મ્યુચ્યુઅલફંડની વિવિધ સ્કિમ્સ અને તેના અસંખ્ય લાભ કયા છે?

0
526
Photo Courtesy: Indian Express

આપણે જોયું કે મ્યુચ્યુઅલફંડના સેબીની માર્ગદર્શિકા પ્રમાણે 21 કેટેગરી છે જેમકે ડેબ્ટ અને ઇક્વિટી એ મુખ્ય એ ઉપરાંત સેકટોરીયલ વગેરે હવે આ તમામમાં જુદી જુદી સ્કીમ એટલે સૌ પ્રથમ તો વિડન્ડસ્કીમ વિષે જાણીએ.

તેમાં રોકાણકારને મ્યુચ્યુઅલફંડ હાઉસ સમયાંતરે રોકાણકારને ડિવિડન્ડ આપે. એટલેકે એ જયારે પોતાના ઉદ્દેશ મુજબ ડેબ્ટ ફંડ કે ઈક્વીટી ફંડમાં રોકાણ કરે અને લેવેચ કરે એમાં જે નફો થાય એ રોકાણકારોને યુનિટ દીઠ નફો વેચે જેને ડિવિડન્ડ કહેવાય જે માસિક હોય ત્રિમાસિક હોય કે વાર્ષિક હોય.

હવે તમે જોશો તો આ ડિવિડન્ડ તમારા કુલ રોકાણના 12% જેટલું જ હોય છે એ ઓછું પણ હોઈ શકે કારણકે વધુ નફો શક્યના બને અથવા એથી વધુ આપે તો એ ગ્રોથ ન કરી શકે. તો તમારી એ ફંડની એનએવી વધે નહિ. આમ અહી વાર્ષિક આવક થાય અને સાથે સાથે ભાવ વધારો પણ થાય.

ડિવિડન્ડ રીઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં તમને જે ડિવિડન્ડ મળે એ તમારાં બેંક ખાતામાં જમા ન થાય પરંતુ એના એ દિવસના એનએવી ના ભાવે તમને નવા યુનિટ મળે આમ અહી તમારા યુનિટમાં વધારો થાય. અને અંતે એના એનએવીમાં ભાવ વધે.

જયારે ગ્રોથ સ્કીમમાં કોઈ ડિવિડન્ડ ન મળે બસ એનએવીમાં ભાવ વધતો જાય જેમ શેરનો ભાવ વધે એમ. એના યુનિટમાં પણ વધારો ન થાય સિવાય કે તમે એજ સ્કીમમાં વધુ રોકાણ કરો અથવા સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં દર મહીને એમાં પૈસા ઉમેરતા જાવ.

તો હવે સવાલ એ ઉભો થાય કે કઈ સ્કીમ ઉત્તમ ?

તો આમાં ઉત્તમ કરતા તમારી જરૂરિયાત વધુ મહત્વની જેમકે જો તમે નિવૃત હોવ અને અન્ય કોઈ આવકના હોય તો માસિક કે વાર્ષિક આવક ડિવિડન્ડ સ્કીમમાં મળતી રહે અહી તમારી મૂડી વૃદ્ધિ ગ્રોથ સ્કીમ કરતા ઓછી થાય પણ થાય કારણકે તમે ડિવિડન્ડ મળે એથી એટલી એની એનએવી નીચે આવે. અન્યથા એનો તમામ નફો નવા રોકાણમાં થઇ શકે.

પણ તમારે આવક જોઈએ છે તો ડિવિડન્ડ સ્કીમ જ ઉત્તમ. અહી એક અન્ય મુદ્દો તમારી ડિવિડન્ડ આવક હવે આવકવેરા કાયદા પ્રમાણે એના પર ટેક્સ લાગશે એથી જો તમે અન્ય કરપાત્ર આવક ધરાવતા હોવ તો ગ્રોથ સ્કીમ ઉત્તમ કારણકે જો તમારી એનએવી વર્ષે કે પાંચ વર્ષમાં ધારોકે 12% દરે વધી તો એના પર તમે કોઈ આવકવેરો નથી ભરતા પરંતુ તમે જયારે એની રોકડી કરો એમાંથી પૈસા ઉપાડો ત્યારે તમને કેપિટલ ગેઇન ટેક્સ લાગશે જે હાલમાં આવકવેરાના સ્લેબ 20% અને 30% થી ઓછો છે. તો આમ તમે અહી કર બચત કરી શકો છો. આમ ગ્રોથ સ્કીમ નોકરિયાત અને યુવાનો માટે અને જેને નિવૃત્તિ આયોજન કરવું છે એમના માટે ઉત્તમ.

ડિવિડન્ડ રીઇન્વેસ્ટમેન્ટમાં પણ આવકવેરો લાગશે એના પર કે જેટલું તમને ડિવિડન્ડ મેળવ્યું એના પર એથી ડિવિડન્ડ રીઇન્વેસ્ટમેન્ટ સ્કીમ કરતા ગ્રોથ સ્કીમ જ સારી કહેવાય અને આમ ડિવિડન્ડ સ્કીમ અથવા ગ્રોથ સ્કીમ પૈસાની આવકની જરૂરિયાત મુજબ પસંદ કરી શકાય.

મારા મતે તમને માસિક જેટલી આવકની જરૂરિયાત હોય એ બેંક ફિક્સ ડીપોઝીટ અને આવક ના 20% થી 30% ડિવિડન્ડ સ્કીમમાં મૂકી શકાય. નિવૃત હોય અને જેમના સંતાનો ઘરની જવાબદારી નિભાવી શકે એટલી કમાણી કરતા હોય તો બેંક ફિક્સ ડીપોઝીટમાં જ ટેક્સની ટેક્સ મુક્ત આવકની જે મર્યાદા છે જે હાલ રૂ 5 લાખ છે એટલી આવક પુરતી બેંક ફિક્સ ડીપોઝીટમાં મૂકી મ્યુચ્યુઅલફંડોની ગ્રોથ સ્કીમમાં જ મૂકી દેવી જેથી મૂડી વધતી રહે જે ૧૨% ના દરે વધતી રહે.

જયારે મોટા ખર્ચની જરૂરિયાત હોય ત્યારે તમે મ્યુચ્યુઅલફંડમાંથી ગમે ત્યારે બે દિવસમાં પૈસા ઉપાડી શકો છો. જયારે ફિક્સ ડીપોઝીટમાં તમે મુદત પાકતા પહેલા પૈસા ઉપાડી નથી શકતા જો ઉપાડો તો વ્યાજ પર કાપ પડે અને નુકશાન થાય.

આમ મ્યુચ્યુઅલફંડ બચત અને રોકાણનું ઉત્તમ સાધન છે ખાસ તો એમના માટે જેમને શેરમાં રોકાણમાં ગતાગમ નથી પડતી અથવા શેર કરતા વધુ સલામતી છે. અહી હા યાદ રહે મ્યુચ્યુઅલફંડ ઇન્વેસ્ટમેન્ટ ઈઝ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક.

હવે જોઈએ પોર્ટફોલિયો એટલે શું ?

તો એનો અર્થ એક જ મ્યુચ્યુઅલફંડમાં પૈસા ના રોકાતા જુદાં જુદાં ફંડમાં પૈસા રોકવા અને એ ફંડ કઈ રીતે પસંદ કરવું અને કેટલા ફંડ હાઉસમાં રોકાણ કરવું.

આ પોર્ટફોલિયો બનાવવો એ એક કળા છે એમાં તમે કેટલું જોખમ લેવા માંગો છો એના આધારે તમારા મૂડીના રોકાણની વહેંચણી કરવાની હોય છે.

જેમકે ડેબ્ટ ફંડ અને ઇક્વિટી ફંડમાં ડેબ્ટ ફંડ વધારે સલામત પણ આવક ઓછી. અહી તમને બેન્કના ફિક્સ ડીપોઝીટ કરતા માંડ બે ટકા વધુ મળે જયારે ઇક્વિટી ફંડમાં તમને વળતર 12% કે એથી વધુ મળે વળી ઇક્વિટી ફંડમાં લાર્જ કેપ મિડકેપ કરતાં ઓછું જોખમી અને મિડકેપ સ્મોલકેપ કરતા ઓછું જોખમી તો આ જોકમ સ્પ્રેડ કરવાનું રહે. એ તમારી ઉમર રોકાણનો ઉદ્દેશ અને સમય એ વિગતો ધ્યાનમાં લઇ તમારી જોખમા લેવાની ક્ષમતાને આધારે એક ઉત્તમ પોર્ટફોલિયો બનાવી શકાય.

આમ અહી પણ એક ઉત્તમ પોર્ટફોલિયો બનાવવા તમે મ્યુચ્યુઅલફંડ ડીસ્ત્રીબ્યુટર કે મ્યુચ્યુઅલફંડ સલાહકારની મદદ લો તો યોગ્ય સલાહ મળી રહે અને એથી તમારું વળતર પણ ઉત્તમ રહે. બાકી મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કરતા તમે  1.5% થી 2.5% સુધી ખર્ચ કરો જ છો કારણકે મ્યુચ્યુઅલફંડ હાઉસનો જે એક્સ્પેન્સીસ રેશિયો છે એ એટલો તો હોય જ છે.

આમ રોકાણ અભ્યાસ કરી જોખમની ક્ષમતા માપી અને કેટલો સમય રોકાણ કરવાના છો એનો ઉદ્દેશ શું છે એ તમામ પાસાઓ જો તમે સમજી શકતા હોવ તો જ ડાયરેક્ટ રોકાણ કરવું અન્યથા સલાહકારની સલાહ લેવી એ જ શ્રેષ્ઠ. કારણકે તમે તમારી મૂડી લાંબાગાળા માટે રોકો છો અને એમાં તમે વધુ વળતરની અપેક્ષા છે તો એક નિષ્ણાત જ તમને યોગ્ય માર્ગદર્શન આપી શકે.

અહીં આપવામાં આવેલી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here