તમે મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કઈ રીતે કરશો? કેટલીક સરળ ટિપ્સ!

0
598
મ્યુચુઅલફંડ_echhapu
Photo Courtesy: YouTube

સૌ પ્રથમ તો આ યાદ રાખોકે “મ્યુચ્યુઅલફંડ ઇન્વેસ્ટમેન્ટ ઈઝ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક“ એથી મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કરતા પહેલા સમજી વિચારીને અને એમાં કયું સૌથી ઓછું જોખમી કે વળતર શેમાં કેટલું વધુ એ જાણી લેવું એ માટે તમારા મ્યુચ્યુઅલફંડ ડીસટ્રીબ્યુટરને સવાલો કરો.

મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કરતા પહેલા આ ટૂંકમાં સમજી લો.

મ્યુચ્યુઅલફંડના ત્રણ મુખ્ય પ્રકારો

૧) ડેબ્ટ ફંડ:  જેમાં મ્યુચ્યુઅલફંડ તમારા પૈસા બોન્ડ્સમાં રોકાણ કરે અને એમાં વળતર બેન્કની ફિક્સ ડીપોઝીટ કરતા થોડું એટલેકે બે ટકા જેટલું વધુ હોય.

૨) ઈક્વીટી ફંડ: જેમાં મ્યુચ્યુઅલફંડ તમારા પૈસા ઈક્વિટી શેરમાં રોકાણ કરે જેમાં વળતર લાંબાગાળે વાર્ષિક ૧૨% જેટલું છૂટે. આમાં ચાર પેટા પ્રકાર છે એક લાર્જકેપ એટલેકે ફંડ મોખરાની ૧૦૦ કંપનીઓમાં રોકાણ કરે જેમાં જોખમ સૌથી ઓછું હોય. બીજું મિડકેપ કે જેમાં ફંડ હાઉસ તમારા પૈસા મોખરાની ૧૦૧ થી લઇ ૨૫૦ નંબર સુધીની કંપનીઓમાં રોકાણ કરે અને એમાં લાર્જકેપ કરતા વધુ જોખમ હોય.

ત્રીજું સ્મોલકેપ કે જેમાં ફંડ તમારા પૈસા મોખરાની ૨૫૧મી કંપનીથી આગળ નાની નાની કંપનીઓમાં રોકાણ કરે જેમાં જોખમ મિડકેપ કરતા વધુ હોય અને સામે વળતર સૌથી વધુ હોય. અને ચોથું મલ્ટીકેપ કે જેમાં મ્યુચ્યુઅલફંડ લાર્જકેપ મિડકેપ અને સ્મોલકેપ દરેકમાં ૨૫% ઓછામાંઓછું રોકાણ કરે અને અન્ય ૨૫% ફંડ મેનેજરને યોગ્ય લાગે ત્યાં વધતું ઓછું રોકાણ કરે જેથી જોખમ સ્પ્રેડ થાય અને આમાં મિડકેપ કે સ્મોલકેપ કરતા જોખમ ઘટી જાય.

૩) સેકટોરીયલ ફંડ: અહિ તમારું રોકાણ કોઈ એક ઇન્ડસ્ટ્રીમાં જ થાય જેમકે બેન્કિંગ સેકટર એફએમસીજી સેક્ટર પાવર સેક્ટર વગેરે એથી આ સેક્ટરમાં તેજી હોય તો તમને વળતર વધુ મળે અને મંદી હોય ત્યારે વળતર ઘટે વળી દરેક સેક્ટરમાં કંપનીઓ માર્યાદિત હોય એથી આ ફંડમાં રોકાણ ટાળવું સિવાય કે તમને એ સેકટરનું પૂરેપૂરું જ્ઞાન હોય અને રોકાણ પણ સતત મોનીટર કરતા રહેવું જરૂરી બની જાય છે.

હવે જોઈએ આ મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કરતા વળતરની ગણતરી કઈ રીતે કરવી આમાં ડેબ્ટ ફંડમાં વળતર બેંક ફિક્સ ડીપોઝીટ કરતા એકાદ બે ટકા વધુ એનો અર્થ આજના દરે સાત થી આઠ ટકા ગણવો અને ઇક્વિટીમાં તમે ૧૨% જેટલું છૂટે એમ ધરીને ચાલો. પણ આ વળતર તમે જો ૫ વર્ષ કે વધુ સમય માટે રોકાણ જાળવી રાખો તો જ તમે એ ધારી શકો અન્યથા ઓછું અથવા નેગેટીવ એટલેકે મૂડી પર ઘસારો પણ લાગી શકે. જો બજારમાં મંદી ચાલતી હોય તો અથવા તમે તેજીના સમયે રોકાણ કરો અને બાદમાં મંદીની શરૂઆત થાય તો. હા આ મંદીનો સમય સાધારણપણે ત્રણ વર્ષનો હોય છે.

એથી વધુ સમય તમે રોકાણ જાળવી રાખો તો આ ૧૨% રોકાણની અપેક્ષા જરૂરથી રાખી શકાય હા યાદ રહે ઇક્વિટી ફંડમાં જ ૧૨% જેટલું વળતર છૂટે અથવા વધુ પણ શક્ય છે પરંતુ લાંબાગાળાની વાત હોય ત્યારે આ ૧૨% સરાસરી વળતર પકડીને ચાલી શકાય જે ફંડ હાઉસ પ્રમાણે વધતું ઘટતું પણ હોઈ શકે એથી પ્રતિષ્ઠિત ફંડ હાઉસમાં રોકાણ કરવું જરૂરી બની જાય છે. હવે જોઈએ ગણતરી કઈ રીતે કરવી.

તમે જો દર મહીને રૂ ૧૦૦૦ ની એસઆઈપી કરો તો ૫ વર્ષમાં ૧૨% ના દરે થશે તમારા રૂ ૮૧૧૦૪ જેમાં તમારી મૂડી થઇ ૬૦૦૦૦ અને વળતર થયું ૨૧૧૦૪ જેને માત્ર સારી રીતે સમજવા વ્યાજ એમ ધારી લો. આ જ રૂ ૧૦૦૦ તમારા ૧૦ વર્ષમાં થશે રૂ ૨૨૪૦૩૬ જેમાં તમારી મૂડી રોકાઈ ૧૨૦૦૦૦ અને વ્યાજ થયું ૨૯૫૯૩૧. અને આ જ દર મહીને ૧૦૦૦ રૂ ૧૫ વર્ષમાં તમને આપશે વળતર ૧૨% ના દરે ૪૭૫૯૩૧ જેમાં તમારું રોકાણ ૧૮૦૦૦૦ અને વળતર ૨૯૫૯૩૧ થશે.

આજ રીતે તમે રૂ ૫૦૦૦ કે દસ હજાર કે તમે જે રકમ દર મહીને કે વર્ષે રોકાણ કરવા માંગતા હોવ તો તમે ગણતરી કરી શકો છો. તો સવાલ છે કઈ રીતે?

આ ગણતરી સાવ સહેલી છે ગુગલ કરો ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર અને તમને ઘણી એવી વેબસાઈટ મળશે જે આ ગણતરી કરી આપે છે. ત્યાં તૈયાર કોષ્ટક છે જેમાં તમે જરૂરી વિગતો ઉમેરો અને ચાંપ દબાવતા જ રીઝલ્ટ તમારી સામે. અરે હા એ તમને જો તમે એમાં મોંઘવારીનો દર એમાં નાખશો તો એ સમયે તમારા કુલ આવક કેટલી થશે એ પણ દર પકડી કહી દેશે.

આમ હવે આવા લાંબાગાળાના રોકાણ માટે તમે કેટલા પૈસા એ સમય દરમ્યાન રોકો અને તમને કેટલા પૈસા વ્યાજ સાથે હાથમાં આવશે એ જાણવું સરળ થઇ ગયું છે માત્ર ગુગલ કઈ રીતે કરવું એ તમે સમજી જશો તો એથી આગળ તમને જવાબો મળતા જશે.

અહીં આપવામાં આવેલી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here