વેલેન્ટાઈન્સ ડે હવે આવવામાં જ છે અને જો તમે એ મૂંઝવણમાં છો કે આ દિવસે તમે તમારા પ્રિય પાત્રને શું બનાવીને પીરસશો કે તેનો પ્રેમ તમારા પ્રત્યે બમણો થઇ જાય, તો અમારી પાસે છે ચાર ખાસ રેસિપીઝ જે તમે આરામથી બનાવી શકશો.
તો ચાલો જાણીએ કે આ ચાર ખાસ વેલેન્ટાઇન રેસિપીઝ કઈ છે?
ચોકલેટ બ્રાઉની

સામગ્રી
1/2 કપ બટર
150 ગ્રામ ચોકલેટ
1 કપ મેંદો
1 ટેબલસ્પૂન કોકો પાઉડર
1/2 કપ દહીં
170 ગ્રામ બુરૂ ખાંડ
રીત:
1. એક બાઉલમાં દહીં લઇ તેમાં ખાંડ ઉમેરીને બરાબર ભેળવી દો.
2. બીજા એક બાઉલમાં બટર અને ચોકલેટ ઓગળો. ઓગળેલા મિક્સરને દહીંમાં ઉમેરી બરાબર ભેળવી લો.
3. હવે તેમાં મેંદો અને કોકો પાઉડર ઉમેરી બરાબર ભેળવી ઓવનમાં 180℃ તાપમાને 40 મિનિટ સુધી બેક કરો.
4. વેનીલા આઈસ્ક્રીમ કે ક્રીમ સાથે સર્વ કરો.
ચોકલેટ સ્ટ્રોબેરી પાઈ

સામગ્રી
1 પેકેટ+5 નંગ ઓરીઓ બિસ્કીટ
100 ગ્રામ બટર
300 ગ્રામ+300 ગ્રામ વ્હીપ ક્રીમ
300 ગ્રામ ડાર્ક ચોકલેટ, ટુકડા કરેલી
300 ગ્રામ વ્હાઈટ ચોકલેટ, ટુકડા કરેલી
3tbsp સ્ટ્રોબેરી પ્યુરી
ફ્રેશ સ્ટ્રોબેરી ગાર્નીશિંગ માટે
રીત:
- સૌથી પહેલા, ફૂડ પ્રોસેસરમાં ઓરીઓ બિસ્કીટ લઇ, તેનો ભૂકો કરી લો.
- હવે તેમાં પીગળેલું બટર ઉમેરી બરાબર ભેળવીલો.
- એક લૂઝ બોટમ પાઈ મોલ્ડ કે કેક મોલ્ડને ગ્રીઝ કરો. હવે તેમાં આ ઓરીઓ અને બટરનું મિશ્રણ બરાબર દબાવીને પાથરી દો. આ મિશ્રણને ફ્રીજમાં સેટ થવા દો.
- હવે એક ૩૦૦ ગ્રામ વ્હીપ ક્રીમમાં ડાર્ક ચોકલેટને ઉમેરી, ડબલ બોઈલર પદ્ધતિથી, ચોકલેટને બરાબર ઓગળી જાય, એ રીતે ગરમ કરો. આ મિશ્રણને ગનાશ કહે છે.
- એવી જ રીતે બીજા ૩૦૦ ગ્રામ ક્રીમમાં વ્હાઈટ ચોકલેટનું ગનાશ બનાવો.
- વ્હાઈટ ચોકલેટ વાળા મિશ્રણમાં સ્ટ્રોબેરી પ્યુરી ઉમેરી બરાબર મિક્સ કરી દો.
- બંને ગનાશ, સહેજ ઠંડા પડે એટલે મીડીયમ સ્પીડ પર લગભગ 1 થી 2 મિનીટ માટે ફેંટી લો.
- હવે ફ્રિજમાંથી તૈયાર કરેલો બેઝ કાઢી તેના પર એક ચમચી ચોકલેટ ગનાશ અને એક ચમચી સ્ટ્રોબેરી ગનાશ પાથરીને માર્બલ ઈફેક્ટ આપો.
- ઉપર ફ્રેશ સ્ટ્રોબેરીથી સજાવીને ફ્રીજમાં લગભગ 3 થી 4 કલાક માટે સેટ થવા દો.
- સેટ થઇ જાય એટલે ફ્રેશ સ્ટ્રોબેરી અને વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કરો.
ચોકોલેટ ટ્રફલ

સામગ્રી
૩/4 કપ હેવી ક્રીમ
1 કપ આઈસીંગ સુગર
250 ગ્રામ ડાર્ક ચોકોલેટ ચિપ્સ (ગનાશ માટે)
350 ગ્રામ ડાર્ક ચોકોલેટ ચિપ્સ (ડીપ માટે)
સજાવટ માટે, બારીક સમારેલા ડ્રાયફ્રૂટ
રીત:
- બેકિંગ ડીશને પાર્ચમેન્ટ પેપર મૂકી તૈયાર કરો.
- 250 ગ્રામ ચોકોલેટ ચીપ્સ અને હેવી ક્રીમને ડબલ બોઈલર પર મૂકીને પીગળાવી દો.
- તૈયાર થયેલા મિશ્રણને લગભગ 2 કલાક માટે ફ્રીજમાં ઠરવા દો.
- હવે અન્ય બાઉલમાં 350 ગ્રામ ચોકોલેટ ચીપ્સને ડબલ બોઈલર પર મૂકીને પીગળાવી દો.
- ફ્રીજમાં મૂકેલા મિશ્રણમાંથી થોડું લઇ તેને ગોળ આકાર આપો. આ ગોળાને પીગળેલી ચોકલેટમાં ડૂબાડી, વધારાની ચોકલેટ નીતરી જવા દો.
- ત્યારબાદ તેને ડ્રાયફ્રૂટના મિશ્રણમાં રગદોળી બેકિંગ ડીશમાં મૂકો.
- ગોળાને લગભગ અડધો કલાક ફ્રીજમાં સેટ થવા દો.
- તૈયાર થઇ જાય એટલે સર્વ કરો.
ચોકોલેટ મૂઝ

સામગ્રી
300 ગ્રામ હેવી ક્રીમ
1 કપ આઈસીંગ સુગર
400 ગ્રામ ડાર્ક ચોકોલેટ ચિપ્સ
100 ગ્રામ બટર
રીત:
- બટર અને ચોકોલેટ ચીપ્સને ડબલ બોઈલર પર મૂકીને પીગળાવી દો.
- પીગળી જાય એટલે આ મિશ્રણને બાજુ પર રાખો, રૂમ ટેમ્પરેચર પર આવવા દો.
- એક બાઉલમાં ક્રીમ લઇ તેમાં આઈસીંગ સુગર નાખી હેવી પીક્સ નાં બને ત્યાં સુધી ક્રીમ ને ફેંટો.
- તૈયાર ક્રીમમાં ચોકોલેટના મિશ્રણને ધીમે ધીમે, હલકા હાથે ભેળવો.
- બધી જ ચોકોલેટ ક્રીમમાં મિક્સ થઇ જાય એટલે મૂઝને ચાર બાઉલમાં વહેંચી દો. આ બાઉલને પ્લાસ્ટિક રેપ કે ક્લિંગ રેપથી ઢાંકી 2 થી ૩ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા દો.
- ઠંડુ ઠંડુ સર્વ કરો.
eછાપું