અમદાવાદની ઐતિહાસિક દિવાન બલ્લુભાઈ શાળાનો ઈતિહાસ

3
10190

શાળા એ બીજું  ઘર કેહવાય છે કેમ કે મોટાભાગના બાળકો પોતાનો ઘણો સમય શાળામાં વિતાવતા હોય છે. કોઇપણ માણસને હંમેશા પોતાના શાળા જીવનના અનુભવો ઘણા યાદ રહેતા હોય છે. શાળા એ એક એવી જગ્યા છે જ્યાં કોઇપણ પ્રકારના નાત-જાતના ભેદભાવ નથી હોતા. દરેકને એક સરખું શિક્ષણ મળે તે માટે એક શિક્ષક પૂર્ણ પ્રયત્ન કરતો હોય છે. અત્યારે કોરોનાના સમયમાં બાળકો પોતાની શાળાને અને શાળાની પ્રવૃતિઓને મીસ કરી રહ્યા છે. આજે આપણે અમદાવાદની એક એવી શાળાની વાત કરવી છે જે ૧૦૦ વર્ષ કરતા પણ વધુ જૂની છે, અને તેનો ઈતિહાસ તેનાથી પણ વધુ આકર્ષિત કરે તેવો છે.

અંગ્રેજોના સમયની વાત છે. જયારે આપણો દેશ હજી આઝાદ થયો ન હતો. વર્ષ 1907માં અંગ્રેજો દ્વારા ચાલતી તે વખતની સરકારી મિડલ સ્કુલમાં બે શિક્ષકો કામ કરતા હતા શ્રી જીવણલાલ દિવાન અને શ્રી બળવંતરાય ઠાકોર. તેઓ બંને ખુબ સારા મિત્રો પણ હતા. શ્રી જીવણલાલ દિવાનના ભત્રીજાને અને શ્રી બળવંતરાય ઠાકોરના દીકરાને એ જ શાળામાં પ્રવેશ માટે “ના” પાડવામાં આવી. બંને શિક્ષકોને સ્વમાન ઘવાયાની લાગણી થઇ. તેનું પરિણામ એ આવ્યું કે બંને શિક્ષકોએ શિક્ષક તરીકે રાજીનામું આપી દીધું અને પોતાની જ શાળા શરુ કરવાનો નિર્ણય કર્યો.

એકબાજુ તે સમયમાં અંગ્રેજની સરકાર ચાલતી હતી અને બીજી બાજુ આ બંને શિક્ષકોએ નક્કી કર્યું કે અંગ્રેજ સરકાર પાસેથી કોઈ મદદ નહિ લઈએ. 6 જાન્યુઆરી, 1908માં 102 વિદ્યાર્થીઓ સાથે જે શાળાની શરૂઆત થઇ તેને નામ આપ્યું “પ્રોપ્રાયટરી હાઇસ્કુલ”. શરૂઆતના દિવસોમાં મસ્કતી માર્કેટના એક મકાનમાં આ શાળા ચાલતી. સમય જતા મકાન નાનું પડવા લાગ્યું અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો. શ્રી જીવણલાલ દિવાન અને શ્રી બલ્લુભાઈએ પોતાની જગ્યામાં પોતાની શાળાનું  નવું મકાન બાંધવાનો નિર્ણય કર્યો અને 1938માં કાંકરિયા વિસ્તારમાં હાલની જગ્યાએ આ શાળા સ્થળાંતર પામી.

1930માં  મહાત્મા ગાંધીએ મીઠાનો સત્યાગ્રહ શરુ કર્યો. આ બંને શિક્ષકો તેમાં જોડાયા અને જેલમાં પણ ગયા. બંને શિક્ષકો ખુબ વિદ્વાન હતા, દરેક નાની મોટી બાબતો તેમના ધ્યાનમાં હતી, તેમને ખબર હતી કે અંગ્રેજ સરકાર ગમે ત્યારે આ મિલકત જપ્ત કરી શકે તેમ છે, એટલે તેઓએ પોતાના માલિકી હકો ઉઠાવી લઈને 1931માં “ધ પ્રોપ્રાયટરી હાઇસ્કુલ ટ્રસ્ટ” ની સ્થાપના કરી અને શાળાનો વહીવટ ટ્રસ્ટ હસ્તગત કર્યો. શ્રી જીવણલાલ દિવાન અને બલ્લુભાઈ મહાત્મા ગાંધીને ખુબ માનતા. તેઓ દ્રઢપણે માનતા હતા કે વેહલા મોડા આપણો દેશ આઝાદ થવાનો જ છે.

1939માં શ્રી બલ્લુભાઈ ઠાકોરનું અવસાન થયું જે એક મોટો ફટકો હતો. શાળાને તો એક સારા વહીવટી વ્યક્તિ ગુમાવાનો વારો આવ્યો જ પણ શ્રી જીવણલાલ દિવાનએ પોતાનો મિત્ર ગુમાવ્યો. થોડા જ સમયમાં શ્રી જીવણલાલ દિવાન પર પણ પક્ષઘાતનો હુમલો થયો. શાળાના વહીવટ માટે એક વરિષ્ઠ શિક્ષક શ્રી ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોરની નિમણુક કરવામાં આવી. શ્રી જીવણલાલ દિવાનની તબિયત નાજુક હોવા છતાં તેઓ શાળામાં હાજરી આપતા. 1952માં શ્રી જીવણલાલનું પણ અવસાન થયું. બંનેની  સ્મૃતિ કાયમ રહે તે માટે ટ્રસ્ટીઓ એ 1952માં જ શાળાને નવું નામ આપ્યું “દિવાન-બલ્લુભાઈ માધ્યમિક શાળા”

1941 કોમી રમખાણો ફાટી નીકળતા વિદ્યાર્થીઓને કાંકરિયાની શાળામાં હાજરી આપવાની મુશ્કેલી થવા લાગી. વિદ્યાર્થીઓની સુવિધા માટે મેનેજમેન્ટે એલીસબ્રીજ વિસ્તારમાં એક નવી શાળા શરુ કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં પ્રિતમનગરના એક ભાડાના મકાન માં શાળા ચાલતી હતી. ત્યારબાદ આપણો દેશ આઝાદ થયો અને 1952માં પાલડી વિસ્તારમાં હાલ ની જગ્યા પર તેનું સ્થળાંતર થયું.

Diwan Ballubhai School Paldi

ધીમે ધીમે શાળાનો વિકાસ થવા લાગ્યો. પાલડી અને કાંકરિયા આ બંને સ્થળો પર વિદ્યાર્થીઓ કેળવણી પામી રહ્યા. હાલમાં બાલમંદિર, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બધું મળી ને કુલ 8 શાળાઓ કાર્યરત છે. તેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ પણ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામી ચૂકેલી આ શાળાના ઘણા પૂર્વ વિદ્યાર્થીઓ આજે પણ શાળામાં રસ લઇ ને મદદ કરે છે. નૌકાદળ, નાસા, સાહિત્ય, વિજ્ઞાન, તબીબી વગેરે કોઈપણ ક્ષેત્ર હોય આ શાળામાંથી પાસ થયેલા પૂર્વ વિદ્યાર્થી પોતાની શાળાને ભૂલ્યા નથી તેનો શ્રેય જાય છે આ શાળા ને, તેના ટ્રસ્ટ ને ! આજે પણ આ શાળામાં કોઇપણ પ્રકારનું ડોનેશન નથી લેવામાં આવતું, ક્યારેય શિક્ષણ સાથે સમાધાન નથી કરવામાં આવતું. બાળકના સર્વાંગી વિકાસને પ્રથમ ધ્યાનમાં લેવામાં આવે છે.

શિક્ષણમાં બદલાવ અનિવાર્ય છે. બદલાતા સમય સાથે નવી ટેક્નોલોજી સાથે શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે આ શાળા દરેક પ્રકારના પ્રયત્નો કરે છે, કરી રહી છે. ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા છતાં દિવાન બલ્લુભાઈ શાળાએ ક્યારેય પોતાના દ્વારા સ્થાપિત શિક્ષણ પ્રદાન કરવાના મૂલ્યો સાથે ક્યારેય સમાધાન નથી કર્યું જે તેને અમદાવાદીઓના હ્રદયમાં એક અનોખું સ્થાન આપે છે.

eછાપું

3 COMMENTS

  1. We are also feeling a proud being a part of such institution. We will surely work such a way that efforts of such great persons can achieve their motto/goal for their school.

  2. I an very proud because I study in DIVAN-BALLUBHAI HIGH SCHOOL in present. I am very thankful to Divaya Bhaskar for tell everyone about my school.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here