વન પર્સન કંપની (OPC) અને NRIs માટે આ બજેટ લાવ્યું છે ઉત્તમ તક

0
602
Photo Courtesy: Comunium

નાના સાહસિકો અને ધંધામાં ઝંપલાવનારા એકલવીરો માટે સરકારે કંપની કાયદા હેઠળ માત્ર એક જ વ્યક્તિ પણ કંપની ખોલી શકે એવી વન પર્સન કંપનીને (OPC) આ બજેટમાં પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે અને વિદેશમાં વસતા ભારતીઓ અથવા ભારતીય મૂળના વિદેશી નાગરિકો એટલેકે POI કાર્ડ ધરાવનારાઓ માટે ભારતમાં ધંધો શરુ કરવાની ઉત્તમ તક ઉભી થઇ છે

તો જોઈએ આ OPC શું છે ?

તમે જયારે એકલા ધંધો શરુ કરો ત્યારે તમારી મૂડી માર્યાદિત હોય એથી લોન લેવી જરૂરી બની જાય. આમ દેવું થાય અને જો ધંધામાં નિષ્ફળ જાઓ તો એ દેવું ચુકવવા તમારે અંગત મિલકત પણ વેચવી પડે અને દેવળિયા પણ બની જવાય. આ કોઈપણ વ્યક્તિ માટે સૌથી મોટું જોખમ.

હવે જો તમે કંપની કાયદા હેઠળ એક કંપની ઉભી કરો તો આ જોખમ તમારી મૂડીના જેટલું જ રહે એટલેકે તમે કંપનીમાં જેટલું શેર કેપિટલ રોકો એટલું જ નુકશાન તમને થાય. કારણકે જે દેવું કંપનીનું હોય એ તમારું અંગત ના ગણાય અને આમ અંગત અને કંપનીનું દેવું જુદું હોવાથી તમારી અન્ય અંગત મિલકત પર દેવું ભરપાઈ કરવા ટાંચ ના લાગી શકે. કારણકે કંપની એ કાયદા હેઠળ એક જુદી પર્સન કહેવાય અને એ અંગતથી જુદી ગણાય. ટૂંકમાં ફડચામાં જાય તો કંપની જાય અને નહિ કે તમે વ્યક્તિ.

તો આ ફાયદો કંપનીને હોય આજ સુધી કંપની સ્થાપવા બે કે એથી વધુ વ્યક્તિની જરૂર રહેતી એથી તમારે ધંધો શરુ કરવા જો કંપની સ્થાપવી હોય તો કોઈ ભાગીદાર શોધવો પડતો પરંતુ આ OPC હેઠળ હવે તમે એક જ વ્યક્તિ પણ કંપની શરુ કરી શકશે અને કંપની કાયદા હેઠળની ઘણી ફોર્માલીટીઓ તમારે નહિ કરવી પડે. જેમકે બોર્ડ મીટીંગ એકલા એકલા મીટીંગ કઈ રીતે થાય. અમુક રિટર્નનો નહિ ભરવા પડે માત્ર વાર્ષિક કે છ માસિક હિસાબ આપવો પડશે.

આમ હવે વિદેશમાં વસતા ભારતીયો પણ આ OPC ખોલી ધંધો શરુ કરશે અને ભાગીદાર રાખવાને બદલે કોઈ કર્મચારીને પગાર આપી અથવા પગાર વત્તા કમીશન આપી પોતાની માલિકીનો ધંધો શરુ કરી શકશે. અને જેમ જેમ ધંધો વિકસતો જાય એમ એમાં શેરહોલ્ડર એટલેકે ભાગીદાર ઉમેરતા જવાય જે પ્રાઇવેટ લીમીટેડ જ હોય અને પછી તો સ્કાય ઈઝ લીમીટ તમે પબ્લિક કંપનીમાં એને બદલી શકો.

આમ નવા ઉદ્યોગ સાહસિકો માટે આ OPC ધંધાનું સાહસ કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે.

પહેલા આવી વન પર્સન કંપની માટે મૂડીની અને વેચાણની મર્યાદા હતી પરંતુ હવે એ કાઢી નાખવામાં આવી છે. અને તમે એમાં ગમે એટલી મૂડી અને વેચાણ વધારી શકો છો. વળી કંપની ચલાવવાનો ખર્ચ પણ સાવ ઘટી જશે.

આ OPCનો સૌથી મોટો ફાયદો એ કે એથી તમે ધંધામાં ભાઈ ભાઈ વચ્ચે થતા કૌટુંબિક ઝગડાઓ ટાળી શકાશે અને મૃત્યુ બાદ એના વિભાજનની પ્રક્રિયા સરળ બનશે. તમારે માત્ર શેર જ ટ્રાન્સફર કરવાના રહે અને એમાં પણ ટકાવારી રાખી શકાય નોમીની તરીકે રાખીને.

એથી કૌટુંબિક ઝગડાઓથી ધંધો પડી નહિ ભાંગે. પણ કોઈ એક વારસદાર એને મેનેજીંગ ડાયરેક્ટર તરીકે કે CEO તરીકે ચાલુ રાખી એ મુજબ પગાર લઇ ચાલુ રાખી શકશે. ટૂંકમાં ભાગ પડશે તો શેરમાં ભાગ પડશે અને અન્ય મિલકતો વગેરે માટે સમજૂતીઓ સરળ થશે જે ધંધો વિકસાવે એજ CEOને લાયક કહેવાશે.

વિદેશમાં વસતા ભારતીયોને આથી બમણો ફાયદો થશે એક તો તેઓ ભારતમાં ધંધો શરુ કરી શકશે અને એમના મૃત્યુ બાદ એ ધંધો કોણ સંભાળશે એની કાયદાકીય ઝંઝટ નહિ રહે શેરને નોમીની કરતા કોઈપણ જાતની અન્ય કાનૂની કારવાઈ કરવાની ધંધો ચાલુ રાખવા જરૂર નહિ રહે. અને જો ધંધો ચાલુ રહે આવક ચાલુ રહે તો મિલકતની વહેચણી પણ સરળ બને અને સંપ પણ બની રહે અને શક્ય છે અન્ય વારસદારો એમાં ભાગ માંગવાને બદલે એમાં પોતાનું રોકાણ કરે.

આમ આ OPC એક HUF (હિંદુ અન ડિવાઈડેડ ફેમીલી) કરતા પણ ઉત્તમ છે. આજે ઘણા ધંધા HUF હેઠળ છે તેમણે એને આ OPC કંપનીમાં ફેરવી દેવા જોઈએ.

ખાસ તો વિદેશમાં રહેતા ભારતીયો આનો ઉત્તમ લાભ લઇ શકે જો તમે વર્ક ફ્રોમ એનીવેર કરી શકતા હોવ તો હવે ધંધો વિકસાવવા અને એ પણ નાની શરૂઆતથી ધંધો પણ ફ્રોમ એનીવેર જરૂરથી શરુ કરી જ શકશો એમાં કોઈ શંકા નથી.

આ અંગે તમને વધુ માર્ગદર્શન જોઈતું હોય તો તમે મારો સમ્પર્ક 9821728704 પર વોટ્સઅપ કરી જરૂરથી માર્ગદર્શન મેળવી શકો છો.

તમને ગમશે: નવુંનવું Startup છે? તો આ 5 ખાસ ટિપ્સ ધ્યાનમાં જરૂર લેજો

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here