શિખામણ: તાંડવના નિર્માતાઓ અને કલાકારોને સુપ્રિમ કોર્ટની શીખ

0
249

વિવાદિત વેબ સિરીઝ તાંડવના નિર્માતાઓ અને કલાકારોને સુપ્રિમ કોર્ટ તરફથી આજે નિરાશા સાંપડી છે અને સુપ્રિમ કોર્ટે તેમને એક શિખામણ પણ આપી છે જેની અસર આવનારા સમયમાં જોવા મળી શકે છે.

નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે આજે તાંડવ વેબ સિરીઝના નિર્માતાઓ અને કલાકાર વિરુદ્ધ થયેલી FIRને કાઢી નાખવાની વિનંતીને નકારી દીધી છે.

સુપ્રિમ કોર્ટે આ તમામને પોતાની અરજી લઈને હાઈકોર્ટ જવાનું કહ્યું છે.

આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે એક શિખામણ પણ આપી છે કે લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવી સ્ક્રિપ્ટ લખવી જ ન જોઈએ કારણકે તમે એમ કરી શકતા નથી.

સુપ્રિમ કોર્ટે નોંધ્યું હતું કે અભિવ્યક્તિની આઝાદી અસીમિત નથી અને તે નિરપેક્ષ પણ નથી, કોર્ટે મામલાની વધુ સુનાવણી 4 ફેબ્રુઆરી સુધી ટાળી દીધી હતી.

આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે આ તમામની સંભવિત ધરપકડ પર રોક લગાવવાથી પણ ઇનકાર કરી દીધો છે.

તાંડવના નિર્માતા, નિર્દેશક તેમજ અભિનેતા મોહમ્મદ ઝીશાન ઐયુબ અને એમેઝોન પ્રાઈમના અધિકારી પર વિવિધ રાજ્યોમાં થયેલી FIR રદ્દ કરવાની માંગણી સુપ્રિમ કોર્ટ સમક્ષ તેમણે કરી હતી.

મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આ તમામ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી પરંતુ ઉત્તર પ્રદેશ પોલીસ આ તમામની પૂછપરછ કરવા માટે મુંબઈ ગઈ હતી.

સિરીઝના એક દ્રશ્યમાં ભગવાન શિવ અને ભગવાન રામ અંગે લાગણી દુભાય તેવા સંવાદો બોલવામાં આવ્યા છે તેમજ એક સંવાદમાં ભગવાન શિવ બનતા પાત્ર દ્વારા અપશબ્દનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

તાંડવ સિરીઝના નિર્માતાઓએ આ અંગે માફી માંગીને વિવાદાસ્પદ દ્રશ્યો ડિલીટ કરવાનું પણ કહ્યું હતું પરંતુ દેશભરમાં સિરીઝ પર પ્રતિબંધ મુકવાની માંગે જોર પકડ્યું હતું.

તમને ગમશે – વેબ સિરીઝ રિવ્યુ: ધીમીધબ્બ, ફિક્કીફસ્સ, બેસ્વાદ અને અપમાનજનક તાંડવ!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here