપરોક્ત નિવેદનથી દેશના પૂર્વ સૈનિકોમાં આક્રોશ ફેલાયો છે અને તેમણે ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં રાહુલ ગાંધીની આકરા શબ્દોમાં ટીકા કરી છે.

આ પૂર્વ સૈનિકોએ જણાવ્યું છે કે તેમને આ નિવેદનથી ઘેરા આઘાત તેમજ અત્યંત દુઃખની લાગણી થઇ છે.

તેમને દેશના ખેડૂતો, કામદારો તેમજ કારીગરો પ્રત્યે ખૂબ સન્માનની લાગણી છે અને તેઓ આપણા દેશના અર્થતંત્રની કરોડરજ્જુ બનીને તેને બળ આપે છે. જો કે ભારતની સશસ્ત્ર સેનાઓ પણ દેશ પ્રત્યે સમર્પિત છે અને તે તાલીમબદ્ધ પણ છે જેથી તે દેશની તમામ પ્રકારના ભય વિરુદ્ધ સુરક્ષા કરી શકે છે.

તેમણે ઉમેર્યું છે કે રાહુલ ગાંધીની સેના અંગેની ટિપ્પણી સત્યથી વેગળી છે અને સેના પ્રત્યેના આ પ્રકારના અપમાનજનક નિવેદનો આપણા જવાનોના આત્મસન્માનને ઠેસ પહોંચાડી શકે છે.

20 જેટલાં નિવૃત્ત સેના અધિકારીઓએ ઉપરોક્ત નિવેદન પર પોતાના હસ્તાક્ષર કર્યા છે જેમાં મેજર જનરલ જી.ડી.બક્ષી, મેજર જનરલ પી.કે.સેહગલ, વાઈસ એડમિરલ શંકર સિન્હા, એર વાઈસ માર્શલ પી.કે.શ્રીવાસ્તવ અને અન્યો સામેલ છે.

રાહુલ ગાંધી અગાઉ પણ ચીન સાથે જ્યારે ડોકલામ વિવાદ સમયે ચીનના રાજદૂતને મળવા પોતાના સાથી કોંગ્રેસીઓ સાથે દિલ્હીમાં આવેલા ચીની દૂતાવાસમાં મળવા પણ ગયા હતા.

આમ આવા સમયે રાહુલ ગાંધી પર માત્ર પૂર્વ સૈનિકોનો જ નહીં પરંતુ કોઇપણ દેશાભિમાની નાગરીકનો આક્રોશ ફાટી નીકળે તે સ્વાભાવિક છે.

તમને ગમશે: એ 7 ઘટનાઓ જ્યારે રાહુલ ગાંધીએ ચીનનો વિરોધ ન કર્યો!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here