મારોય એક જમાનો હતો (4): રેકર્ડ પ્લેયર, રેડિયોગ્રામ, જ્યુક બૉક્સ

0
322
Photo Courtesy: TechRadar

રેડિયોગ્રામ – આ શબ્દો સાંભળી એન્ડ્રોઇડ એપ્લિકેશન યાદ આવે. પણ આ એ એપ્લિકેશન ની વાત નથી. ફર્નિચર કમ રેકર્ડ પ્લેયર કમ રેડિયો એવા સંગીત સાધનની વાત છે. સંગીત હવે સંપૂર્ણ ડિજિટાઇઝ્ડ થઈ ગયું છે. MP3 ફોર્મેટમાં, કોમ્પેક્ટ ડિસ્ક, આઇપોડ, મોબાઇલ ફોન સર્વત્ર ડીજીટલ સાઉન્ડ!!

ડિજિટલ તો છેલ્લા બે-ત્રણ દસકાથી છે એ પહેલાં એનાલોગ પાઉન્ડનો જમાનો હતો. કેડેટ આવી એ પહેલાંના જમાનાની આ વાતો છે: રેકર્ડ અને રેકર્ડ પ્લેયર, EP & LP – Extended Play, Long Play.

આજે પણ સંગીતના પરમ ચાહકોની પસંદગી એનાલોગ સાઉન્ડ જ છે. વિનાયલ રેકર્ડ. EP એટલે આજની કોમ્પેક્ટ ડિસ્ક કરતાં થોડી મોટી સાઈઝ 7 ઇંચ વ્યાસ. જેમાં એક સાઇડ પર સાત કે આઠ મિનિટનું રેકોર્ડિંગ હોય અને LP 10-12 ઇંચ વ્યાસની આવતી, જેમાં એક સાઇડ પર 22-26 મિનિટનું રેકૉર્ડિંગ હોય.

આ રેકર્ડ જેના પર ચડાવીને વગાડતા એને ટર્ન ટેબલ અથવા રેકર્ડ પ્લેયર પણ કહેવાય.

રેકર્ડ વગાડવા એની સ્પીડ RPM (Revolution Per Minute) પણ અગત્યની ભૂમિકા ભજવતું. 1950 પહેલા જે રેકર્ડ આવતી એ 78 RPM સ્પીડ પર વાગતી. એ પછી 33 1/3 & 45 RPM સ્ટાન્ડર્ડ ગણાતી. 78 રેકર્ડના તો આજે પણ શોખીન ખૂબ મળી આવે છે. સ્પીડ વધુ હોય, સંગીતની ગુણવત્તા ખૂબ સુંદર લાગે.

રેકર્ડ પર માઈક્રો ગૃવ્ઝ (એકદમ ઝીણા અંકા) દ્વારા સાઉન્ડ સ્ટોર કરવામાં આવે અને એક ઝીણી પીન (સ્ટાઈલસ) દ્વારા રેકર્ડ પરના ગૃવ્ઝમાંથી વાંચીને મ્યુઝિક એમ્પ્લીફાયર દ્વારા આપણા સુધી પહોંચે. 

ટર્ન ટેબલ, રેકર્ડ પ્લેયર ઉપરાંત એક વિશિષ્ટ સંગીત સાધન હતું જેને ફર્નિચર કમ રેકર્ડ પ્લેયર કમ રેડિયો તરીકે ઉપયોગમાં લેવાતું. ઘરના ડ્રોઇંગ રૂમમાં એક આખો ખૂણો રોકાય એવી મોટી સાઈઝ. વાલ્વ ટેકનોલોજી. આજના વુફર કરતાં પણ મોટા સ્પીકર, ટર્ન ટેબલ, આઠ બેન્ડનો રેડિયો.

નાજુક રેડિયોગ્રામ એટલે સંગીતના પ્રેમી માટે ગોળનું ગાડું. બુશ, મર્ફી, નેશનલ એકો, એચ.એમ.વી અને ફિલિપ્સ આમાં અગ્રેસર કંપનીઓ હતી. ટર્ન ટેબલ ચેન્જર મતલબ એક સાથે ત્રણ (જેવી એની ક્ષમતા)  રેકર્ડ ગોઠવી નાખો એટલે એક પછી એક રેકર્ડ વાગતી રહે.

આ ઉપરાંત રેસ્ટોરન્ટ અને પબ્લિક પ્લેસમાં પસંદગીનું સંગીત સાંભળવા માટે જ્યુક બૉક્સ એ બહુ પ્રખ્યાત હતું. જેમાં રો અને કોલમ એમ કોબ્મીનેશનના નંબર હોય, અને એ નંબરને સામે ગીત લખ્યું હોય. પસંદગીનું ગીત સાંભળવા પચીસ કે પચાસ પૈસાનો સિક્કો એમાં નાખવાનો અને પસંદગીનું બટન દબાવવાનું. તમારાં મનપસંદ ગીત સાંભળવાનો અનેરો આનંદ મળે. આ જ્યુક બૉક્સને કારણે જ અમુક રેસ્ટોરન્ટમાં ગ્રાહકો નિયમિત આવતા રહેતા અને એ આકર્ષણનું કેન્દ્ર હતું. 

મેં 1988માં વિડિયોકોનનું પાવરહાઉસ (રેકર્ડ પ્લેયર, ટ્વિન કેસેટ પ્લેયર કમ ચાર બેન્ડ રેડિયો) વલસાડથી લીધું હતું. એ રેકર્ડ પ્લેયર પણ 33 1/3, 45 & 78 RPM સપોર્ટ કરતું. રેકર્ડ ની કિંમત અને એની શેલ્ફ લાઇફ આ બન્ને સમસ્યાઓ હતી. (એટલીસ્ટ કિંમત માટે મને) સાથે એંસીના દાયકામાં કોમ્પેક્ટ ડિસ્ક આવી અને આ જાજરમાન સંગીતના સાધનો મ્યુઝિયમની કે સંગ્રાહકની વસ્તુઓ બની રહ્યા.

આ તો થઈ એ સમયના પામતા પહોંચતા લોકોની વાત. પણ જે મધ્યમ વર્ગના લોકો હતા એમની પાસે સંગીતને માણવા શું હતું? ઓબ્વિયસલી, રેડિયો હતો જ એ સમય. 

રેડિયો વિશે હવે પછી. 

આભાર.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here