રિલાયન્સ હવે ફેસબુક અને ગુગલ સાથે મળીને UPIને સ્પર્ધા આપશે!

0
585
રિલાયન્સ_eChhapu
Photo Courtesy: India TV

ભારતમાં ઓનલાઈન પેમેન્ટ્સ માટે UPI એટલેકે યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ અત્યંત લોકપ્રિય અને સહુથી વધુ ઉપયોગમાં લેવાતું માધ્યમ છે, પરંતુ હવે રિલાયન્સ તેને સ્પર્ધા પૂરી પાડવા માટે તૈયારી કરી રહ્યું છે.

મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે મુકેશ અંબાણીની આગેવાનીમાં ચાલતું ભારતનું સહુથી વિશાળ કોર્પોરેટ છે તેણે ટેક્નોલોજીના સમ્રાટ કહેવાતા ગુગલ અને ફેસબુક સાથે ભાગીદારી કરી છે.

એક રિપોર્ટ અનુસાર રિલાયન્સ ઉપરોક્ત બંને કંપનીઓ સાથે મળીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ન્યૂ અમ્બ્રેલા એન્ટીટી (NUE)નું લાઈસન્સ મેળવવા માટે અરજી કરવા જઈ રહ્યું છે.

જો કે ઉપરોક્ત ભાગીદારીમાં ગુગલ અને ફેસબુકનો હિસ્સો ઘણો નાનો હશે પરંતુ આ NUEને રિલાયન્સ, તેનું એક ખાસ યુનિટ તેમજ ઇન્ફીબીમ એવન્યુઝ લિમિટેડની સબસીડરી ‘સો હમ ભારત’ દ્વારા પ્રમોટ કરવામાં આવશે.

એક એવા સમાચાર પણ મળી રહ્યા છે કે નવીન સુર્યા જેમણે ઈટ્ઝકેશની શરૂઆત કરી હતી અને તેઓ ભારતની પેમેન્ટ્સ ઇન્ડસ્ટ્રીના સહુથી અનુભવી CEOsમાંથી એક છે તેઓ આ નવા સાહસના મેનેજીંગ ડાયરેક્ટર તેમજ ચિફ એક્ઝીક્યુટીવ તરીકે નિયુક્ત થઇ ચૂક્યા છે.

આ NUE સ્થાપિત થયા બાદ રિલાયન્સના નેતૃત્ત્વમાં ઉભા થનારા આ સંયુક્ત સાહસ દ્વારા પોતાનું નેશનલ પેમેન્ટ નેટવર્ક ઉભું કરવામાં આવશે.

એવું માનવામાં આવે છે કે રિલાયન્સનું નવું પેમેન્ટ નેટવર્ક હાલના અતિશય લોકપ્રિય તેમજ સહુથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ને જબરદસ્ત હરીફાઈ પૂરી પાડશે.

UPI નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જે ભારત સરકારનું એક સાહસ છે.

નવા NUEની અરજી માટેની છેલ્લી તારીખ RBI દ્વારા લંબાવવામાં આવી છે અને હવે આ પ્રકારની અરજીઓ 31 માર્ચ સુધી કરી શકાશે.

જાણવામાં આવ્યું છે કે રિલાયન્સ અને તેની સાથી કંપનીઓ પોતાનો પ્રસ્તાવ આગળ કરવા માટે લગભગ તૈયાર છે અને બહુ જલ્દીથી જ આ અંગે કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે એ નોંધનીય છે કે હાલમાં આ પ્રકારના ઘણા સંયુક્ત ખાનગી સાહસો છે જેમણે નવા NUE લાયસન્સ માટે રિઝર્વ બેન્કને પ્રસ્તાવ આપ્યા છે.

આ સંયુક્ત ખાનગી સાહસોમાં ICICI બેંક અને એમેઝોન, પેટીએમ અને ઇન્ડસઇન્ડ બેંક તેમજ તાતા ગ્રુપ અને HDFC બેંક તથા કોટક મહિન્દ્રા બેંક મુખ્ય ગણવામાં આવે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here