બેવડો માર: કોરોના વચ્ચે તાઉતેના પગરણ; જાયેં તો જાયેં કહાં?

0
466
Photo Courtesy: Scroll.in

જીવનની શૈલીનું આગવું અને નોખું પ્રકરણ એ આ કોરોના .. દેખાતો નથી પણ ભલભલાને દિવસે તારા દેખાડી દીધા .. છેક ગયા વર્ષે લગભગ 22મી માર્ચે આપણા ગુજરાતમાં આવ્યો છે તે હજી પરોણાગતિ માણ્યા જ કરે છે, જવાનું નામ જ નથી દેતો? એટલે જ તો એને મહામારી કીધી છે કારણ એણે ઘણા ખેલ રચી લીધા. જાણે યમરાજનો સાગરીત હોય એમ કેટલાય લોકો તેને કારણે મરણને શરણ થયા.

વર્ષ આખું એમાંને એમાં ગયું. જાણે હોલસેલના ભાવમાં કર્મોનું ફળ ભોગવવાનો વારો ન આવ્યો હોય? લોકડાઉન, ક્વોરંટાઈન, રેપિડ ટેસ્ટ, RTPCR,  નવા નવા નામો જાણવા મળ્યા આ કોરોનાકાળમાં. તો માસ્ક પહેરીને ફરવાનું, સેનેટાઇઝર સતત જોડે રાખવાનું, માણસ માણસ વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવાનું, જાણે માણસે માણસ થી જ ગભરાઈ ને રેવાનું!

ખરેખર કોરોનાએ તો “હું માનવી માનવ થાવ તો ઘણું” ને ન્યાય આપ્યો હોય એમ એકલા જ રેવાનું. જેને હવે આપણે બધા “ક્વોરૅન્ટાઈન”ના નામે ઓળખીએ છીએ. એટલે સમજ્યા?? કલયુગ નું રામાયણ. હા ૧૪ વર્ષના વનવાસની જગ્યાએ ૧૪ દિવસનો એકાંતવાસ. પણ હા પોતાને ઓળખવાનો એક સારો અવસર.

પણ કોરોનાને નાથવા “કોવિશિલ્ડ”,”કોવિક્સિન” જેવી ભારતીય રસીઓ શોધાઈ. ઉપરાંત પરદેશમાંથી પણ રસીઓ આયાત કરવામાં આવી  અને પ્રયત્નો શરૂ થયા ત્યાં 18 મેના દિવસે ભયંકર વાવાઝોડું આવ્યું .. નામ શું? તાઉતે! એક તો હતા જ મહેમાન કોરોના ને બીજા આવ્યા આ તાઉતે.

લગભગ આખા ગુજરાતને ઘમરોળ્યું એણે. ખૂબ જ પવન, વરસાદ .. ભયાનકરૂપ હતું એનું. એમાંય અમુક લોકોએ જીવ ગુમાવ્યા તથા ખેતીવાડી અને સંપત્તિને નુકશાન થયું.. કેરીનાં પાકને ઘણુજ નુકશાન થયું. ખરું જ કીધું છે કે, “કુદરતની કળાને કોણ કળી શક્યું છે?” મહાકાય વૃક્ષો ધરાશાયી થયા, તો કેટલાયના ઘર તૂટયા, ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એમ કહેવાય છે કે ખરાબ સમય માણસને બધી રીતે સક્ષમ બનાવી દેતો હોય છે.  કદાચ આ એના જ પ્રયત્નો છે કે વ્યક્તિ હર એક મુશ્કેલી નો સામનો કરતાં શીખી જાય.

There are no negatives in life, only challenges to overcome that will make you stronger.”

ખરું જ કીધું છે કે નકારાત્મકતા હોતી જ નથી, જીવન પડકારરૂપ બને એજ યોગ્ય છે. માનવજાત પર એકસાથે બે બે આફતો તૂટી પડી છતાં હાર ન માની એણે. અધૂરામાં પૂરું આ  આફતોમાં થોડા સમયથી “Mucormycosis” નામના ફૂગજન્ય રોગે પરચો બતાવ્યો’. હવે તો સુખનું આશાકિરણ જલ્દી આવે ને આ આફતરૂપી વાદળોના વમળો જલ્દી ખસે એવી આશા રાખીએ.

કહેવાય છેને? કે બે હાથવાળો વિફરે તો પહોંચી શકાય પણ હજાર હાથવાળો વિફરે તો સર્વનાશ કરી નાખે. એની રમતમાં કોણ હારશે એ તો હવે આવનારો સમય જ દેખાડશે.

It might be stormy now,but rain doesn’t last forever”

બરાબર જ કીધું છે કે ભલે અત્યારે વાતાવરણ ધૂંધળું છે પણ સુખનો સૂરજ પણ ક્યારેક તો ઊગશે જ અને આપણે હવે હિંમત હાર્યા વગર એ સુરજ ઉગવાની રાહ જોવાની છે. ભલે પછી ભગવાને હજી પણ આપણા માટે ભલેને બીજી મુસીબતો પણ વિચારી રાખી હોય?

The best remedy for those who are afraid,lonely or unhappy is to go outside,somewhere where they can be quite alone with the heavens,nature and god.”

                                                                     -Anne Frank

કુદરતની સામે માણસના હાથ હેઠા છે પણ માણસે વિજ્ઞાનને કારણે જે શોધ કરી એમાંથી બચવા માટેના પણ પ્રયત્નો પૂરેપૂરા કરવામાં આવ્યા. હવે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરતી જાય છે અને જીવન રાબેતા મુજબ ચાલુ થતું જાય છે. કોઈ ઈશ્વરીય શક્તિ પાસે જેમના સ્વજનો મરણ પામ્યા છે એમને સાંત્વના આપે અને જે છે એમને સલામત રાખે એજ પ્રાર્થના.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here