રાજીનામું: શું રાજદીપ સરદેસાઈને અફવા ફેલાવવાની સજા મળી છે?

0
334
rajdeep sardesai_echhapu
Photo Courtesy: YouTube

26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમ્યાન એક ખેડૂતના મૃત્યુ અંગે ફેલાવેલી અફવાને ઇન્ડિયા ટુડે ચેનલના સિનીયર એડિટર રાજદીપ સરદેસાઈએ આગળ વધારવાને કારણે તેમને સજા મળી હોવાનું જાણવા મળ્યું છે.

નવી દિલ્હી: આ ગણતંત્ર દિવસે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદર્શનકારી પંજાબના ખેડૂતોને પોલીસ મંજૂરી મળ્યા બાદ ટ્રેક્ટર રેલી નીકળી હતી જે અત્યંત હિંસક નીવડી હતી અને સો થી વધુ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

આ દરમ્યાન દિલ્હીના ITO વિસ્તારમાં એક ખેડૂતને પોલીસે ગોળી મારતા તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હોવાની અફવા સોશિયલ મિડિયા પર ફેલાવવામાં આવી હતી.

આ દરમ્યાન ઇન્ડિયા ટુડેના સિનીયર એડિટર રાજદીપ સરદેસાઈનો લાઈવ ઇન્ટરવ્યુ તેમની જ ચેનલ પર પ્રસારિત થયો હતો જેમાં તેમણે પણ આ પ્રકારની ઘટના બની હોવાની શંકા વ્યક્ત કરી હતી.

બાદમાં દિલ્હી પોલીસે રિલીઝ કરેલા CCTV ફૂટેજના આધારે સત્ય બહાર આવ્યું હતું કે એ ખેડૂતે પોતાના ટ્રેક્ટરને ખતરનાર રીતે વાળવાનો પ્રયાસ કરતા તે ઊંધું વળી ગયું હતું અને તેના  માથામાં ઈજા થતાં તેનું મૃત્યુ થયું હતું.

પરંતુ, રાજદીપ સરદેસાઈએ જવાબદાર પત્રકાર હોવાની ફરજ ન બજાવતાં ઘટના ખોટી કે સાચી હોવાનું કન્ફર્મ કર્યું ન હતું અને માત્ર શંકાના આધાર પર ઇન્ટરવ્યુમાં ઉપર મુજબ કહ્યું હતું.

હવે સમાચાર એવા આવી રહ્યા છે કે સોશિયલ મિડીયામાં રાજદીપ સરદેસાઈ વિરુદ્ધ આ અંગે આક્રોશ ફૂટી નીકળતાં ચેનલ ઇન્ડિયા ટૂડે એ તેની ગંભીર નોંધ લીધી છે અને સરદેસાઈ વિરુદ્ધ પગલાં લીધા છે અને સજા આપવામાં આવી છે.

જાણવા મળ્યા અનુસાર રાજદીપ સરદેસાઈને હાલપૂરતા ઓફ એર કરી દેવામાં આવ્યા છે અને તેમનો એક મહિનાનો પગાર પણ કાપી દેવામાં આવ્યો છે.

અગાઉ પણ રાજદીપ સરદેસાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ અમેરિકા યાત્રા દરમ્યાન ન્યૂયોર્કના  પ્રખ્યાત મેડીસન સ્ક્વેર ગાર્ડન ખાતે મોદી સમર્થકો સાથે બાખડી પડ્યા હતા અને તેમની વચ્ચે મારામારી પણ થઇ હતી.

તાજી અપડેટ: રાજદીપ સરદેસાઈએ પોતાને મળેલી સજાના વિરોધમાં ઇન્ડિયા ટુડે ટીવીમાંથી રાજીનામું આપી દીધું છે.

તમને ગમશે: મોદી દ્વેષી રાજદીપ સરદેસાઈને ચૂપ કરાવતા વારાણસીના નાગરિકો

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here