પ્રત્યાઘાત: બે કિસાન આગેવાનો વિરુદ્ધ FIR, બે યુનિયનો આંદોલનથી અળગા થયા

0
302

ગઈકાલે દિલ્હીના રસ્તાઓ અને ખાસકરીને ઐતિહાસિક લાલ કિલ્લા પર પંજાબના ખેડૂતોએ કરેલા શરમજનક હિંસક દેખાવોના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને બે કિસાન યુનિયનો આંદોલનથી દૂર થયા છે.

નવી દિલ્હી: ગઈકાલે પંજાબના ખેડૂત આંદોલનકારીઓએ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના માર્ગો પર જે રીતે હિંસાચાર આદર્યો હતો તેનાથી માત્ર સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ કેટલાક આંદોલનકારી નેતાઓના માથાં પણ શરમથી ઝુકી ગયા છે.

થોડા સમય પહેલાં જ બે મહત્ત્વના કિસાન યુનિયનોએ પોતાને આ આંદોલનથી પોતાને અળગા થયેલા જાહેર કર્યા છે.

વી એમ સિંગ જેઓ ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોર્ડીનેશન કમિટી (AIKSCC)ના અધ્યક્ષ છે તેમણે ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન પરત લીધું છે. આ સંગઠન સાથે સમગ્ર ભારતમાંથી લગભગ 250 જેટલી ખેડૂત સંસ્થાઓ જોડાયેલી છે.

વી એમ સિંગે જણાવ્યું છે કે તેમનો વિરોધ એ દિશામાં ન જઈ શકે જે દિશા તેના લક્ષ્યથી વિરુદ્ધ હોય.

વી એમ સિંગે ઉમેર્યું હતું કે તેઓ એ આંદોલનમાં સામેલ થવા નથી માંગતા જેનું નેતૃત્ત્વ રાકેશ ટિકૈત કરી રહ્યા હોય.

આ ઉપરાંત ભારતીય કિસાન યુનિયન (ભાનુ)ના પ્રમુખ ભાનુ પ્રતાપ સિંગે પણ ગઈકાલની હિંસાનો વિરોધ કરતાં પોતાના સંગઠનનું સમર્થન આ આંદોલનથી પરત ખેંચ્યું હતું.

ભાનુ પ્રતાપ સિંગે દિલ્હીની ચિલ્લા બોર્ડર પર પત્રકારોને સંબોધન કરતાં કહ્યું હતું કે ગઈકાલે દિલ્હીમાં જે થયું તેનાથી તેમને અત્યંત દુઃખ થયું છે અને તેઓ 58 દિવસનું તેમનું પ્રદર્શન બંધ કરી રહ્યા છે.

આ ઉપરાંત દિલ્હી પોલીસે ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને યોગેન્દ્ર યાદવ વિરુદ્ધ FIR નોંધી છે.

તમને ગમશે – દાદાગીરી: ખેડૂતોની માફી માંગ્યા બાદ જ જાહ્નવી કપૂરની ફિલ્મનું શુટિંગ શરુ થઇ શક્યું

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here