ક્રિકેટ: ICC હવે દર મહીને ક્રિકેટર્સનું સન્માન કરશે; એવોર્ડની જાહેરાત

0
332

ક્રિકેટનું વૈશ્વિક સંચાલન કરતી સંસ્થા ICC હવે વાર્ષિક એવોર્ડ્સની સાથેસાથે દર મહીને પણ ક્રિકેટરોને એક ખાસ એવોર્ડથી સન્માનિત કરશે જેની જાહેરાત તેણે ગઈકાલે કરી છે.

દુબઈ: દર વર્ષે શ્રેષ્ઠ ક્રિકેટરોને ક્રિકેટની તમામ કેટેગરીઓમાં સન્માનિત કરતા ICCએ એક નવા એવોર્ડ ‘ક્રિકેટર ઓફ ધ મંથ’ની ઘોષણા ગઈકાલે કરી છે.

આખા મહિનામાં સમગ્ર વિશ્વમાં રમાતા તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ દરમ્યાન સહુથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ક્રિકેટરને આ મહિનાથી સન્માનવામાં આવશે.

આ વખતે જાહેર કરેલા નોમીનેશન્સમાં ભારતના વિકેટકીપર ઋષભ પંત અને રવિચંદ્રન અશ્વિનના નામ સામેલ છે.

આ બંનેએ ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ જીતવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

પંત અને અશ્વિન ઉપરાંત ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને ટી નટરાજનના નામ પણ આ નોમીનેશન્સમાં સામેલ છે.

આ ઉપરાંત શ્રીલંકા સામે બેવડી સેન્ચુરી ફટકારનાર ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ, ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટિવ સ્મિથ, અફઘાનિસ્તાનના રહેમાનુલ્લા ગુરબાઝ, દક્ષિણ આફ્રિકાની કે મરીયાને કાપ અને નાદીન ડી કલર્ક તેમજ પાકિસ્તાનની મહિલા ક્રિકેટર નિદા ડાર પણ આ રેસમાં સામેલ છે.

મહિનાના શ્રેષ્ઠ ખેલાડીઓ માટે ICCની વેબસાઈટ પર રજીસ્ટર થયેલા યુઝર્સ પોતાનો મત આપી શકશે જેમના મતનું વજન 10% જેટલું હશે.

જ્યારે દરેક વર્ગ માટે એક ખાસ કમિટી સ્થાપવામાં આવી છે જે ઈમેઈલ દ્વારા પોતાના મત આપશે જેમાં પૂર્વ ખેલાડીઓ, કોમેન્ટેટર્સ અને સ્પોર્ટ્સ પત્રકારો સામેલ છે.

આ કમિટીના મતનું વજન 90% જેટલું રહેશે જેથી ઈન્ટરનેટ વોટીંગ દ્વારા એકતરફી પરિણામને ખાળી શકાય.

તમને ગમશે – શોએબ અખ્તર ધુંવાંફુંવાં: “આતે ICCની ટીમ છે કે IPLની ટીમ??”

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here