પનીર – જે સ્વાદવિહીન હોવા છતાં દરેક વાનગીમાં નવો જ સ્વાદ ઉમેરે છે!

0
409
પનીર_eChhapu
Photo Courtesy: The Kitchn

દૂધની તમામ બનાવટોમાં પનીર એક ખાસ બનાવટ છે. પનીર સ્વાદમાં ભલે મોળી હોય પરંતુ તે કોઇપણ વાનગીમાં એક નવો જ સ્વાદ ઉમેરી દેતી હોય છે. મુખ્યત્વે પંજાબી રસોઈમાં પનીરનું એક આગવું મહત્ત્વ હોય છે. આજે આપણે પનીરથી બનેલી ત્રણ ખાસ વાનગીઓનો રસ માણીશું, એટલેકે એ વાનગીઓની રેસીપી શીખીશું.

ક્રશ્ડ પનીર મખની

સામગ્રી:

1 ટેબલસ્પૂન તેલ

1 ટેબલસ્પૂન બટર

1 ટીસ્પૂન જીરું

2 ટેબલસ્પૂન લસણની પેસ્ટ

¾ કપ ફ્રેશ ટમેટો પ્યુરી

3 ટેબલસ્પૂન ટમેટો કેચપ

2 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ

1 ટેબલસ્પૂન લાલ મરચાંનો પાવડર

1 ટીસ્પૂન ખાંડ

3 ટેબલસ્પૂન કાજુની પેસ્ટ

સ્વાદ મુજબ મીઠું

1 ટેબલસ્પૂન ટમેટો કેચઅપ

1 કપ પનીર, હાથથી ક્રશ કરેલું

2 ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ

1 ટીસ્પૂન ગરમ મસાલા

1 ટીસ્પૂન કસૂરી મેથી

તાજી સમારેલી કોથમીર સજાવટ માટે

રીત:

  1. એક પેનને ધીમા તાપે મૂકો અને તેમાં તેલ, બટર, જીરું અને લસણની પેસ્ટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  2. હવે તેમાં ટમેટો પ્યુરી, ટમેટો કેચપ, લીલા મરચાની પેસ્ટ, લાલ મરચું પાવડર અને ખાંડ ઉમેરી બરાબર ભેળવી લો.
  3. હવે તેમાં કાજુની પેસ્ટ, સ્વાદમુજબ મીઠું, ટમેટો કેચઅપ, ક્રશ કરેલું પનીર, ક્રીમ, ગરમ મસાલા, કસુરી મેથી ઉમેરી મિક્સ કરો.
  4. સબ્જી બરાબર ખદખદવા લાગે એટલે ગેસ બંધ કરી, તાજી સમારેલી કોથમીર અને ફ્રેશ ક્રીમથી સજાવીને રોટી કે પરાઠા સાથે સર્વ કરો.

નીર-કોર્ન ટીક્કી મસાલા

ામગ્રી:

ટીક્કી માટે:

½ કપ પનીર

½ કપ બાફેલા મકાઈના દાણા

1 ટેબલસ્પૂન લીલા મરચા

1 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ

1 ટીસ્પૂન આમચૂર પાઉડર

3ટેબલસ્પૂન મેંદો

મીઠું, મરી સ્વાદ મુજબ

ઘી જરૂર મુજબ

સબ્જી માટે:

2 ટેબલસ્પૂન ઘી

1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ

¼ કપ કાજુની પેસ્ટ

1 કપ ફેંટેલું દહીં

¼ કપ બ્રાઉન ઓનિયન પેસ્ટ

1 ટીસ્પૂન ગરમ મસાલા

1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર

મીઠું સ્વાદ મુજબ

સજાવવા માટે ક્રીમ/મલાઈ અને ફુદીનાના પાન

રીત:

ટીક્કી માટે:

  1. તમામસામગ્રી, એકબાઉલમાંલઇ, બરાબર મિક્સ કરી લો.
  2. તેને હળવે હાથે ટિક્કીનો આકાર આપો.
  3. એક તવા પર ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે બધી ટિક્કીને એક પછી એક શેકી લો.

સબ્જી માટે:

  1. એક પેનમાં ઘી ગરમ કરી, તેમાંલસણની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળી લો.
  2. તેમાં કાજુની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  3. હવે તેમાં ગરમ મસાલો, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી બરાબર ભેળવી લો.
  4. હવે તેમાં ફેંટેલું દહીં અને બ્રાઉન ઓનિયન પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  5. આ ગ્રેવીમાં ટીક્કી ઉમેરી દો.
  6. ક્રીમ અને ફુદીનાના પાનથી સજાવીને પરાઠા સાથે પીરસો.

પનીર અંગારા

સામગ્રી:

1+1 ટેબલસ્પૂન તેલ

1+1 ટીસ્પૂન જીરું

2 નાના ટુકડા તજ

1 તમાલપત્ર

5 લવિંગ

૩ ઈલાયચી

10 આખા મરી

10-12 કળી લસણ

2 લીલા મરચા

1 ઇંચ જેટલો આદુનો ટુકડો

10-12 ટુકડા કાજુ

4 મધ્યમ આકારની ડુંગળી, સમારેલી

4 મધ્યમ આકારના ટામેટા, સમારેલા

૩૦૦ ગ્રામ પનીર

1 ટીસ્પૂન હળદર પાઉડર

1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર

½ ટીસ્પૂન ધાણાજીરું પાઉડર

ગરમ મસાલો જરૂર મુજબ

મીઠું સ્વાદ મુજબ

1 ટીસ્પૂન કસૂરી મેથી

ધુંગાર આપવા માટે:

1 તજનો ટુકડો અથવા કોલસો

2 ટેબલસ્પૂન ઘી અથવા તેલ

રીત:

  1. એક પેનમાં તેલ લઇ તેમાં 1 ટીસ્પૂન જીરું, તજ, તમાલપત્ર, લવિંગ, ઈલાયચી, આખા મરી, લસણ, લીલા મરચા, આદુ, કાજુ, ડુંગળી અને ટામેટા લઇ ટામેટા નરમ થાય ત્યાંસુધી પકવી લો.
  2. ટામેટા નરમ થાય એટલે ગેસ બંધ કરી, મિશ્રણ ઠંડું પડે એટલે મિક્સરમાં પીસીને તેની પેસ્ટ બનાવી લો.
  3. પેનમાં બીજું 1 ટેબલસ્પૂન તેલ લઇ તેમાં બાકીનું જીરું ઉમેરો. જીરું તતડે એટલે તેમાં તૈયાર પેસ્ટ ઉમેરો.
  4. તેમાં હળદર, લાલમરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  5. તેમાં મીઠું અને કસૂરી મેથી ઉમરી બરાબર મિક્સ કરી લો. તેમાં જરૂર લાગે તે પ્રમાણે (1 થી 1 ½ કપ) પાણી ઉમેરો.
  6. મિશ્રણ સહેજ ખદખદવા લાગે એટલે તેમાં પનીરના ટુકડા ઉમેરી થોડીવાર ઢાંકણ ઢાંકીને પનીરમાં મસાલો ભળવા દો.
  7. કોલસા અથવા તજના ટુકડાને ગેસ ઉપર સીધો જ મૂકીને બરાબર ગરમ કરો. સબ્જીમાં વચ્ચે એક વાટકી મૂકી તેમાં ગરમ કરેલો કોલસો કે તજ મૂકી ઉપરથી તેલ અથવા ઘી ઉમેરો અને તરત જ પેનને ઢાંકી દો. આમ કરવાથી થતા ધૂમાડાનો સ્વાદ પનીરમાં ભળી જવા દો.
  8. લગભગ 6-7 મિનીટ પછી ઢાંકણ ખોલી વાટકી કાઢી, તેનું ઘી/તેલ ગ્રેવીમાં ઉમેરી, સાચવીને ભેળવી દો.
  9. કોથમીર ભભરાવીને પરાઠા કે રોટલી સાથે સર્વ કરો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here