ડાલગોના કોફી – લોકડાઉન સમયે અત્યંત લોકપ્રિય થયેલી કોફીની રેસિપી

0
371

લોકડાઉનનો સમય વીતી ગયો છે અને હવે જનજીવન પાટે પણ આવી રહ્યું છે અને સ્વાભાવિક છે કે આવા સમયમાં આપણે એ સમયને યાદ ન કરીએ એ જ યોગ્ય છે. પરંતુ એ સમયે એક ખાસ કોફી ખાસ્સી વાયરલ થઇ હતી અને તે હતી ડાલગોના કોફી!

આથી જો તમે એ ડાલગોના કોફી હજી પણ ન બનાવી હોય તો આજે જાણીએ તેની સિમ્પલ રેસિપી અને તેની સાથે સાથે કેટલીક બીજી પણ મજા પડી જાય તેવી રેસિપીઝ!

ડાલગોના કોફી

Photo Courtesy: YouTube

સામગ્રી:

2 ટેબલસ્પૂન કોફી પાઉડર
2 ટેબલસ્પૂન ખાંડ
2 ટેબલસ્પૂન હૂંફાળું પાણી
1/2 કપ દૂધ

રીત:

  1. એક બાઉલમાં કૉફી પાઉડર, ખાંડ અને પાણી લઈ, ઇલેક્ટ્રિક બીટરની મદદથી સોફ્ટ પિક્સ થાય ત્યાંસુધી ફેંટો. ઇલેક્ટ્રિક બીટર ના હોય તો ચમચી કે કાંટાની મદદથી પણ ફેંટી શકાશે, પરંતુ તેમાં સમય જશે.
  2. એક કપમાં દૂધ લઈ, તેના પર ચમચીથી ફેંટેલી કૉફી સરસ રીતે ગોઠવો.
  3. ડાલગોના કૉફી તૈયાર છે.

ઓરીઓ મગ બ્રાઉની

Photo Courtesy: My Recipes

સામગ્રી:

4 ઓરીઓ બિસ્કીટ

3 ટેબલસ્પૂન દૂધ

રીત:

  1. એક માઈક્રોવેવ સેફ મગમાં ઓરીઓ બિસ્કીટ લઇ તેને ભાંગી લો.
  2. તેમાં 3 થી 4 ટેબલસ્પૂન દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  3. મગને માઈક્રોવેવમાં 90 સેકન્ડ માટે ફેરવી લો. ઓરીઓ બ્રાઉની તૈયાર છે.

નોંધ: માગ બ્રાઉનીને બદલે મગ કેક બનાવવા માટે આ જ રેસિપીમાં ¼ ટીસ્પૂન બેકિંગ પાઉડર ઉમેરીને માઈક્રોવેવ કરવું.

ટીકટોક ટોર્ટીલા રેપ

હમસ રેપ

Photo Courtesy: pcrm

સામગ્રી:

1 ટોર્ટીલા (અથવા મેંદા કે ઘઉંની રોટલી)

1 ટેબલસ્પૂન હમસ

1 ટામેટું (પીતા કરેલું)

1 કાકડી (પીતા કરેલી)

1 ચીઝ સ્લાઈસ

રીત:

  1. ટોર્ટીલા અથવા રોટલીને અડધેથી વચ્ચે સુધી કાપો મૂકો.
  2. હવે રોટલીના ચાર અલગ અલગ ભાગમાંથી એક પર હમસ, એક પર ટામેટું, એક પર કાકડી અને એક પર ચીઝ સ્લાઈસ મૂકો.
  3. કાપાની ડાબી બાજુથી રોટલીના પડ વાળતા જઈ રેપને ત્રિકોણ આકાર આપો.
  4. રેપને આમ જ અથવા શેકીને પીરસો.

નટેલા સ્ટ્રોબેરી રેપ

Photo Courtesy: Souffle Bombay

સામગ્રી:

1 ટોર્ટીલા (અથવા મેંદા કે ઘઉંની રોટલી)

1 ટેબલસ્પૂન નટેલા

3-4 સ્ટ્રોબેરી (સ્લાઈસ કરેલી)

મધ

બુરૂ ખાંડ

રીત:

  1. ટોર્ટીલા અથવા રોટલીને અડધેથી વચ્ચે સુધી કાપો મૂકો.
  2. હવે રોટલીના ચાર અલગ અલગ ભાગમાંથી બે પર નટેલા અને બે પર સ્ટ્રોબેરીની સ્લાઈસ મૂકો.
  3. કાપાની ડાબી બાજુથી રોટલીના પડ વાળતા જઈ રેપને ત્રિકોણ આકાર આપો.
  4. ઉપરથી મધ અને બુરૂ ખાંડ છાંટીને પીરસો.

તમને ગમશે: eChhapu @ 1000! – થઇ જાય ક્વિક રેસિપીઝ સાથે ક્વિક સેલિબ્રેશન?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here