Home લાઈફ સ્ટાઈલ બાળ વિકાસ જાણવા જેવું: શાળામાં એડમિશન કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો

જાણવા જેવું: શાળામાં એડમિશન કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો

0
119
Photo Courtesy: The Indian Express

શિક્ષણ એ આપણી પાયાની જરૂરિયાત છે. દરેક માતા-પિતાએ પોતાના બાળકના શિક્ષણને લગતી તમામ માહિતી થી માહિતગાર હોવું જોઈએ. આવો આપણે આજે શિક્ષણને સંલગ્ન થોડી માહિતી આવરી લઈએ:

  1. સૌ પ્રથમ તો તમારે એ નક્કી કરવાનું હોય છે કે બાળક ને કયા બોર્ડમાં અને કયા મીડીયમમાં ભણાવવું છે. આપણે ત્યાં ગુજરાત બોર્ડ(GSEB), સેન્ટ્રલ બોર્ડ(CBSE) અને ઇન્ટરનેશનલ બોર્ડ (ICSE) છે.
  2. એક સાદી સમજણ છે કે  ધોરણ 1 થી 8 “પ્રાયમરી સેક્શન”,  ધોરણ 9 અને 10 “સેકન્ડરી સેક્શન” અને  ધોરણ 11 અને 12 “હાયર સેકન્ડરી સેક્શન” હોય છે. 
  3. જયારે તમે કોઈ પણ શાળામાં તમારા બાળકનું એડમિશન લેવા જાવ ત્યારે જે તે શાળાની એડમિશન પ્રોસેસ હોય છે તે જાણી લેવી જરૂરી છે. જેમાં શાળાની ફી થી લઇ ને સ્કુલ યુનિફોર્મ, બુકનું લિસ્ટ વગેરે દરેક પ્રકારની માહિતી તમારે લઇ લેવી પડે. બે થી ત્રણ શાળા શોર્ટલીસ્ટ કર્યા બાદ અને દરેક શાળાની માહિતી લીધા બાદ તમારે નક્કી કરવાનું રહે કે તમે તમારા બાળકને કઈ શાળામાં ભણાવવા માંગો છો. જેમ કે ગુજરાત બોર્ડમાં જૂન મહિનામાં શાળાનું સત્ર શરુ થતું હોય છે તો તે માટેના એડમિશન મોટાભાગની સ્કૂલોમાં નવેમ્બર કે ડિસેમ્બર થી શરુ થતા હોય છે.
  4. ગુજરાત બોર્ડમાં ધોરણ 1 માં બાળકના 6 વર્ષ પુરા થયેલા હોવા જોઈએ તેવો નિયમ આવેલો છે. એ 6 વર્ષ જૂન મહિનામાં પુરા થતા હોવા જોઈએ.
  5. તમારા બાળકનું નામ તેના પિતાના નામ સાથે તેના જન્મપ્રમાણ (બર્થ સર્ટીફીકેટ)માં પહેલે થી સરખું લખાવવું. જે પ્રમાણે બર્થ સર્ટીફીકેટમાં નામ હોય છે તે જ પ્રમાણે શાળામાં નામનો દાખલો એટલે કે એડમિશન થાય છે. આ એક અત્યંત જરૂરી વાત છે કેમ કે આગળ જતા ભાઈ અને કુમાર જેવા શબ્દોને લીધે ઘણા લોકોને મુશ્કેલી થઇ શકે છે. દા.ત. બર્થ સર્ટીફીકેટમાં નામ છે – કશીશ (Kashish), પિતાનું નામ – પંકજકુમાર (Pankajkumar) .  હવે જયારે તમે આગળના ધોરણમાં જાવ છો અને તમારું નામ “કશીશ પંકજકુમાર” લખાય છે , પણ પિતાના નામ ના દરેક પુરાવા “પંકજભાઈ” ના નામના હોય છે જેના લીધે નામ મિસમેચ થાય છે. તેવી જ રીતે બાળક ના નામ તથા પિતાના નામ ના સ્પેલિંગ પણ ચેક કરી લેવા. 
  6. જે તે શાળાના એડમિશન ફોર્મમાં બર્થ સર્ટિફિકેટ અથવા તો લીવીંગ સર્ટીફીકેટ પ્રમાણે નામ લખવું. મોટાભાગ ના લોકો નામ ની વિગત પોતાની જાતે લખતા હોય છે પણ એડમિશન ફોર્મમાં નામ હંમેશા બર્થ સર્ટીફીકેટ મુજબ લખવાનું હોય છે. 
  7. અત્યારના માતા-પિતા ખૂબ જાગૃત છે તો આવી નાની નાની બાબતોની જાગૃતિ હોવી જરૂરી છે. પ્રેક્ટીકલી થાય છે એવું કે જયારે તમે કોઈ શાળા છોડીને જાવ ત્યારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે સ્કુલ લીવીંગ સર્ટીફીકેટમાં જે પણ વિગતો(નામ, જન્મ તારીખ વગેરે) હોય તે મુજબ પાસપોર્ટ અને બીજા દસ્તાવેજો બને છે. ઘણીવાર નામ ના સ્પેલિંગ માં ભૂલ જયારે સ્કુલ લીવીંગ આપણા હાથમાં આવે ત્યારે ખબર પડે છે અને પછી ત્યારબાદ તેમાં કોઈ સુધારો નથી થઇ શકતો તો પહેલેથી જ આપણે જાગૃત રહી ને એડમીશન વખતે જ બધું જોઈ અને તપાસી લેવું.
  8. શાળામાં જયારે પણ એક માતા-પિતા તરીકે જાવ ત્યારે એક પેન, એક કાગળ સાથે રાખવાં જરૂરી છે. તમે જે પણ વિગતો ફોર્મમાં ભરો છો તેનો એક ફોટો લઇ લેવો. આખું ફોર્મ વાંચી જવું એક માતા-પિતા તરીકે તમે ક્યાં અને કઈ જગ્યા પર સહી કરો છો તે તમને ખ્યાલ હોવો જોઈએ. 
  9. સ્કુલના નિયમો (રૂલ્સ અને રેગ્યુલેશન)ની જાણ તમને હોવી જોઈએ. જો તમને ક્યાંય કોઈ પણ વાત બરાબર ન લાગે તો તમે શાળાના જે તે સ્ટાફ ને વિગત પૂછી જ શકો છો.
  10. શાળા ના ફોન નંબર અને જો અલગ અલગ ડીપાર્ટમેન્ટ હોય તો તેના નંબર અને ઈમેલ તમારી પાસે હોવા જરૂરી છે. તમારા બાળકની એડમિશન પ્રોસેસ સરળ બનાવવા માટે શાળા દ્વારા જે પણ વિગત માંગી હોય તે તમારે સમયસર પૂરી પાડવી જોઈએ. 

eછાપું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!