ધમકી: જો મેં વટાણા વેરી દીધા તો તમારામાંથી કોઈજ નહીં બચી શકે

0
258

કિસાન આંદોલનના નેતાઓને પંજાબી કલાકાર દીપ સિંગ સિદ્ધુ દ્વારા ધમકી મળી છે અને તેણે આ આંદોલન દરમ્યાન પડદા પાછળ શું ચાલી રહ્યું છે તે જાહેર કરી દેવાનું પણ કહ્યું છે.

ચંડીગઢ: ગણતંત્ર દિવસ પર લાલ કિલ્લા પર તોડફોડ કરવા માટે પંજાબના ખેડૂતોને પ્રોત્સાહન આપવાનો જેના પર આરોપ છે તે પંજાબી કલાકાર દીપ સિંગ સિદ્ધુએ પોતાના ફેસબુક પેજ પર લાઈવ આવીને ખેડૂત નેતાઓને ધમકી આપી છે.

ખેડૂત નેતાઓએ 26 જાન્યુઆરીની હિંસા બદલ દીપ સિદ્ધુને ગદ્દાર કહ્યો હતો જેનાથી તે અત્યંત રોષમાં છે તેમ તેણે જણાવ્યું હતું.

દીપ સિદ્ધુએ આ નેતાઓને ધમકી આપતાં કહ્યું છે કે જો તે પોતાનું મોઢું ખોલશે અને આંદોલન દરમ્યાન ચાલેલી અંદરની વાતો બહાર પાડી દેશે તો આ નેતાઓને ભાગવા માટે રસ્તો પણ નહીં મળે.

તેણે બાદમાં ઉમેર્યું હતું કે તેની વાતને ફિલ્મી ડાયલોગ ન સમજવો જોઈએ અને આ વાતને ખેડૂત આગેવાનોએ યાદ રાખવી જોઈએ.

દીપ સિદ્ધુએ જણાવ્યું હતું કે ખેડૂત નેતાઓએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે અને તેની પાસે દરેક બાબતની દલીલ છે.

દીપ સિદ્ધુએ ખુલાસો કર્યો હતો કે ખેડૂત આગેવાનોએ યુવાનોને ટ્રેક્ટર માર્ચના નામે બોલાવ્યા હતા અને બાદમાં નક્કી કરેલા રૂટ પર જ માર્ચ કરવાનું કહ્યું હતું તેનાથી યુવાનો આક્રોશિત થઇ ગયા હતા.

ખેડૂત આગેવાનોને દીપ સિદ્ધુએ અહંકારી કહ્યા હતા અને તેઓ સરકારી ભાષા બોલી રહ્યા હોવાનો પણ તેણે આરોપ મૂક્યો હતો.

સિદ્ધુએ ખેડૂત આગેવાનો પર કોઈ એક બાબતે સ્ટેન્ડ ન લેવાનો આરોપ મુકતા કહ્યું હતું કે તે લાલ કિલ્લા પર કોઈ ઝંડો લગાવીને બાઈક પર ભાગી ગયો હતો એ વાત અસત્ય છે.

તેણે પોતે ભાજપા, RSS અથવાતો કોંગ્રેસ સાથે જોડાયેલો છે તે આરોપોનું ખંડન કર્યું છે.

તમને ગમશે – ફુલાય પિંજારા: બોરિસ જોહન્સનના રદ્દ થયેલા પ્રવાસને જીત ગણાવતા ખેડૂત નેતાઓ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here