હાલમાં દરેક ભારતીય ગર્વથી જેને ખેતીપ્રધાન દેશ કહે છે, તે સમૃદ્ધ ભારત દેશ અનન્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. અંગ્રેજોએ તેનેઘણું નુકસાન કર્યું છે આ સંવેદનશીલ દેશમાં, પરંતુ આજે પણ અઢળક એવી જગ્યાઓ અસ્તિત્વ ધરાવે છે, જેનો અનુભવ પણ સ્વર્ગથી સોહામણો છે.
અંગ્રેજો પહેલા અને આઝાદી સુધી દેશમાં અકબંધ રહેલા જુદા જુદા રજવાડાઓના સમૃદ્ધ સામ્રાજ્ય હેઠળ બનેલા સ્થાપત્યો આજે પણ સમગ્ર વિશ્વમાં વાહવાહી બોલાવે છે.
શોખીન અને કલાપ્રેમીઓએ બનાવેલ ટોચની કક્ષાના શિલ્પ સ્થાપત્યો અને ઇમારતો આજે પણ દેશની સરકારે અથવા સ્થાનિક લોકોએ વારસા પ્રત્યેના ગાઢ લાગણીશીલ સંબંધોને લીધે સાચવી રાખ્યા છે.
અસંખ્ય વર્ષો જૂના દેશના ભવ્ય ઇતિહાસને યાદોના ખૂબ કિંમતી પુસ્તકોમાં, ઈંટો અને રેતીની મદદથી ઢાળવામાં આવ્યો છે.
અમો ‘eછાપું’ આપ સૌ વાચકપ્રેમીઓ માટે આવા અતિ દુર્લભ એવા 10 રમણીય સ્થળો વિષે માહિતગાર કરવા ઉત્સુક છીએ.
- ઉદયવિલાસ પેલેસ, ઉદયપુર

- અરાવલી રેન્જની પાછળની બાજુથી ઉદયપુર શહેરમાં વસેલું, ઉદયવિલાસ પેલેસના મહેલો તમને તેની અતિ વિશિષ્ઠ સુવિધાઓ સાથે રોયલ ફીલિંગ આપે છે.
- આ જગ્યા હાલની સંસ્કૃતિ અને ઐતિહાસિક સંસ્કૃતિને પૂરક બનાવે છે.
- ઉદયપુર ઘણા લોકોનું મનગમતું સ્થળ છે. પરંતુ તેના આ પેલેસનો અનુભવ જૂજ લોકો જ જાણે છે.
- વાઇલ્ડફ્લાવર હોલ, સિમલા

- બ્રિટીશ રાજ દરમિયાન લોર્ડ કિચનરનું ઘર રહેલ આ ભવ્યતિભવ્ય હોલ બ્રિટીશ સ્થાપત્યની કલાકારી વિષે પણ ઉજવણી કરે છે.
- પરમ શાંતિનો અહેસાસ આપતી આ જગ્યા બરફથી ઢંકાયેલા પર્વતોનો ગૌરવપૂર્ણ દૃષ્ટિકોણ આપે છે.
- અહી બેસીને; ધૌલા પર્વત નીચેની હરિયાળીનો મીઠો નઝારો જોતાં જોતાં, શિમલાની તાજી, કડક ચાની ચૂસકીઓ ભરતા ભરતા જીવનનો આભાર માનવો એ એક સ્વપ્નથી ઓછું નથી.
- ફર્નહિલ્સ રોયલ પેલેસ, ઊટી

- બર્મીઝ સાગની મદદથી બનેલ અને ઐતિહાસિક પળોની ખુશ્બો ધરાવતો આ પેલેસ વર્ષ 1844માં બન્યો છે.
- મહેલની અંદરની ભવ્યતા માત્ર પણ માણવી ખરેખરમાં રોયલ ફીલિંગ આપે છે.
- પરંતુ આ મહેલમાંથી બહાર આવતા જ જંગલોની વચ્ચેની શાંતિનો અનુભવ થાય છે.
- શાંતિ શોધનારા કોઈપણને આનંદ થાય એવા લોકેશન પર સ્થિત આ સ્થળ ઘણું સોહામણું છે.
- મૈસુર પેલેસ, મૈસુર

- આ પેલેસ તેની પોતાની અલગથી જ સુંદરતાની વ્યાખ્યા આપે છે.
- વર્ષ 1912માં વાડિયાર વંશના 24મા શાસકના શાસન દરમિયાન નિર્માણ પામેલ આગવી સુંદરતા ધરાવતું ધરખમ બાંધકામ કહી શકાય એવું છે.
- રસપ્રદ વાત એ છે કે, આ મહેલ બિનસાંપ્રદાયિકતાનો હિસ્સો છે.
- અહી ગોથિક, હિન્દુ, રાજપૂત તેમજ મુસ્લિમ સહિત વિવિધ સંસ્કૃતિઓમાંથી આર્કિટેક્ચર શૈલીઓ પ્રદર્શિત થતી જોઈ શકાય છે.
- લક્ષ્મીવિલાસ મહેલ, વડોદરા

- લક્ષ્મી વિલાસ પેલેસ તેના સ્થાપત્ય પ્રમાણે નિર્માણમાં મોટા ચોરસ બ્લોક્સ ધરાવે છે, જે સમૃદ્ધ ઇન્ડો સેરેસિનિક શૈલીને પ્રતિબિંબિત કરે છે.
- એક વાર કરેલી મુલાકાત જીવનભર અચંબો પમાડી રાખે તેવી કલાકારી આ મહેલના સ્થાપત્યમાં માણી શકાય છે.
- આપણે જાણીએ છીએ તેમ, આ ભવ્યાતિભવ્ય મહેલ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું ઘર હતું.
- ગુજરાત સરકાર દ્વારા પ્રવાસીઓ માટે ખુલ્લો રાખવામાં આવેલ આ મહેલ ગુજરાતની ભવ્ય સંપત્તિમાંથી એક છે.
- અંબર પેલેસ, જયપુર

- અંબર કિલ્લો જયપુર, રાજસ્થાનમાં અરાવલી પર્વતમાળા પર સ્થિત છે.
- તમે ઘરે બેઠા પણ આ કિલ્લાથી પરિચિત હશો. કેમ કે, તે બોલિવૂડનો પ્રિય રહ્યો છે.
- વીર, જોધા અકબર અને બાજીરાવ મસ્તાની જેવી ઘણી ફિલ્મો અહીં મહેલના વૈભવી ઠાઠને કારણે શૂટ કરવામાં આવી છે.
- લેહ પેલેસ, લેહ

- દેશની સીમા અને સૌથી વધુ ઊંચાઈવાળા સ્થળ લેહના સૌથી લોકપ્રિય આકર્ષણમાંનું એક આ મહેલ છે.
- લદાખના પર્વતો અને સ્ટોક કાંગરીના ભવ્ય દૃશ્યો મહેલની ટોચ પરથી માણી શકાય છે.
- તે લદાખ ક્ષેત્રમાં નમગ્યાલ રાજવંશ શાસન દરમિયાન વર્ષ 1553માં બનાવવામાં આવ્યો હતો.
- ઉમેદ ભવન મહેલ, જોધપુર

- રાજસ્થાન તેના ઇતિહાસને લઈને અને તે ઇતિહાસમાં મળેલા વારસાને લીધે ખૂબ જ લોકપ્રિય છે.
- આ મહેલ તેની ઇન્ડો-સેરેસેનિક, વેસ્ટર્ન આર્ટ ડેકો અને ક્લાસિકલ રિવાઇવલ આર્કિટેક્ચરલ શૈલીઓ સાથે શણગારવામાં આવ્યો છે.
- ઉમેદ ભવન તમારી રોયલ તૃષ્ણા પૂર્ણ કરતી એક અદ્યતન હોટલ છે.
- મહારાજા ગજ સિંઘની માલિકીવાળી આ જગ્યામાં એક મ્યુઝિયમ પણ છે. જેમાં ક્લાસિક કાર, પ્રાણીઓની સ્કિન્સ અને બીજું ઘણું બધું જોવા મળે છે.
- તળાવ પેલેસ, ઉદયપુર

- પિચોલા તળાવની મધ્યમાં સ્થિત આ પેલેસ અત્યારે એક હોટેલમાં પરિવર્તિત છે.
- તે સફેદ આરસ, કિંમતી પત્થરો અને આભૂષણવાળા વિશિષ્ટ શિલ્પોથી બનેલ છે.
- આ મહેલ હાલમાં ‘તાજ’ દ્વારા સંચાલિત છે.
- મહેલની અંદર આવેલા પ્રખ્યાત જગ મંદિરનું મનોરંજન પણ આ સ્થળ છે.
- કુથીરામલિકા મહેલ, તિરુવનંતપુરમ

- ત્રાવણકોર રાજ્યના રહી ચૂકેલ શાસક સ્વાતિ થિરુનલ રામા વર્માએ આ મહેલ બનાવ્યો હતો.
- કુથીરામલિકા પેલેસ કેરળના સ્થાપત્યને લોકો સમક્ષ રજૂ કરતો ખૂબ ઉત્તમ મહેલ છે.
- એક સમયે સંપૂર્ણ ત્યજી દેવામાં આવેલ આ મહેલ અત્યારે પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે.
- કારણ કે, એક સંગ્રહાલય તરીકે ઐતિહાસિક ફર્નિચર, મૂર્તિઓ, પેઇન્ટિંગ્સ અને અન્ય એવી ઘણી વસ્તુઓનું ઘર છે, જે અચરજ પમાડે છે.
eછાપું