IMF: વર્ષ 2021-22માં ફક્ત વિશ્વમાં ભારત જ ડબલ ડીજીટ વિકાસ નોંધાવી શકશે

0
534

IMF દ્વારા આગામી નાણાકીય વર્ષ માટે તમામ દેશોના વૃદ્ધિદરની આગાહી કરવામાં આવી છે જેમાં ભારત જ એક માત્ર એવો દેશ છે જે ડબલ ડીજીટમાં વૃદ્ધિદર નોંધાવશે તેમ કહેવામાં આવ્યું છે.

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા અનુસાર અગામી નાણાકીય વર્ષ 2021-22માં ફક્ત ભારત જ ડબલ ડીજીટ વિકાસ નોંધાવી શકશે.

IMFના અનુમાન અનુસાર ભારત આવનારા નાણાકીય વર્ષમાં 11.5 ટકા જેટલો વૃદ્ધિદર નોંધાવશે.

ગઈકાલે IMF દ્વારા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક બહાર પાડવામાં આવ્યો હતો જેમાં આ આંકડો આપવામાં આવ્યો છે.

કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે અને તેમાં દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ફક્ત ભારત જ એક એવો દેશ રહેશે જે 10% થી પણ વધુ વૃદ્ધિદર હાંસલ કરી શકશે, જ્યારે સમગ્ર વિશ્વ 5.5%નો ગ્રોથ દર્શાવશે.

ભારત બાદ ચીન વૃદ્ધિદરની દ્રષ્ટિએ બીજા નંબરે રહેશે અને તેનો વૃદ્ધિદર 8.3% જેટલો રહેશે.

પોતાની આગાહીમાં IMFએ વર્ષ 2022માં ભારતના વૃદ્ધિદર અંગેનું અનુમાન ઘટાડીને 6.8% તેમજ ચીનનો વૃદ્ધિદર 5.6% કર્યો છે.

વિશ્વના બાકીના દેશોમાં આ જ સમય દરમ્યાન (વર્ષ 2021) અમેરિકા 5.1, જાપાન 3.1, ઇંગ્લેન્ડ 4.5, ચીન 8.1, રશિયા 3.0 અને સાઉદી અરેબિયા 2.6 ટકાના દરે વૃદ્ધિ નોંધાવશે તેવું અનુમાન IMF દ્વારા કરવામાં આવ્યું છે.

2022 માટે IMF દ્વારા ફ્રાન્સ 4.1, ઇટલી 3.6, સ્પેન 4.7, જાપાન 2.4, ઇંગ્લેન્ડ 5.0, કેનેડા 4.1, ચીન 5.6, સાઉદી અરેબિયા 4.0, બ્રાઝીલ 2.6 અને દક્ષિણ આફ્રિકા માટે 1.4 ટકાના વૃદ્ધિદરની આગાહી કરવામાં આવી છે.

તમને ગમશે: ભારત હવે વિશ્વનો સહુથી ગરીબ દેશ રહ્યો નથી – એક અભ્યાસનું તારણ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here